World Cup 2023 IND Vs SA : બર્થડે બોય વિરાટ કોહલી એ 49મી ODI સદી ફટકારી, સચિન તેડુંલકરના રેકોર્ડની બરાબરી કરી

આજે ચાલી રહેલી World Cup 2023 IND Vs SA મેચમાં બર્થડે બોય વિરાટ કોહલી એ 49મી ODI સદી ફટકારી, સચિન તેડુંલકરના રેકોર્ડની બરાબરી કરી.

બર્થડે બોય વિરાટ કોહલી

વિરાટ કોહલીએ આજે ​​કોલકતામાં ઈડનગાર્ડન ખાતે રમાઈ રહેલ ભારત Vs આફ્રિકા મેચમાં ઈતિહાસ રચ્યો છે. તેણે 49મી ODI સદી ફટકારી અને મહાન સચિન તેંડુલકરના રેકોર્ડની બરાબરી કરી. વિરાટ કોહલીએ 119 બોલમાં 10 ફોર સાથે 100 રન પુરા કર્યા. સચિનની વન-ડેમાં 49 સદીની બરાબરી કરી.

World Cup 2023 IND Vs SA

આ પેહલા વિરાટ કોહલી મુંબઈમાં વાનખેડે સ્ટેડીયમમાં પોતાની ૪૯ મી સદી ચુક્યો હતો, પરંતુ આજે ભારત Vs આફ્રિકા વચ્ચે રમાઈ રેહેલ મેચમાં પોતાની 49મી વનડે સદી પૂરી કરીને વિશ્વના મહાન બેસ્ટમેન અને ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેડુંલકરના રેકોર્ડની બરોબરી કરી છે.

બર્થડે બોય વિરાટ કોહલી
Image Source: @BCCI બર્થડે બોય વિરાટ કોહલી

વર્લ્ડ કપ 2023માં 37મી મેચ ઈન્ડિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે ઈડન ગાર્ડન સ્ટેડિયમ કોલકાતા ખાતે રમાઈ રહી છે. ભારતે દક્ષિણ આફ્રિકાને 327 રનનો ટાર્ગેટ આપ્યો છે. ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાએ 50 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 326 રન કર્યા. વિરાટ કોહલીએ 121 બોલમાં 101 રનની અણનમ ઈનિંગ રમી. તો રવિન્દ્ર જાડેજાએ 15 બોલમાં 29 રન બનાવીને નોટઆઉટ રહ્યો.

આ પણ ખાસ વાંચો:

Happy Birthday Virat Kohli : લોકપ્રિય ક્રિકેટર વિરાટ કોહલીનો આજે જન્મદિવસ

Dhanteras 2023 : સાવરણી કરશે માલામાલ, કંગાળને પણ બનાવે ધનપતિ, જાણો કઈ રીતે કરશો ધનતેરસ ના દિવસે ઉપયોગ

Sardar Unity Trinity Quiz : સમર્થ ભારત, દેશભરમાં સરદાર યુનિટી ટ્રિનિટી ક્વિઝ નું આયોજન

આજની મેચમાં ‘કિંગ વિરાટ કોહલી’એ ફેન્સને બર્થડે ગિફ્ટ આપી 49મી સદી ફટકારી છે. આ સાથે જ કોહલી (Virat Kohli)એ સચિન તેંડુલકરના રેકોર્ડ (Sachin Tendulkar’s Records)ની બરાબરી કરી લીધી છે. આજની મેચમાં વિરાટ કોહલીએ 101 રન (121 બોલ, 10 ફોર) શ્રેયસ ઐય્યરે 77 રન (87 બોલ, 7 ફોર, 4 સિક્સ), રોહિત શર્માએ 40 રન (24 બોલ, 6 ફોર, 2 સિક્સ) ફટકારી દક્ષિણ આફ્રિકા સામે મજબુત સ્કોર બનાવવામાં મહત્વનું યોગદાન આપ્યું છે.

જ્યારે રવિન્દ્ર જાડેજાએ અણનમ 29 રન, શુભમન ગીલે 23 રન, સૂર્યકુમાર યાદવે 22 રન જ્યારે કે.એલ.રાહુલે 8 રન નોંધાવ્યા છે. સાઉથ આફ્રિકા તરફથી લુંગી એનગિડી, માર્કો જેન્સેન, કાગીસો રબાડા, કેશવ મહારાજ, તબરેઝ શમ્સીએ 1-1 વિકેટ ખેરવી છે.

આ અગાઉ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને બેટિંગ પસંદ કરી છે. ભારતે વર્લ્ડકપમાં સતત 7 મેચ, જ્યારે સાઉથ આફ્રિકાએ 7માંથી 6 મેચ જીતી છે. પોઈન્ટ્સ ટેબલ પર ભારત પ્રથમ જયારે સાઉથ આફ્રિકા બીજા સ્થાને છે.

ઝડપી અને વિશ્વસનીય સમાચાર માટે અમને ફોલો કરો

વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો

ફેસબુક પર અમને ફોલો કરવા અહીં ક્લિક કરો

ગુગુલ ન્યુઝ પર અમને ફોલો કરવા અહી ક્લિક કરો

Leave a Comment