Happy Birthday Virat Kohli : લોકપ્રિય ક્રિકેટર વિરાટ કોહલીનો આજે જન્મદિવસ

વિરાટના આ પાંચ રેકોર્ડ તોડવા છે ખૂબ મુશ્કેલ, બોલિંગમાં પણ કરી ચૂક્યો છે કમાલ. Happy Birthday Virat Kohli, ક્રિકેટ વર્લ્ડ કપમાં આજે Ind Vs SA વચ્ચે મુકાબલો થશે.

Happy Birthday Virat Kohli

ભારતીય ક્રિકેટ ટીમનો લોકપ્રિય ક્રિકેટર વિરાટ કોહલીનો આજે 35મો જન્મ દિવસ છે. તેની અત્યાર સુધીની ક્રિકેટની સફર પણ રોમાંચક રહી છે. વિરાટે 2006માં તેના ક્રિકેટમાં કારકિર્દીની શરૂઆત કરી હતી. વિરાટ કોહલીએ ભારત માટે પ્રથમ વનડે મેચ શ્રીલંકા સામે 2008માં રમી હતી.

પરંતુ પાંચ મેચ બાદ કોહલીને ટીમ ઈન્ડિયામાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. વિરાટે 2009માં પી સેન ટ્રોફીમાં મોહન બાગાન ક્રિકેટ ટીમ માટે તે મેચ રમી હતી. વિરાટ કોહલી 2009માં ટીમ ઈન્ડિયામાં પરત ફર્યો. ત્યારબાદ કોલકાતાના મેદાન પર તેણે પોતાની ODI આંતરરાષ્ટ્રીય કારકિર્દીની પ્રથમ સદી ફટકારી. કોહલીએ 24 ડિસેમ્બર 2009ના રોજ શ્રીલંકા સામે પ્રથમ સદી ફટકારી હતી. આ મેચમાં કોહલીએ 114 બોલમાં 107 રન બનાવ્યા હતા.

વિરાટ કોહલીનો આજે જન્મદિવસ

વિરાટ કોહલીએ અત્યાર સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 78સદી ફટકારી છે. વિરાટ કોહલી છેલ્લા 15 વર્ષથી ભારતીય ક્રિકેટ ટીમ માટે રમી રહ્યા છે. વર્ષ 2018માં વિરાટ કોહલીએ ઈડન ગાર્ડનમાં શ્રીલંકા સામે રમાયેલી અનોખો રેકોર્ડ બનાવ્યો હતો. તો આજની મેચમાં પણ વિરાટ પહર સૌ કોઈની નજર રહેશે.

આ પણ ખાસ વાંચો:

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના : PMGKY યોજના વધુ 5 વર્ષ માટે લંબાવામાં આવી

Sardar Unity Trinity Quiz : સમર્થ ભારત, દેશભરમાં સરદાર યુનિટી ટ્રિનિટી ક્વિઝ નું આયોજન

દક્ષિણ આફ્રિકા સામેની મેચમાં પોતાના જન્મદિવસ પર લોકપ્રિય ખેલાડી સદી ફટકારી શકે તેવી અપેક્ષાઓ ચાહકોમાં જોવા મળી રહી છે. વિરાટ કોહલી અને બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા સાથે 11 ડિસેમ્બર,2017માં ઇટાલીના લેક કોમોમાં લગ્ન કર્યાં હતાં.

Happy Birthday Virat Kohli
Happy Birthday Virat Kohli

વિરાટ કોહલીની ફિટનેસનું રહસ્ય

વિરાટ કોહલીએ ઘણા ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યું છે કે તે ખાવાની આદતો અને કસરતને લઈને ખૂબ જ સક્રિય છે. એટલું જ નહીં વિરાટનું સમર્પણ તેના સ્વાસ્થ્યનું રહસ્ય છે. વિરાટના ફિટ રહેવામાં તેનો કડક સ્વસ્થ આહાર મહત્વની ભૂમિકા ભજવે છે. સામાન્ય રીતે તેઓ 90 ટકા સુધી બાફેલા ખોરાક ખાય છે. વ્યાયામ (કસરત) કે જીમ પછી તેઓ પ્રોટીન શેક, સોયા મિલ્ક અને ચીઝ વગેરે લેવાનું પસંદ કરે છે. વિરાટ ખાસ કરીને જંક ફૂડ, મસાલેદાર, વધુ પડતું મીઠું, મરચું મસાલા વગેરેથી દૂર રહે છે.

ઝડપી અને વિશ્વસનીય સમાચાર માટે અમને ફોલો કરો

વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો

ફેસબુક પર અમને ફોલો કરવા અહીં ક્લિક કરો

ગુગુલ ન્યુઝ પર અમને ફોલો કરવા અહી ક્લિક કરો

Leave a Comment