Dhanteras 2023 : સાવરણી કરશે માલામાલ, કંગાળને પણ બનાવે ધનપતિ, જાણો કઈ રીતે કરશો ધનતેરસ ના દિવસે ઉપયોગ

શું તમે જાણો છો ધનતેરસ ના દિવસે શું ખરીદવું, ધનતેરસે બીજું કંઈ ખરીદો કે ના ખરીદો પણ સાવરણી-ઝાડુ જરૂર લઈ આવજો, જૂની ઝાડુ આ દિવસે ફેંકવી, દૂર થશે દરિદ્રતા.

Dhanteras 2023

નતેરસ પર સુખ અને સૌભાગ્ય વધારવા માટે, તમારે બધી વસ્તુઓ સાથે સાવરણી શા માટે ખરીદવી જોઈએ અને તેનાથી સંબંધિત ચોક્કસ ઉપાયો શું છે એ આ લેખમાં જાણીશું. ધનતેરસના દિવસે નવી સાવરણી ખરીદો અને આ દિવસે જૂનાનું કરો વિસર્જન.

આપણે સૌ જાણીએ છીએ એમ કે દિવાળીના તહેવારોની શરૂઆત ધનતેરસના દિવસથી શરુ થાય છે. ધનતેરસના દિવસે તમામ પ્રકારની વસ્તુ ખરીદવી શુભ મનાય છે. તેમાં છતાં પણ સાવરણી ખરીદવી ખુબજ શુભ મનાય છે, લગભગ જાજા લોકો આ વાતથી અજાણ હોય છે.

ધનતેરસ 2023

ધનતેરસના દિવસે તમારે દેવી લક્ષ્મી અને ભગવાન ધન્વંતરીના આશીર્વાદ મેળવવા માટે ખાસ કરીને સાવરણી ખરીદવી જોઈએ. હિંદુ ધર્મમાં સાવરણીને ધનની દેવી લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે, તેથી ધનતેરસ પર તેને ખરીદવી ખૂબ જ શુભ માનવામાં આવે છે.

ધાર્મિક માન્યતા અનુસાર ધનતેરસ(Dhanteras)ના દિવસે સાવરણી ખરીદવાથી ઘરની ગરીબી દૂર થાય છે અને પરિવારમાં ખુશીઓ આવે છે. જે સાવરણીનો ઉપયોગ આપણે ઘરને સાફ રાખવા માટે વારંવાર કરીએ છીએ, આવો જાણીએ એ જ સાવરણી(Brooms) થી સંબંધિત ચોક્કસ ઉપાય વિશે, જેના પર ધનની દેવી લક્ષ્મી જલ્દી જ પોતાના આશીર્વાદ વરસાવે છે.

આ પણ ખાસ વાંચો:

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના : PMGKY યોજના વધુ 5 વર્ષ માટે લંબાવામાં આવી

Sardar Unity Trinity Quiz : સમર્થ ભારત, દેશભરમાં સરદાર યુનિટી ટ્રિનિટી ક્વિઝ નું આયોજન

ધાર્મિક માન્યતા

જો તમે આર્થિક સમસ્યાના સામનો કરી રહ્યા છો, તો તમે ધનતેરસના દિવસે સાવરણી ખરીદો અને તેને શાંતિથી મંદિરમાં અથવા તો પૂજા ઘરમાં રાખો. તેનાથી તમારી આર્થિક સમસ્યાઓ દૂર થશે અને મા લક્ષ્મીની કૃપા વરસશે.

બીજી બાબત એ ધ્યાનમાં રાખવી કે તમે ધનતેરસનાના દિવસે નવી સાવરણી ખરીદવાનો અર્થ એ નથી કે તમારે જૂની સાવરણી ફેકી દેવી જોઈએ, તે દિવસે ઘરમાંથી જૂની સાવરણી બિલકુલ હટાવી ન જોઈએ એવું માનવામાં આવે છે કે ધનતેરસના દિવસે જ્યારે જૂની સાવરણી બહાર ફેંકવામાં આવે છે તો ઘરની લક્ષ્મી પણ દૂર થઈ જાય છે.

હિંદુ માન્યતાઓ અનુસાર ધનતેરસના દિવસે સાવરણી ખરીદ્યા બાદ દિવાળીના દિવસે ઉપયોગ કરવો જોઈએ. જેના કારણે ઘરમાં હંમેશા ઘર નાણા અને અનાજ ભરાયેલા રહે છે.

ધાર્મિક માન્યતા અનુસાર ધનતેરસના દિવસે નવી સાવરણીની સાથે સાથે જૂની સાવરણીનું પણ સિંદૂર, કુમકુમ અને અક્ષત વગેરેથી પૂજન કરવું જોઈએ.

વાસ્તુ અનુસાર એમ પણ છે કે ધનનું પ્રતિક ગણાતા સાવરણીને હંમેશા ઘરના કોઈને કોઈ ખૂણામાં સંતાડીને રાખવી જોઈએ.

બીજું એવું પણ માનવામાં આવે છે કે સાવરણીને ક્યારેય ઘરમાં ઉભી ન રાખવી જોઈએ અને ન તો તૂટેલી સાવરણીનો ઉપયોગ કરવો જોઈએ. આવું કરવું એ વાસ્તુમાં મોટો દોષ માનવામાં આવે છે.

વાસ્તુ અનુસાર સાંજના સમયે ઘર સાફ કરવું અશુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી દેવી લક્ષ્મી ક્રોધિત થાય છે, તેથી પ્રયાસ કરો કે સાંજ અથવા સૂર્યાસ્ત પછી ઝાડુ ન લગાવો.

ધનતેરસ
ધનતેરસ

Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. GujaratiTak.com આની પુષ્ટિ કરતુ નથી.

ઝડપી અને વિશ્વસનીય સમાચાર માટે અમને ફોલો કરો

વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો

ફેસબુક પર અમને ફોલો કરવા અહીં ક્લિક કરો

ગુગુલ ન્યુઝ પર અમને ફોલો કરવા અહી ક્લિક કરો

Leave a Comment