Tejas Trailer : Air Force Day 2023 દિવસ પર કંગના રનૌતની ફિલ્મ ‘તેજસ’નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું

Tejas Trailer : એરફોર્સ ડે 2023 (ભારતીય વાયુસેના દિવસ 2023) ના અવસરે રિલીઝ થયું ‘તેજસ’નું ટ્રેલર, પાવરફુલ અવતારમાં જોવા મળી કંગના રનૌત, ફાઇટર પાયલટ બની કંગના.

Tejas Trailer

બોલીવુડ ક્વીન કંગના રનૌતની ચર્ચિત ફિલ્મ ‘તેજસ’ના રિલીઝની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે હવે ચાહકોની આતુરતાનો અંત આવ્યો છે. આજે એરફોર્સ ડે ના અવસર પર કંગના રનૌત સ્ટારર ફિલ્મ તેજસનું ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યું છે.

આ ટ્રેલર રિલીઝ થતાં જ ઈન્ટરનેટ પર છવાઈ ગયુ છે. આ અગાઉ 2 ઓક્ટોબર ગાંધી જયંતિના અવસર પર ફિલ્મનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યુ હતું. આ દરમિયાન એક્ટ્રેસનો ધાંસૂ અંદાજ જોવા મળ્યો હતો. હવે ફરી એક વખત કંગનાએ ‘તેજસ ગિલ’ના પાત્રમાં લોકોનુ દિલ જીતી લીધુ છે.

Air Force Day 2023

ફિલ્મ તેજસના નિર્માતાઓએ આજે ​​એરફોર્સ ડે પર ટ્રેલર રીલિઝ કર્યું છે, જેમાં કંગના રનૌત તીવ્ર, જુસ્સાદાર અને શક્તિશાળી એરફોર્સ પાઇલટ તેજસ ગિલની ભૂમિકામાં બતાવવામાં આવી છે. ટ્રેલરની શરૂઆત હાઈ-લેવલ એરિયલ સીન્સથી કરવામાં આવી હતી અને દિલ જીતી લેનારા ડાયલોગ #BharatKoChhedogeToh ChhodengeNahi એ ટ્રેલરની શરૂઆતથી જ સનસનાટી મચાવી દીધી છે.

Source From : RSVP Movies YouTube Chanel

કંગના રનૌતની આ ફિલ્મ વર્ષ 2023માં 27મી ઓક્ટોબરે રિલીઝ થવાની છે. ટ્રેલરમાં આતંકવાદીઓ વિરુદ્ધ ભારતીય સેનાની શક્તિશાળી કાર્યવાહી બતાવવામાં આવી છે. ભારતીય વાયુસેનાના વિમાનોની ગર્જના આકાશને ચીરી રહી છે.કંગના રનૌતની ફિલ્મ તેજસનું નિર્માણ આરએસવીપી દ્વારા કરવામાં આવ્યું છે. સર્વેશ મેવાડા દ્વારા લખાયેલ અને દિગ્દર્શિત અને રોની સ્ક્રુવાલા દ્વારા નિર્મિત, આ ફિલ્મ 27 ઓક્ટોબર, 2023 ના રોજ થિયેટરોમાં આવવાની છે.

આ પણ ખાસ વાંચો:

LEO Trailer : લિયોનું એક્શન પેક્ડ ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું

Skanda Review : સ્કંદ રીવ્યુ બોયાપતિ શ્રીનુ અને રામ પોથિનેની કોમ્બિનેશન લેટેસ્ટ ફિલ્મ

તેજસને ઈન્ડિયાની પહેલી એરિયલ એક્શન મૂવી કહેવામાં આવી છે. ટ્રેલરની શરૂઆત આઈએએફ ફાઈટર્સથી થાય છે. જેમાં બતાવવામાં આવ્યું છે કે પાકિસ્તાનમાં ઈન્ડિયન સ્પાય પકડાઈ ગયો છે. ટ્રેલરમાં કંગનાને કહેતા સાંભળી શકાય છે કે, ‘હર વક્ત ડાયલોગ બોલના સોલ્યુલેશન નહીં હોતા. કભી-કભી જંગ કે મેદાન મેં દુશ્મન સે લડના પડતા હૈ.’

ટ્રેલરમાં જોવા મળ્યું કે કંગનાના પાત્રને પાકિસ્તાનમાં પકડાયેલા ભારતીય જાસૂસને બચાવવાનું તાત્કાલિક કાર્ય સોંપવામાં આવ્યું છે. 2 મિનિટ 33 સેકન્ડના ટ્રેલરમાં ઘણી બધી વસ્તુઓ બતાવવામાં આવી છે, જે ન માત્ર ફિલ્મની વાર્તા સમજવામાં મદદ કરે છે પણ બીજું શું જોવા મળશે તે પણ બતાવે છે.

Tejas Trailer
Tejas Trailer

ટ્રેલરની શરૂઆતમાં જ કંગના રનૌતના અવાજમાં સાંભળવા મળે છે, ‘જો તમે ભારતને છોડશો તો તમને છોડશું નહીં’ આ પછી કહેવામાં આવે છે કે જો કોઈ સરળ મિશન હોય તો તેજસ ગિલ (કંગના રનૌત)ને ન લો પરંતુ જો કોઈ મિશન હોય જે ખૂબ જ મુશ્કેલ હોય અને દરેક વિચારશે કે તે કોણ કરશે તો જ તેજસને લો. આ પછી કંગનાની એન્ટ્રીનું કારણ અને તેનું નામ પણ જણાવવામાં આવ્યું છે.

ઝડપી અને વિશ્વસનીય સમાચાર માટે અમને ફોલો કરો

વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો

ફેસબુક પર અમને ફોલો કરવા અહીં ક્લિક કરો

ગુગુલ ન્યુઝ પર અમને ફોલો કરવા અહી ક્લિક કરો

Leave a Comment