LEO Trailer : લિયોનું એક્શન પેક્ડ ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું

LEO Trailer : સાઉથ સુપરસ્ટાર દલપતિ વિજયની ફિલ્મ લીયો (LEO)નું જોરદાર એક્શન પેક્ડ ઓફિશ્યલ ટ્રેલર રીલીઝ કરવામાં આવ્યું, સંજય દત્ત સાથે ફાઈટ કરતો જોવા મળ્યો વિજય.

Table of Contents

LEO Trailer

‘LEO’નું શાનદાર ટ્રેલર રિલીઝ, વિજય થલપતિની શાનદાર એક્શન, સંજય દત્ત પણ દમદાર લૂકમાં જોવા મળ્યા. એકશન જોઈ જીવ થશે અદ્ધર, સંજય દત્તનો ખૂંખાર લુક ડરાવશે તમને, જુઓ લિયો ફિલ્મનું ટ્રેલર. સાઉથ સુપરસ્ટાર દલપતિ વિજય છેલ્લાં કેટલાંક સમયથી પોતાની એક્શન ડ્રામા ફિલ્મ લિયોને લઈને ભારે ચર્ચામાં છે. જે દિવસે ફિલ્મની જાહેરાત થઈ તે દિવસથી દર્શક તેની એક ઝલક જોવા આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે.

સાઉથ એક્ટર વિજય થલપતિની આગામી ફિલ્મ ‘LEO’નું ટ્રેલર હવે રિલીઝ થઈ ગયું છે. જેમાં અભિનેતા ફરી એકવાર એક્શન કરતો જોવા મળી રહ્યો છે. આ ફિલ્મમાં સંજય દત્ત પણ મહત્વની ભૂમિકામાં છે. આ ફિલ્મમાં સંજય દત્ત વિલનની ભૂમિકામાં હોય તેવું ટ્રેલર પરથી લાગે છે. કારણ કે ટ્રેલરમાં તેનું ખૂંખાર રૂપ દેખાડવામાં આવ્યું છે. ટ્રેલરમાં જે પણ બતાવવામાં આવ્યું છે તેમાં ભરપૂર એક્શન જોવા મળે છે. આવી એક્શન સીકવન્સ આ પહેલા કોઈ પણ ફિલ્મમાં જોવા નહીં મળી હોય.

આ પણ ખાસ વાંચો:

Shubman Gill : ટીમ ઇન્ડિયા માટે ખરાબ સમાચાર, શુભમન ગીલનો ડેન્ગ્યું રીપોર્ટ પોઝેટીવ

6 ઓક્ટોબર આજનું રાશિફળ : આ રાશિના જાતકોની આર્થિક સ્થિતિ સારી બનશે

‘LEO’નું શાનદાર ટ્રેલરમાં સંજુ બાબા પણ પોતાના લુકથી ચાહકોનું ધ્યાન ખેંચી રહ્યા છે. ફિલ્મના ટ્રેલરમાં આ બંને સુપરસ્ટાર્સને એકબીજા સાથે ટકરાતા જોઈને ચાહકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ જ કારણ છે કે ટ્રેલરે રિલીઝ થતાની સાથે જ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. ટ્રેલરમાં ફિલ્મની અભિનેત્રી તૃષ્ણા કૃષ્ણનની ઝલક જોઈ શકાય છે. જે એકદમ અદભૂત લાગી રહી હતી.

લિયો ફિલ્મની રિલીઝ ડેટની વાત કરીએ તો આ ફિલ્મ 19 ઓક્ટોબરે થિયેટરમાં રિલીઝ થશે. આ ફિલ્મનું ડાયરેક્શન લોકેશ કનગરાજે કર્યું છે. જે આ પહેલા તે કૈથી, માસ્ટર ઔર વિક્રમ જેવી ફિલ્મો આપી ચૂક્યા છે. આ ફિલ્મોના હિન્દી ડબીંગ આજે પણ લોકપ્રિય છે.

લિયો ફિલ્મના ટ્રેલરમાં લિયો દાસ (વિજય)ની ઝલક ફેન્સને જોવા મળે છે જે એક શાંતિપૂર્ણ જીવન જીવી રહ્યો હોય છે. પરંતુ તે બાદ તેના જીવનમાં આવેલા બદલાવને કારણે તે એક બદમાશ બની જાય છે કેમકે તેના ભૂતકાળના દુશ્મન તેણે અને તેના પરિવારને પરેશાન કરવા લાગે છે. એક્શનથી ભરપૂર ટ્રેલરમાં વિજયને એક ફેમિલી મેનની સાથે સાથે કિલિંગ મશીન તરીકે પણ જોવા મળે છે. લિયોને પોતાના પરિવારને નિર્દયી એન્થોની દાસ (સંજય દત્ત) અને હેરોલ્ડ દાસ (અર્જુન)થી બચવાનું છે.

LEO Trailer
LEO Trailer

લિયોમાં વિજય ઉપરાંત તૃષા, સંજય દત્ત, પ્રિયા આનંદ, સેન્ડી, ગૌતમ વાસુદેવ મેનન, મંસૂર અલી ખાન, મેસસ્કિન, મેથ્યૂ થોમસ, અર્જુન સરજા જેવા કલાકારો છે. ફિલ્મ આ વર્ષે દિવાળી પર 19 ઓક્ટોબરે રિલીઝ થશે. આ એક એક્શન થ્રિલર ફિલ્મ હશે.

ઝડપી અને વિશ્વસનીય સમાચાર માટે અમને ફોલો કરો

વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો

ફેસબુક પર અમને ફોલો કરવા અહીં ક્લિક કરો

ગુગુલ ન્યુઝ પર અમને ફોલો કરવા અહી ક્લિક કરો

Leave a Comment