IND Vs AUS Live Streaming : આજે ભારત Vs ઓસ્ટ્રેલીયા લાઇવ અપડેટ્સ

IND Vs AUS Live Streaming : World Cup 2023 આજે ટીમ ઈન્ડિયા ચેન્નાઈના ચિદમ્બરમ સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા સામે અભિયાનની શરૂઆત કરશે. મેચ બપોરે બે વાગ્યે શરૂ થશે.

Table of Contents

IND Vs AUS Live Streaming

આજે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ત્રણ સ્પીનર્સ સાથે ઉતરશે ટીમ ઇન્ડિયા, રોહિતે આપ્યા સંકેત. ભારત પાસે લેફ્ટ આર્મ રિસ્ટ સ્પિનર ​​કુલદીપ યાદવ, ઓફ સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિન અને લેફ્ટ આર્મ સ્પિનર ​​રવિન્દ્ર જાડેજાનો ઓપ્શન છે.

અગાઉ, ગઈકાલે નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં દક્ષિણ આફ્રિકાએ શ્રીલંકાને 102 રને પરાજય આપ્યો હતો. દક્ષિણ આફ્રિકાએ નિર્ધારિત 50 ઓવરમાં 5 વિકેટે 428 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. વેન ડેર ડ્યુસેન, માર્કરામ અને ડી કોકે ઝડપી સદી ફટકારી હતી જે વિશ્વ કપમાં ટીમ દ્વારા સૌથી વધુ હતી.

લાઇવ મેચ અહીંથી જુઓ

શ્રીલંકા તરફથી દિલશાન મદુશંકાએ બે વિકેટ ઝડપી હતી. લક્ષ્યનો પીછો કરતા શ્રીલંકા 44.5 ઓવરમાં 326 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. દક્ષિણ આફ્રિકા તરફથી ગેરાલ્ડ કોએત્ઝીએ 3 વિકેટ ઝડપી હતી.

આ પણ ખાસ વાંચો:

LEO Trailer : લિયોનું એક્શન પેક્ડ ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું

Earthquake Alert On Mobile : ગુગલ દ્વારા ખાસ સર્વિસ લોન્ચ કરવામાં આવી, હવે ભૂકંપ આવે તે અગાઉ તમારા સ્માર્ટફોન પર મળી જશે ચેતવણી

અન્ય એક મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાનને ધર્મશાલા ખાતે છ વિકેટે પરાજય આપ્યો હતો અફઘાનિસ્તાનની ટીમ માત્ર 37.2 ઓવરમાં 156 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમ તરફથી ગુરબાઝે સૌથી વધુ 47 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશ તરફથી શાકિબ અને મેહીદીએ ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી.

ભારતીય ટીમે હાલમાં જ ઓસ્ટ્રેલિયાને વનડે શ્રેણીમાં હરાવ્યું છે. આવી સ્થિતિમાં ભારતીય ખેલાડીઓનું મનોબળ કાંગારુઓ કરતા વધુ મજબૂત રહેશે. હાલમાં, ભારતીય ટીમ ICC રેન્કિંગમાં નંબર-1 ODI ક્રિકેટ ટીમ પણ છે, આ પરિબળ પણ તેને જીતની મજબૂત આશા આપી રહ્યું છે. ફરીથી, આ મેચ ચેપોકમાં છે, જ્યાં વિદેશી ટીમો માટે મેચ જીતવી ક્યારેય આસાન રહી નથી. એકંદરે ભારતીય ટીમ 12 વર્ષ બાદ ચેમ્પિયન બનવાની ઝુંબેશ શરૂ કરવા માટે તૈયાર છે.

World Cup 2023 : IND Vs AUS Live Streaming
World Cup 2023 : IND Vs AUS Live Streaming

ટીમ ઈન્ડિયા (સંભવિત પ્લેઈંગ-11): રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ/ઈશાન કિશન, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, આર અશ્વિન, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ.

ઓસ્ટ્રેલિયાની પ્લેઇંગ-11 કેવી હશે?

માર્કસ સ્ટોઇનિસ સંપૂર્ણ સ્વસ્થ થયો નથી. આવી સ્થિતિમાં તેમના સ્થાને કેમરૂન ગ્રીનને તક મળશે તે લગભગ નિશ્ચિત છે.

ઓસ્ટ્રેલિયા: ડેવિડ વોર્નર, મિશેલ માર્શ, સ્ટીવ સ્મિથ, માર્નસ લાબુશેન, કેમેરોન ગ્રીન, એલેક્સ કેરી, ગ્લેન મેક્સવેલ, મિચેલ સ્ટાર્ક, પેટ કમિન્સ (કેપ્ટન), જોશ હેઝલવુડ, એડમ ઝમ્પા.

ઝડપી અને વિશ્વસનીય સમાચાર માટે અમને ફોલો કરો

વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો

ફેસબુક પર અમને ફોલો કરવા અહીં ક્લિક કરો

ગુગુલ ન્યુઝ પર અમને ફોલો કરવા અહી ક્લિક કરો

Leave a Comment