Raksha Bandhan 2023 Muhurat : રક્ષાબંધન 2023 ભદ્રાના કારણે મુહુર્તમાં અસમંજસ, જાણો રાખડી બાંધવાનું શુભ મુહુર્ત

Raksha Bandhan 2023 Muhurat : શ્રાવણ માસની પૂર્ણિમાના દિવસે ભાઈ-બહેનનો આ તેહવાર એટલે રક્ષાબંધન, હિંદુ ધર્મમાં ભાઈ-બહેન માટે સૌથી પવિત્ર ગણાતો તહેવાર રક્ષાબંધન.

Raksha Bandhan 2023 Muhurat

રક્ષાબંધનનો તહેવાર ભાઈ અને બહેન વચ્ચેના પ્રેમનું પ્રતિક છે. આ વર્ષે રક્ષાબંધનની તારીખ અને શુભ મુહુર્તને લઈને ઘણી મુંજવણ છે. આ સાથે આપણે આજે જાણીશું કે રાખડી બાંધવાનો શુભ સમય ક્યારે અને કેટલો સમય છે.

Raksha Bandhan 2023 Muhurat
Raksha Bandhan 2023 Muhurat

રક્ષાબંધનનો તહેવાર શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે, આ દિવસે બહેનો તેમના ભાઈના કાંડા પર રાખડી બાંધે છે અને તેમની રક્ષા માટે કામના કરે છે. રક્ષાબંધનની આ પરંપરા પ્રાચીન સમયથી ચાલતી આવે છે, અને આ વખતે રક્ષાબંધનની તારીખને લઈને મુંજવણ છે.

રક્ષાબંધન 2023 શુભ મુહુર્ત

તો તમને જણાવી દઈએ કે તારીખ 30 ઓગષ્ટ 2023 ના રોજ રક્ષાબંધન ઉજવાશે. આ દિવસે સમગ્ર દિવસ દરમિયાન ભદ્રા હોવાથી મુહુર્તમાં એટલી અસમંજસ છે કે લોકોને હજુ સુધી ખ્યાલ નથી કે રાખડી ક્યારે બાંધવી, જો કે તમારું આ ટેન્શન દુર કરી દઈશું, જાણો શાસ્ત્ર પ્રમાણે રાખડી બાંધવાનું શુભ મુહુર્ત.

રક્ષાબંધન તારીખ 30 ઓગષ્ટ 2023 ના દિવસે સવારે 10:59 એ શ્રાવણ સુદ પૂનમ શરુ થાય છે. આ દિવસે સમગ્ર દિવસ દરમિયાન ભદ્રા હોવાનું કહેવામાં આવી રહ્યું છે, તેની હકીકત જાણીએ તો કારણ નીકળે છે કે વૃશ્ચિકી ભદ્રાની છેલ્લી ત્રણ ઘડી જ ત્યાજ્ય ગણાય છે, જેથી 30 ઓગષ્ટે સવારે 11 વાગ્યા પછી તમે રક્ષાબંધન ઉજવી શકો છો. આમ પણ કેહવાય છે કે ભાઈ – બહેનના પ્રેમમાં કોઈ મુહુર્ત જોવાનું નથી.

30 ઓગષ્ટ 2023 શુભ મુહુર્ત

  • સવારે 11:05 થી 12:40 PM
  • બપોરે 03:50 થી 05:25
  • સાંજે 05:25 થી 06:59

જો શાસ્ત્ર જ અનુસરવું હોય અને ભદ્રાનું સંપૂર્ણ રીતે પાલન કરતા હોવ તો 30 ઓગષ્ટે રાતે 09:00 વાગ્યા પછી રાખડી બાંધવી તે મુહુર્ત 31 ઓગષ્ટ સવારે 07:30 વાગ્યા સુધીનું છે.

ભદ્રાનો વાસ

જ્યારે ચંદ્ર કર્ક, સિંહ, કુંભ અથવા મીન રાશિમાં હોય છે ત્યારે ભદ્રા પૃથ્વી પર રહે છે. જ્યારે ચંદ્ર મેષ, વૃષભ, મિથુન અથવા વૃશ્ચિક રાશિમાં હોય છે ત્યારે ભદ્રા સ્વર્ગમાં રહે છે. જ્યારે ચંદ્ર કન્યા, તુલા, ધનુ કે મકર રાશિમાં સ્થિત હોય ત્યારે ભદ્રા પાતાળ લોકમાં રહે છે. ભદ્રા જ્યાં રહે છે તે જગતમાં અસરકારક રહે છે. આમ, જ્યારે ચંદ્ર કર્ક, સિંહ, કુંભ અથવા મીન રાશિમાં હોય ત્યારે જ તેની અસર પૃથ્વી પર થશે અન્યથા નહીં.

રાખડી કઈ દિશા તરફ મુખ રાખી બાંધવી?

રાખડી બાંધતી વખતે ભાઈનું મુખ હંમેશા પૂર્વ તરફ અને બહેનનું મુખ પશ્ચિમ કે ઉત્તર તરફ હોવું જોઈએ. ભાઈ કે બહેન બંનેનું મુખ દક્ષિણ તરફ ન હોવું જોઈએ.

Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ/શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતીતક આની પુષ્ટિ કરતું નથી.

આ પણ ખાસ વાંચો:

Netflix Free : Jio ના આ રીચાર્જ પ્લાન સાથે 84 દિવસ સુધી ફ્રી મળશે Netflix

Upcoming IPOs : રૂપિયા તૈયાર રાખજો, આ અઠવાડિયામાં આવી રહ્યા છે ધાકડ આઈપીઓ

Suryayaan : ચંદ્રયાન 3 ની સફળતા બાદ ISRO નું Aditya L1 મિશન, 2જી સપ્ટેમ્બરે સૂર્યયાન લોંચ કરશે

Leave a Comment