Upcoming IPOs : રૂપિયા તૈયાર રાખજો, આ અઠવાડિયામાં આવી રહ્યા છે ધાકડ આઈપીઓ

Upcoming IPOs : આ અઠવાડિયામાં 5 IPO આવી રહ્યા છે, મોનો ફાર્માકેર IPO, રિષભ ઇન્સ્ટ્રુમેન્ટ્સ IPO, સીપીએસ શેપર્સ IPO, બેસિલિક ફ્લાય સ્ટુડિયો IPO, રત્ન્વીર પ્રેસિસીઓન એન્જીન્યરીંગ IPO. આ મુજબ રહેશે પ્રાઈસ બેન્ડ અને લોટ સાઈઝ.

Upcoming IPOs

આગામી સપ્તાહ દરમિયાન રૂ. 6000 કરોડનો IPO આવવાની ધારણા છે. આ દરમિયાન મોટી સંખ્યામાં રોકાણકારો IPO માર્કેટમાં જોડાઈ રહ્યા છે. તેમજ ઘણા સમયથી આવી રહેલા IPO દ્વારા રોકાણકારો ખુશ છે, કારણકે લગભગ દરેક આઈપીઓએ રોકાણકારોને સારો એવો લાભ આપ્યો છે, જેથી રોકાણકારો નવા આઈપીઓ ભરવામાં ઉત્સાહિત જણાય છે.

Upcoming IPOs
Upcoming IPOs

શેરબજારમાં આ મહિને મુખ્ય બોર્ડ અને SME એમ કેટલાક મોટા IPOનું લિસ્ટિંગ જોવા મળ્યું છે. એ જ રીતે, આગામી સપ્તાહ અને નવા મહિના દરમિયાન, ઘણી કંપનીઓ તેમના IPO સાથે આવી રહી છે, જ્યારે ઘણી લિસ્ટેડ થવા જઈ રહી છે. તમે આ કંપનીઓના IPOમાં પૈસા રોકી શકો છો.

મોનો ફર્માંકેર IPO:

મોનો ફર્માંકેર 28 ઓગષ્ટથી 30 ઓગષ્ટ વચ્ચે ખુલવા જઈ રહ્યો છે, જેની પ્રાઈસ 26 થી 28 વચ્ચે રહેશે, લોટ સાઈઝની વાત કરીએ તો 4000 ની રહેશે, જેની એલોટમેન્ટ તારીખ 04 સપ્ટેમ્બર 2023 અને લીસ્ટીંગ તારીખની વાત કરીએ તો 07 સપ્ટેમ્બર 2023 રહેશે. મોનો ફાર્મા કેર લગભગ 55,00,000 ઇક્વિટી શેર વેચાણ માટે ખુલશે.

સીપીએસ શેપર IPO:

સીપીએસ શેપર 29 ઓગષ્ટથી 31 ઓગષ્ટ વચ્ચે અરજી કરી શકશો, જેની પ્રાઈસ બેન્ડ 185 રહેશે, લોટ સાઈઝની વાત કરીએ તો 600 શેર રહેશે, જેની એલોટમેન્ટ તારીખ 05 સપ્ટેમ્બર 2023 રહેશે અને લીસ્ટીંગ તારીખ 08 સપ્ટેમ્બર 2023 રહેશે. સીપીએસ શેપર IPO અંદાજીત 6,00,000 ઇક્વિટી શેર વેચાણ માટે ખુલશે.

રિષભ ઇન્સ્ટ્રુમેન્ટ્સ IPO:

રિષભ ઇન્સ્ટ્રુમેન્ટ્સ IPO માટે 30 ઓગષ્ટથી 01 સપ્ટેમ્બર સુધી અરજી કરી શકશો, જેની પ્રાઈસ બેન્ડ 418 થી 441 રહેશે, લોટ સાઈઝની વાત કરીએ તો 34 રહેશે, જેની એલોટમેન્ટ તારીખ 06 સપ્ટેમ્બર 2023 છે, અને લીસ્ટીંગની તારીખ 11 સપ્ટેમ્બર 2023 છે, રિષભ ઇન્સ્ટ્રુમેન્ટ્સના IPOની કુલ રકમ રૂ. 75 કરોડ છે.

બેસિલિક ફ્લાય સ્ટુડિયો IPO:

બેસિલિક ફ્લાય સ્ટુડિયો IPO માટે 01 સપ્ટેમ્બર 2023 થી 05 સપ્ટેમ્બર 2023 સુધી અરજી કરી શકશો, જેની પ્રાઈસ બેન્ડ 95 થી 97 ની રહેશે, જેની લોટ સાઈઝ 1200 રહેશે, એલોટમેન્ટ તારીખની વાત કરીએ તો 08 સપ્ટેમ્બર રહેશે અને લીસ્ટીંગની તારીખ 13 સપ્ટેમ્બર રહેશે. 68.4 લાખ ઇક્વિટી શેરનો IPO પોસ્ટ ઇશ્યૂ પેઇડ-અપ ઇક્વિટીના 29.43 ટકાનો હિસ્સો ધરાવે છે. આ IPOમાં 62.4 લાખ શેરના નવા ઈશ્યુનો સમાવેશ થાય છે.

રત્ન્વીર પ્રેસિસીઓન IPO:

રત્ન્વીર પ્રેસિસીઓન એન્જીન્યરીંગ IPO લગભગ 04 સપ્ટેમ્બર થી 06 સપ્ટેમ્બર 2023 સુધી અરજી કરી શકાશે અને એલોટમેન્ટ તારીખ 11 સપ્ટેમ્બર 2023 છે અને લીસ્ટીંગ તારીખ 14 સપ્ટેમ્બર છે. તેની અન્ય માહિતી ટુક સમયમાં જાહેર કરવામાં આવશે.

(ડિસ્ક્લેમરઃ અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ગુજ્રરાતીતક કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

આ પણ ખાસ વાંચો:

ઉંમર પ્રમાણે વજન : જાણો ઉંમર પ્રમાણે છોકરા અને છોકરીનું વજન કેટલું હોવું જોઈએ?

જમીનના જુના રેકોર્ડ : હવે તમારી જમીનના વર્ષો જુના રેકોર્ડ મેળવો મોબાઈલમાં ઘેર બેઠા

ચંદ્રયાન 3 Latest Video : ISRO એ લેન્ડર ઈમેજર ઓનબોર્ડ કેમેરા 4 દ્વારા કેપ્ચર કરાયેલ ચંદ્રનો વિડીયો શેર કર્યો

Leave a Comment