Aditya L1 Mission : આદિત્ય L1 બીજી સપ્ટેમ્બરે શ્રીહરિકોટાથી લોન્ચ કરવામાં આવશે

Aditya L1 Mission : 2 સપ્ટેમ્બરે આદિત્ય L1નું લોન્ચિંગ શ્રીહરિકોટાથી સવારે 11.50 કલાકે કરાશે, સૂર્યનો અભ્યાસ કરનાર આ પહેલું ભારતીય મિશન હશે.

Aditya L1 Mission

મિશન ચંદ્રયાન-3ની સફળતા બાદ ઈતિહાસ રચનાર ઈસરોની ટીમ હવે સૂર્ય મિશન આદિત્ય L1 લોન્ચ કરવા જઈ રહ્યું છે. આ માટે ઈસરોએ સત્તાવાર જાહેરાત કરીછે કે આ સૂર્ય મિશનને 2 સપ્ટેમ્બરે લોન્ચ કરવામાં આવશે. ભારતીય સમય અનુસાર સવારે 11.50 વાગ્યે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાથી આ મિશન લોન્ચ કરવામાં આવશે.

સૂર્યનો અભ્યાસ કરનાર આ પહેલું ભારતીય મિશન

ઇસરો દ્વારા સૂર્યના અભ્યાસ માટે મોકલવામાં આવનાર આ પહેલું ભારતીય અવકાશ મિશન હશે. સામાન્ય નાગરિકો પણ લોન્ચિંગ જોવા માટે રજીસ્ટ્રેશન કરાવી શકે છે. ઈસરોએ વ્યુ ગેલેરીમાં બેસીને લોન્ચ જોવા માટે તેની વેબસાઈટ પર રજીસ્ટ્રેશન લિંક પણ બહાર પાડી છે.

સૂર્ય આપણી પૃથ્વીથી લગભગ 150 મિલિયન કિમી દૂર

ઈસરોએ જણાવ્યું કે સૂર્ય આપણી પૃથ્વીથી લગભગ 150 મિલિયન કિમી દૂર છે. જો કે આદિત્ય L1 આ અંતરના માત્ર એક ટકાને જ કવર કરી રહ્યું છે, પરંતુ આટલું અંતર કાપ્યા પછી પણ તે આપણને સૂર્ય વિશે એવી ઘણી માહિતી આપશે, જે પૃથ્વી પરથી જાણવી શક્ય નથી.

સૂર્ય પર રોકેટ મોકલવું ભૌતિક રીતે શક્ય નથી. કારણકે તેનું તાપમાન તેના કેન્દ્રમાં 15 મિલિયન ડિગ્રી અને સપાટી પર 5,500 ડિગ્રી સેલ્સિયસ હોય છે. વધારે પડતાં તાપમાનને લીધે, ત્યાં સતત ન્યુક્લિયર ફ્યુઝન થાય છે. આ પ્રકાશ અને ઊર્જાના રૂપમાં આપણી પૃથ્વી પર પહોંચે છે. સૂર્યની આ બાબતનું નિરીક્ષણ કરવાના મુખ્ય ધ્યેય સાથે ભારતનું પ્રથમ સૂર્ય મિશન શરૂ કરવામાં આવી રહ્યું છે. આ અભિયાનને અવકાશ આધારિત અવલોકન શ્રેણીમાં રાખવામાં આવ્યું છે.

ઓઝોન સ્તરનો અભ્યાસ કરશે આદિત્ય L1 મિશન

આ મિશનથી પ્રાપ્ત માહિતી અન્ય તારાઓ, આકાશગંગા અને ખગોળશાસ્ત્રના ઘણા રહસ્યો અને નિયમોને સમજવામાં મદદ કરશે. આ મિશન હવામાનની ગતિશીલતા, સૂર્યનું તાપમાન, પૃથ્વી પર અલ્ટ્રાવાયોલેટ કિરણોની અસર અને ઓઝોન સ્તરનો અભ્યાસ કરશે.

Aditya L1 Mission
Aditya L1 Mission

વૈજ્ઞાનિકોનું માનવું છે કે, સૂર્યનો અભ્યાસ કરીને હવામાનની આગાહીની સચોટતામાં પણ વધારો થશે. આનાથી એવી સિસ્ટમ બનાવવામાં મદદ મળશે, જેના દ્વારા વાવાઝોડાની જાણકારી તરત જ મળી જશે અને એલર્ટ જારી કરી શકાશે. સોલર અલ્ટ્રાવાયોલેટ ઇમેજિંગ ટેલિસ્કોપ (SUIT), આદિત્ય L1 મિશન માટેનું મુખ્ય સાધન, પુણે સ્થિત ઇન્ટર-યુનિવર્સિટી સેન્ટર ફોર એસ્ટ્રોનોમી એન્ડ એસ્ટ્રોફિઝિક્સ (IUCAA) દ્વારા વિકસાવવામાં આવ્યું છે.

આ પણ ખાસ વાંચો:

Raksha Bandhan 2023 Muhurat : રક્ષાબંધન 2023 ભદ્રાના કારણે મુહુર્તમાં અસમંજસ, જાણો રાખડી બાંધવાનું શુભ મુહુર્ત

Suryayaan : ચંદ્રયાન 3 ની સફળતા બાદ ISRO નું Aditya L1 મિશન, 2જી સપ્ટેમ્બરે સૂર્યયાન લોંચ કરશે

Aditya L1 : ISRO નું પ્રથમ સૂર્ય મિશન “સૂર્યયાન” આદિત્ય L1, શ્રીહરિકોટા પહોચ્યું સેટેલાઈટ

Upcoming IPOs : રૂપિયા તૈયાર રાખજો, આ અઠવાડિયામાં આવી રહ્યા છે ધાકડ આઈપીઓ

Leave a Comment