પીએમ સૂર્યોદય યોજના: પીએમ સૂર્યોદય યોજના માટે કઈ રીતે એપ્લાય કરશો?

પીએમ સૂર્યોદય યોજના: આ યોજનાનો ઉદ્દેશ્ય ઊર્જા ક્ષેત્રે ભારતને આત્મનિર્ભર બનાવવાની સાથે ગરીબ અને મધ્યમ વર્ગના વીજ બિલમાં ઘટાડો કરવાનો છે.

પીએમએ મોટી સંખ્યામાં રૂફટોપ સોલાર અપનાવવા માટે રહેણાંક વિસ્તારના ગ્રાહકોને એકત્રિત કરવા માટે એક વિશાળ રાષ્ટ્રીય અભિયાન શરૂ કરવાનો નિર્દેશ આપ્યો. પ્રધાનમંત્રીએ 1 કરોડ ઘરો પર રૂફટોપ સોલર લગાવવાના લક્ષ્ય સાથે “પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના” શરૂ કરવા માટે એક બેઠકની અધ્યક્ષતા કરી.

પીએમ સૂર્યોદય યોજના

પ્રધાનમંત્રી સૂર્યોદય યોજનાનો ઉદ્દેશ્ય ઓછી અને મધ્યમ આવક ધરાવતા વ્યક્તિઓને સોલર રૂફટોપ ઇન્સ્ટોલેશન દ્વારા વીજળી પૂરી પાડવાની સાથે વધારાની વીજળી ઉત્પાદન માટે વધારાની આવકની ઓફર કરવાનો છે.

પીએમ સૂર્યોદય રૂફટોપ સોલર – હવે દેશભરમાં પીએમ સૂર્યોદય યોજના હેઠળ એક કરોડ સોલાર પેનલ લગાવવામાં આવશે.આ સોલાર પેનલ રૂફટોપ સિસ્ટમ દ્વારા લગાવવામાં આવશે એટલે કે ઘરનું વીજળીનું બિલ ઓછું થશે અને પાવર ફેલ થવાના કિસ્સામાં એટલે કે ઈમરજન્સી સમયે પણ સૌર ઉર્જાથી વીજ સપ્લાય યથાવત રહેશે. આથી હવે સૌર ઉર્જા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે, જેનાથી ઘરેલું વીજ બિલ અને વીજ પુરવઠાની સમસ્યા દૂર થશે.

પીએમ સૂર્યોદય યોજના કેટલો ખર્ચ પડશે

પીએમ સૂર્યોદય યોજના હેઠળ તમારા ઘરની છત પર સોલર રૂફટોપ પેનલ લગાવતા પહેલાં સત્તાવાર પોર્ટલના હોમ પેજ પર કેલ્ક્યુલેટર વિકલ્પ પર ક્લિક કરીને તમામ વિગતો ભરીને તમને કેટલો ખર્ચ પડશે તે ચેક કરો અને પછી આ યોજના માટે અરજી કરો. તમને કેટલો લાભ મળશે. વીજળીનો ખર્ચ જે પહેલા આવતો હતો તેમાં શું રાહત મળશે? તમે જાતે જ ઓનલાઈન જાણી જશો કે તમને કેટલો ખર્ચ પડશે અને કેટલી રાહત થશે ત્યારબાદ આ યોજના હેઠળ અરજી કરીને તમે તમારા ઘરની છત પર રૂફટોપ સિસ્ટમ ઇન્સ્ટોલ કરી શકો છો, સત્તાવાર પોર્ટલની લિંક નીચે આપેલ છે.

પીએમ સૂર્યોદય યોજના સબસિડી આપવામાં આવશે

પીએમ સૂર્યોદય યોજના હેઠળ સરકાર દ્વારા રૂફટોપ સોલાર સિસ્ટમ લગાવવા પર સબસિડી આપવામાં આવશે, ઘરની છત પર સોલાર પેનલ લગાવવાથી વીજળીનું બિલ ઘટશે અને સોલાર એનર્જીથી વીજ ઉત્પાદન થશે. તમારે ફક્ત એકવાર ખર્ચ કરવો પડશે અને ભવિષ્યમાં અજવાળામાં વિતશે. આ યોજનાથી વીજળી બીલના ખર્ચમાં ઘટાડો થશે.

આ પણ ખાસ વાંચો:

kuvarbai Nu Mameru Yojana: કુંવરબાઈનું મામેરું યોજના 2024

Abha Card Download Here: આભા કાર્ડ શું છે? આભા કાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવું?

ખેડૂતો માટે ખુશખબર ! આ દિવસે PM કિસાનનો 16મો હપ્તો આવી શકે, જાણો અહી વિગતો

પીએમ સૂર્યોદય યોજના માટે જરૂરી દસ્તાવેજો

  1. આધાર કાર્ડ
  2. આવક પ્રમાણપત્ર
  3. બેંક પાસબુક
  4. પાસપોર્ટ સાઈઝનો ફોટો
  5. મોબાઈલ નંબર
  6. વીજળી બિલ
  7. રેશન કાર્ડ
  8. સરનામાનો પુરાવો

પીએમ સૂર્યોદય યોજનાની પાત્રતા

  • આ યોજનાનો લાભ મેળવવા માટે, અરજદારનું ભારતનો સ્થિર નાગરિક હોવું જરૂરી છે
  • અરજદારની વાર્ષિક આવક રૂ. 1 કે 1.5 લાખથી વધુ ન હોવી જોઈએ.
  • સોલાર પેનલ ઇન્સ્ટોલ અરજદારના ઘરની છત પર સોલાર પેનલ લગાવવા માટે જગ્યા હોવી જોઈએ.
  • અરજદાર કોઈપણ સરકારી સેવા સાથે સંકળાયેલો ન હોવો જોઈએ.
  • અરજી કરતી વખતે અરજદારના તમામ દસ્તાવેજો અસલ હોવા જોઇએ.

પીએમ સૂર્યોદય યોજના માટે કેવી રીતે અરજી કરશો?

  • પીએમ સૂર્યોદય યોજના માટે કેન્દ્ર સરકારના અધિકૃત પોર્ટલ પર જાઓ.
  • જેની લિંક https://solarrooftop.gov.in/ છે.
  • અહીં તમને સોલર રૂફટોપ યોજના માટે અરજી કરવાનો વિકલ્પ મળશે.
  • હવે તમારું રાજ્ય અને જિલ્લો પસંદ કરો અને બાકીની માહિતી દાખલ કરો.
  • જેથી હવે આગળ અરજી વિકલ્પ પર ક્લિક કરો અને સમગ્ર માહિતીને વિગતવાર ભરો.
  • આ પછી તમે વીજળી બિલ નંબર ભરો.
  • વીજળીના ખર્ચની માહિતી ભરો અને મૂળભૂત માહિતી ભર્યા પછી, સૌર પેનલની વિગતો દાખલ કરો.
  • હવે તમારી છતનો વિસ્તાર માપો અને તેની વિગતો ભરો.
  • તમારે છતના ક્ષેત્રફળ અનુસાર સોલાર પેનલ પસંદ કરીને લગાવવાની રહેશે.
  • આ ઉપરાંત સોલાર પેનલ્સ ઇન્સ્ટોલ કરતાં પહેલાં કેટલો ખર્ચ થશે તે પણ અહીંથી જાણી શકાય છે.
  • સરકાર સોલર પેનલ લગાવવા પર જ સબસિડી આપે છે માટે જે લોકો એપ્લાય કરશે તેમને ત્યાં સોલાર પેનલ લાગ્યા બાદ સબસિડી મળશે.

યાદ રાખો કે હંમેશા ઘરની છતની માપણી કરીને ફોર્મ ભરો, ઘરની છતના ક્ષેત્રફળ મુજબ સોલાર પેનલ લગાવો. આમ કરવા માટે ફોર્મમાં મૂળભૂત માહિતી ભરો અને ફોર્મ સબમિટ કરો. ફોર્મ સબમિટ કર્યા પછી તમારા ઘરની છત પર સોલાર સિસ્ટમ લગાવવામાં આવશે. આ માટેનો ખર્ચ લાભાર્થી પાસેથી વસૂલવામાં આવશે અને સરકાર દ્વારા સબસિડી આપવામાં આવશે. એકવાર રુફટોપ સોલાર પેનલ લાગી એટલે લાભાર્થીને દર મહિના આવતા વીજળીના બીલમાં મોટી રાહત મળશે.

ઝડપી અને વિશ્વસનીય સમાચાર માટે અમને ફોલો કરો

વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો

ફેસબુક પર અમને ફોલો કરવા અહીં ક્લિક કરો

ગુગુલ ન્યુઝ પર અમને ફોલો કરવા અહી ક્લિક કરો

Leave a Comment