Pm Kisan 16th Installment Date 2024: ખેડૂતો માટે ખુશખબર ! આ દિવસે PM કિસાનનો 16મો હપ્તો આવી શકે, જાણો અહી વિગતો

ખેડૂતો માટે ખુશખબર ! આ દિવસે PM કિસાનનો 16મો હપ્તો આવી શકે ખાતામાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નવેમ્બર મહિનામાં 80 મિલિયનથી વધુ ખેડૂતોને રૂ. 18,000 કરોડથી વધુની યોજનાનો 15મો હપ્તો જાહેર કર્યો હતો. આ પહેલા સરકારે ખેડૂતોને 14 હપ્તામાં 2.62 લાખ કરોડ રૂપિયાથી વધુની ચૂકવણી કરી છે.

PM કિસાનનો 16મો હપ્તો

Pm Kisan 16th Installment Date 2024: કેન્દ્ર સરકાર દ્વારા ચાલતી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ખેડૂતો માટે ફાયદાકારક યોજના છે. આ યોજના અંતર્ગત દેશના ખેડૂતો ને રૂ.2000 નો એક એવા વર્ષના 3 હપ્તામા દર વર્ષે રૂ.6000 ની સહાય આપવામા આવે છે. જેમાં આ યોજના હેઠળ 15 હપ્તાની જાહેરાત થઈ ગઈ છે. હવે 16મા હપ્તાની રાહ જોવાઇ રહી છે. તો ચાલો જાણીએ પીએમ કિસાન 16 મો હપ્તો ક્યારે જમા થશે.

દેશભરના ખેડૂતો માટે મોટા સમાચાર છે. સરકાર ફેબ્રુઆરી 2024 થી માર્ચ 2024 વચ્ચે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં 16મો હપ્તો પડશેની શક્યતાઓ છે. જો કે સરકાર દ્વારા આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. સરકારે 15 નવેમ્બર 2023ના રોજ યોજનાનો 15મો હપ્તો જાહેર કર્યો હતો.

યોજનાનું નામપ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ
શરૂઆત2019
હપ્તોપીએમ કિસાન 16 મો હપ્તો
સહાયવાર્ષિક 6000/- રૂપિયાની સહાય મળે
સત્તાવાર વેબસાઇટpmkisan.gov.in

આ પણ ખાસ વાંચો:

Birth Certificate: જન્મ પ્રમાણપત્ર ડાઉનલોડ કરો ઓનલાઈન @eolakh.gujarat.gov.in

તમારા કામ નું: કોલર નેમ એનાઉન્સર એપ્સ

Jio ના સૌથી સસ્તા રીચાર્જ પ્લાન: ઓછા ખર્ચમાં મેળવો વધુ લાભ

પીએમ કિસાનનો 16મો હપ્તો: પીએમ કિસાન યોજનામાં કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. કેન્દ્ર સરકારે દેશના ખેડૂતો માટે 2019 થી શરૂ થયેલા આ યોજનામા અત્યાર સુધીમા કુલ 15 હપ્તાની રકમ ખેડૂતોના ખાતામા જમા કરવામા આવી છે. જેમા 80 લાખ જેટલા ખેડૂતોના ખાતામા રૂ.18000 કરોડથી વધુની રકમ દરેક હપ્તામા DBT ના માધ્યમથી સીધી ખેડૂતોના બેંકખાતામા જમા કરવામા આવી રહી છે.

PM કિસાનનો 16મો હપ્તો ક્યારે આવશે?

પીએમ કિસાનનો 16મો હપ્તો જાન્યુઆરી-ફેબ્રુઆરી 2024માં આવવાનો છે. જો કે તેની તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી. PM નરેન્દ્ર મોદી ખેડૂતોના ખાતામાં 16મા હપ્તાના પૈસા જમા કરાવશે. 13 કરોડથી વધુ ખેડૂત પરિવારો તેનો લાભ લઈ શકે છે. જો કે, આ પહેલા માત્ર eKYC નિયમો અને અન્ય ધોરણોને પૂર્ણ કરનારાઓને જ પૈસા મળશે.

ઈ-કેવાયસી શું છે?

ઈ-કેવાયસી એટલે ખેડૂતના આધારકાર્ડ અને મોબાઈલ નંબર સાથે લીંક કરવાની એક પ્રક્રિયા છે. જો ખેડૂતના બેંક એકાઉન્ટના સાથે આધારકાર્ડ લીંક ન હોય તો તેમણે બેંકમાં રૂબરૂ જઈને પોતાના બેંક એકાઉન્ટ સાથે આધારકાર્ડ અને મોબાઈલ નંબર લીંક કરવો ફરજીયાત છે. ઈ-કેવાયસી કરાવવા માટે આધારકાર્ડ મોબાઈલ નંબર સાથે લીંક હોવું જરૂરી છે. જો તેમ ન હોય તો ખેડૂતે પહેલા તાત્કાલિક આધારકાર્ડ સાથે મોબાઈલ નંબર લીંક કરાવવો પડશે. એ પછી બેંક ખાતા સાથે લીંક કરાવી શકાશે.

ખેડૂતોએ આધારકાર્ડ અને મોબાઈલ નંબર લીંક કરવા ક્યાં જવું?

ખેડૂતોએ આધારકાર્ડ અને મોબાઈલ નંબરને લીંક કરાવવા પોતાના ઘર નજીકના કોમન સર્વિસ સેન્ટર, સેવા સદન ખાતેની મામલતદાર કચેરી, ઈ-ગ્રામ સેન્ટર અથવા સરકાર તરફથી નિમાયેલ બેંકમાં લીંક પ્રક્રિયા કરાવી શકશે.

પીએમ કિસાન યોજના લાભાર્થીની યાદીમાં નામ કેવી રીતે ચેક કરવું? (PM Kisan Yojana Beneficiary List)

પીએમ કિસાન યોજના માટે લાભાર્થીઓનું લિસ્ટ જોવા માટે નીચેના સ્ટેપ ફોલો કરો

  • સૌપ્રથમ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની સત્તાવાર વેબસાઇટ પર જાઓ. pmkisan.gov.in
  • ત્યારપછી આ વેબસાઇટમા ફાર્મર્સ કોર્નરમા આપવામા આવેલ Benificiary List વિકલ્પ પર ક્લિક કરો
  • ત્યારપછી તમારા રાજ્ય, જિલ્લા, તાલુતા અને ગામનું નામ પસંદ કરો.
  • તમને તમારા આખા ગામનુ પીએમ કિસાન યોજના ના લાભાર્થીઓનુ લીસ્ટ જોવા મળશે.

પીએમ કિસાન યોજના માટે કેવી રીતે અરજી કરવી? (PM Kisan New Farmer Registration)

જો તમે પીએમ કિસાન યોજનાનો લાભ મેળવવા માંગતા હો, તો નીચેના સ્ટેપ ફોલો કરો.

  • સૌપ્રથમ પીએમ કિસાન યોજના માટેની સત્તાવાર વેબસાઇટ pmkisan.gov.in ઓપન કરવાની રહેશે.
  • આ વેબસાઇટ પર આપેલ New Farmer Registration વિકલ્પ પર ક્લિક કરો. આગળ તમારો આધાર અને કેપ્ચા કોડ દાખલ કરો.
  • પછી તમારી જમીન શહેરી હોય કે ગ્રામીણ વિસ્તારમાં, આ વિકલ્પ પસંદ કરો. આગળ તમારો આધાર નંબર અને મોબાઈલ નંબર દાખલ કરો.
  • ત્યારબાદ માંગવામા આવેલી જરૂરી વિગતો સબમીટ કરો.
  • KYC પ્રક્રિયા પૂર્ણ થયા પછી, તમારે તમારી જમીન સંબંધિત દસ્તાવેજો પણ અપલોડ કરવા પડશે. આ રીતે યોજનાની નોંધણીની પ્રક્રિયા પૂર્ણ થશે.
  • ત્યારબાદ રજીસ્ટ્રેશન પ્રોસેસ પૂર્ણ કરી આ ફોર્મ અને જરૂરી ડોકયુમેન્ટ સાથે તમારા ગામના તલાટી મંત્રીને સબમીટ કરો.

ઝડપી અને વિશ્વસનીય સમાચાર માટે અમને ફોલો કરો

વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો

ફેસબુક પર અમને ફોલો કરવા અહીં ક્લિક કરો

ગુગુલ ન્યુઝ પર અમને ફોલો કરવા અહી ક્લિક કરો

Leave a Comment