kuvarbai Nu Mameru Yojana: કુંવરબાઈનું મામેરું યોજના 2024

kuvarbai Nu Mameru Yojana: કુંવરબાઈનું મામેરું યોજના 2024 એ ગુજરાત સરકાર ના સમાજ કલ્યાણ શાખા હેઠળ ચાલતી યોજના છે. કન્યાના લગ્ન સમયે સરકાર દ્વારા 12,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. સહાય કન્યાનાઓને DBT દ્વારા સીધા એમના બેંક ખાતામાં ચૂકવાય છે. રાજ્યમાં ગરીબ પરિવારોની દિકરીઓના કલ્યાણ માટે અને આર્થિક રીતે મદદરૂપ થવાના ઉદ્દેશ માટે “કુંવરબાઈનું મામેરું યોજના” ઘણા સમયથી ચાલી રહી છે.

કુંવરબાઈનું મામેરું યોજના 2024: પહેલા આ યોજનાને મંગળસૂત્ર યોજના તરીકે ઓળખવામાં આવતી. આ યોજનામાં પહેલા રૂ.10,000 સહાય આપવામાં આવતી. હવે તેને વધારી ને રૂ.12,000 કરી દેવામાં આવ્યા છે. આજે અમે આ લેખમાં તમને જણાવીશું કે કુંવરબાઈનું મામેરુ યોજનાની અરજી કેવી રીતે કરવી. અને કુંવરબાઈનું મામેરું યોજના ફોર્મ વિષે માહિતી જાણીશું. જેથી ગુજરાતની તમામ દિકરીઓ આ યોજનાનો લાભ મેળવી શકે છે.

kuvarbai Nu Mameru Yojana Details In Gujarati

યોજનાનું નામકુંવરબાઈનું મામેરું યોજના
રાજ્યગુજરાત
હેતુરાજ્યમાં જરૂરિયાતમંદ દીકરીઓને લગ્ન બાદ નાણાંકીય આપવામાં આવે છે.
કોને લાભ મળેગુજરાતની દીકરીઓને
સહાયજો દીકરીના લગ્ન તારીખ 01/04/2021 પહેલાં થયેલા હોઈ તો 10,000/- રૂપિયાની સહાય અને પછી થયેલા હોય તો 12,000/- રૂપિયા
સત્તાવાર વેબસાઇટesamajkalyan.gujarat.gov.in

કુંવરબાઈનું મામેરું યોજનાનો હેતુ

ગુજરાત રાજ્યમાં ગરીબ પરિવારોની દિકરીઓના કલ્યાણ માટે અને આર્થિક રીતે મદદરૂપ થવાના ઉદ્દેશ સાથે “કુંવરબાઈનું મામેરું યોજના” શરુ કરવાંમાં આવી છે. અનુસૂચિત જાતિની અને જનજાતિ ની ગરીબ વર્ગ ની કન્યાના લગ્ન થયા પછી તેને નાણાકીય સહાય આપવા માટે આ યોજના ઘણા સમયથી શરૂ છે.

કુંવરબાઈનું મામેરું યોજનામાં મળવાપાત્ર સહાય

ગુજરાત રાજ્યની આર્થિક રીતે નબળા પરિવારની દીકરી લગ્ન કરે તો ગુજરાત સરકાર દ્વારા દીકરીના બેંક ખાતામાં સીધા DBT (Direct Benefit Transfer) મારફતે 12,000/- રૂપિયા સહાય ચૂકવવામાં આવતા આવે છે. કુંવરબાઈનું મામેરું યોજનામાં પેહેલા 10,000/- રૂપિયાની સહાય આપવામાં આવતી જેમાં સુધારો કરી 12,000/- રૂપિયાની સહાય આપવામાં આવે છે.

આ પણ ખાસ વાંચો:

Abha Card Download Here: આભા કાર્ડ શું છે? આભા કાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવું?

Birth Certificate: જન્મ પ્રમાણપત્ર ડાઉનલોડ કરો ઓનલાઈન @eolakh.gujarat.gov.in

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના : PMGKY યોજના વધુ 5 વર્ષ માટે લંબાવામાં આવી

કુંવરબાઈનું મામેરું યોજના માટેની પાત્રતા અને માપદંડ

કુંવરબાઇ નું મામેરું યોજનાનો લાભ મેળવવા માટે નીચેના માપદંડો વિશે જાણવું જરૂરી છે.

  • લાભાર્થી ગુજરાતનો રહેવાસી હોવો જોઈએ.
  • લગ્ન સમયે મહિલાની ઉંમર 18 વર્ષ અને પુરુષની ઉંમર 21 વર્ષ હોવી જોઈએ.
  • લગ્નના 2 વર્ષની સમયમર્યાદામાં અરજી કરવાની રહેશે.
  • અરજી કરનાર સમાજના આર્થિક રીતે નબળા વર્ગ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, અન્ય પછાત વર્ગ અથવા આર્થિક રીતે પછાત વર્ગનો હોવો જોઈએ.
  • કુંટુંબની બે કન્યાના લગ્ન પ્રસંગ સુધી જ આ યોજનાનો લાભ મળવાપાત્ર છે.
  • જો કોઈ મહિલાના બીજી વાર લગ્ન થાય તો તે લાભ લઈ શકશે નહિ.
  • કુંવરબાઈ યોજનામાં વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તારમાં 120,000/- અને શહેરી વિસ્તારમાં 1,50,000/- નક્કી થયેલ છે. કન્યાના પિતાની આ મુજબ આવક મર્યાદા હોય તો આ યોજનાનો લાભ મળે.

કુંવરબાઈનું મામેરું યોજના ડોક્યુમેન્ટ લિસ્ટ (Kuvarbai Nu Mameru Document List)

  • કન્યાનું આધાર કાર્ડ
  • સક્ષમ અધિકારીશ્રી પાસેથી મેળવેલ કન્યાની જાતિનો દાખલો
  • કન્યાના પિતા/વાલીની વાર્ષિક આવકનો દાખલો
  • લગ્ન નોંધણી પ્રમાણપત્ર
  • બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (કન્યાના નામ પાછળ પિતા/વાલીનું નામ હોય તે)
  • સ્વ-ઘોષણા (Self-Declaration)
  • જો પિતા હયાત ન હોય તો મરણનો દાખલો

કુંવરબાઈનું મામેરું યોજના માટે અરજી કેવી રીતે કરવી? (Apply For Kuvarbai Nu Mameru Yojana)

કુંવરબાઈનું મામેરું યોજના સરકારી યોજના માટે અરજી કરવા તમારે E Samaj Kalyan ની વેબસાઈટ પર જઈ રજીસ્ટ્રેશન કરવામાં રહશે. કેવી રીતે રજીસ્ટ્રેશન કરવું તેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી નીચે આપેલ છે.

  • સૌપ્રથમ esamajkalyan.gujarat.gov.in/ પર તમારે તેમાં રજિસ્ટ્રેશન કરવું પડશે અને id અને Password તમારા ઇમેઇલ આઇડી માં મોકલવામાં આવશે.
  • રજિસ્ટ્રેશન કર્યા પછી એ આઇડી પાસવર્ડ થી તમારે તેમાં લોગીન કરવાનું રહેશે.
  • અને ત્યાર બાદ તમારે કુંવરબાઈ નું મામેરું યોજના પર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યારબાદ તમારે તેમાં બધી વિગતો ભરવાની રહેશે.
  • ત્યાર બાદ ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવામાં રહેશે.
  • એકરાર નામુ ડાઉનલોડ કરી ને તેમાં વિગતો ભરવાની રહેશે અને તેને અપલોડ કરવાનું રહેશે.

કુંવરબાઈનું મામેરું યોજના ફોર્મ (Kuvarbai Nu Mameru Yojana Form Pdf)

ઈ સમાજ કલ્યાણ વિભાગ દ્વારા કુંવરબાઈનું મામેરું યોજનાનું PDF ફોર્મ બહાર પાડવામાં આવેલ છે. તમે કુંવરબાઈ નું મામેરું યોજના ફોર્મ પીડીએફ ના સ્વરૂપ માં ડાઉનલોડ કરી શકો છો. કુંવરબાઈ નું મામેરું યોજના માટે ફોર્મ ડાઉનલોડ કરવા માટે નીચે લિંક આપેલ છે.

કુંવરબાઈનું મામેરું યોજના Status (Kuvarbai Nu Mameru Yojana Status)

કુંવરબાઈનું મામેરું યોજનાની ઓનલાઈન અરજી કરેલ હોય તો તે Application Status જાણી શકે છે. અરજદારો ઘરે બેઠા E Samaj Kalyan ની વેબસાઈટ પરથી Application Status જાણી શકે છે.

મહત્વપૂર્ણ લિંક
કુંવરબાઈનું મામેરું યોજના pdf ફોર્મઅહીંથી ડાઉનલોડ કરો
સત્તાવાર વેબસાઇટઅહીંથી વિઝીટ કરો

ઝડપી અને વિશ્વસનીય સમાચાર માટે અમને ફોલો કરો

વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો

ફેસબુક પર અમને ફોલો કરવા અહીં ક્લિક કરો

ગુગુલ ન્યુઝ પર અમને ફોલો કરવા અહી ક્લિક કરો

Leave a Comment