Abha Card Download Here: આભા કાર્ડ શું છે? આભા કાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવું?

Abha Card Download: ડૉક્ટરની મુલાકાત લેતી વખતે તમારા અગાઉના તમામ તબીબી અહેવાલો તમારી સાથે રાખવા ખૂબ જ મુશ્કેલ છે. જો તમે તમારી બધી તબીબી માહિતી ડિજિટલ રીતે એકત્રિત કરો તો શું તે વધુ સરળ રહેશે નહીં? આને ધ્યાનમાં રાખીને ભારત સરકારે લોકોની સુવિધા માટે ‘આભા કાર્ડ’ લોન્ચ કર્યું છે.

શું હોય છે આ આભા કાર્ડ? કેવી રીતે મળે છે, તેનો શું ફાયદો છે, અને કઈ રીતે તેની અરજી કરી શકાય છે. આવો તેના વિશે વિગતે માહિતી જાણીએ.

Abha Card Download Here

યોજનાનું નામઆયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ (આભા હેલ્થ કાર્ડ)
વિભાગઆરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
જરૂરી ડોક્યુમેંટ્સઆધાર કાર્ડ/ ડ્રાઈવિંગ લાઇસન્સ/પાનકાર્ડ
સત્તાવાર વેબસાઇટhealthid.ndhm.gov.in

ભારતમાં અલગ-અલગ યોજનાઓને લઈને અલગ- અલગ કાર્ડ બનાવવામાં આવે છે. જેવા કે સ્વાસ્થ્ય યોજના માટે આયુષ્માન ભારત કાર્ડની યોજના છે. હાલ ભારતમાં આભા કાર્ડને લઈને ખૂબ ચર્ચાઓ થઈ રહી છે. શું છે આ આભા કાર્ડના ફાયદા અને તે કેવી રીતે મળે છે.

આભા કાર્ડનું નામ સાથે તેનું આખું નામ છે, આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ. આ કાર્ડ આયુષ્માન ભારત ડિજિટલ મિશન તરીકે લોન્ચ કરવામાં આવ્યું છે. એટલે કે આ એક રીતે હેલ્થ કાર્ડ છે. 2021 માં શરૂ કરાયેલ, આભા કાર્ડ ભારતીય નાગરિકોને એક ડિજિટલ ID પ્રદાન કરે છે જેમાં 14 અંકનો ઓળખ નંબર હોય છે. આ હેલ્થ આઈડી તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર અથવા આધાર કાર્ડનો ઉપયોગ કરીને જનરેટ કરી શકાય છે. તેમાં દરેક હોસ્પિટલ, ક્લિનિક, સારવારના તમારા મેડિકલ રેકોર્ડ્સ તેમજ તમારા સ્વાસ્થ્ય વીમા અને દાવાઓની વિગતો હોય છે.

આભા કાર્ડમાં 14 ડિઝિટનો નંબર હોય છે. આ એક રીતે એક ઓળખપત્ર તરીકેનું કામ કરે છે, એટલે કે આ કાર્ડથી નંબરથી તમે આયુષ્યમાન ભારત યોજના હેઠળ સુવિધાઓ લઈ શકશે.

આ પણ ખાસ વાંચો :

Gujarat’s Best Hill Station : આ રહ્યા ગુજરાતના હિલ સ્ટેશન

તમારા કામ નું: કોલર નેમ એનાઉન્સર એપ્સ

Jio ના સૌથી સસ્તા રીચાર્જ પ્લાન: ઓછા ખર્ચમાં મેળવો વધુ લાભ

આ કાર્ડ દ્વારા તમે તમારા આરોગ્ય અંગેની પુરી જાણકારી એક જ જગ્યાએથી મેળવી શકશો અને તમારો મેડિકલ રેકોર્ડ પણ એક જગ્યા પર જ વ્યવસ્થિત રીતે સાચવી શકશો. સાથે સાથે તેના દ્વારા હોસ્પિટલો અને ડોક્ટરો વિશે માહિતી મેળવી શકશો.

આભા કાર્ડ ના ફાયદા (Abha card benefits)

 • આ કાર્ડમાં આયુષ્માન સારવાર હેઠળ મળતી વિવિધ સુવિધાઓ પણ માન્ય છે જેમ કે યોગ આયુર્વેદ નેચરલ થેરાપી ઉપયોગથી યુનાની સારવારનો પણ સમાવેશ થાય છે.
 • આભા કાર્ડ સંપૂર્ણ ખાનગી કાર્ડ રહેશે. વ્યક્તિ પોતાની ઈચ્છા વગર બીજા કોઈને માહિતી આપી શકશે નહીં.
 • આ કાર્ડ ની મદદથી વ્યક્તિ પોતાની તબીબી માહિતી જેમકે ડોક્ટરના રિપોર્ટ નિદાન દવા વગેરેની માહિતી સરળતાથી મેળવી શકશે.
 • આભા કાર્ડના માધ્યમથી વ્યક્તિ પોતાની તબીબી માહિતી ડિજિટલ સ્વરૂપે સેવ કરી શકશે તેમજ આ માહિતીનો ઉપયોગ દ્વારા તેની સારવાર સરળ બનશે.
 • આ કાર્ડ માં ભૂતકાળની બીમારીની તમામ માહિતી ઉપલબ્ધ હોવાથી તાત્કાલિક સારવાર ઝડપથી શરૂ થઈ શકશે જેનાથી વ્યક્તિનું જીવન બચી શકશે તેમજ સારવારમાં આવતી વિલંમ દૂર થશે.
 • Abha Health ID દ્વારા વ્યક્તિ પોતાની તબીબી વિગત ડોક્ટર સાથે શેર કરી ડોક્ટર ને અભિપ્રાય મેળવી સારવાર મેળવી શકશે.
 • આભાકાર્ડ દ્વારા તબીબી સમય વીમા કંપનીઓ પાસેથી ચુકવવામાં આવે વિમાની રકમનો પણ રેકોર્ડ ઉપલબ્ધ રહેશે.
 • દેશના તમામ રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશો ને આવા કાર્ડ હેઠળ આવરી લેવામાં આવ્યા છે.

આભા કાર્ડ માટે જરૂરી ડોક્યુમેંટ્સ

 • મોબાઇલ ફોન નંબર
 • આધાર કાર્ડ નંબર
 • પાન નંબર અને
 • ડ્રાઇવિંગ લાયસન્સ પરનો નંબર (માત્ર નોંધણી નંબર જનરેટ કરવા માટે)

આભા કાર્ડ કેવી રીતે બનાવશો ?

 • સૌપ્રથમ આભાની સત્તવાર વેબસાઇટ https://ndhm.gov.in/ પર જવું પડશે.
 • વેબસાઈટ ઓપન થયા બાદ હોમપેજ પર Create ABHA Number વિકલ્પ જોવા મળશે. તેના પર ક્લિક કરો.
 • ત્યાર બાદ તમને 2 વિકલ્પ જોવા મળશે. 1 Using Aadhaar 2. Using Driving Licence તેમાંથી તમે જે ડોક્યુમન્ટસના આધારે આભા કાર્ડ બનાવવા માગતા હોય તેના પર ક્લિક કરો.
 • હવે માગ્યા મુજબની માહિતી ભરો. ત્યાર બાદ તમારું આભા કાર્ડ તૈયાર થશે.

આભા કાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવું ? (Abha card download online)

 • તમારે આભ કાર્ડ ઓનલાઇન ડાઉનલોડ કરવા માટે સૌપ્રથમ Google Search માં https://healthid.ndhm.gov.in/ ઓપન કરો.
 • ત્યારબાદ તમારે ત્યાં લોગીન કરવાનું રહેશે. આભા કાર્ડ નંબર અને જન્મ તારીખ નાખવાની રહેશે. અથવા તમે મોબાઈલ નંબર દ્વારા પણ લોગીન કરી શકો છો.
 • ત્યારબાદ તમારા ઓટીપી માટે કોઈ એક ઓપ્શન સિલેકટ કરવાનું રહેશે અને ઓટીપી આવે તે તમારે નાખવાનું રહેશે.
 • જે પણ આભા કાર્ડ ડાઉનલોડ કરવું છે તે આભા કાર્ડ ઉપર તમે ક્લિક કરી શકો છો અને ડાઉનલોડનું ઓપ્શન જોવા મળશે.

ઝડપી અને વિશ્વસનીય સમાચાર માટે અમને ફોલો કરો

વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો

ફેસબુક પર અમને ફોલો કરવા અહીં ક્લિક કરો

ગુગુલ ન્યુઝ પર અમને ફોલો કરવા અહી ક્લિક કરો

1 thought on “Abha Card Download Here: આભા કાર્ડ શું છે? આભા કાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવું?”

Leave a Comment

અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો