પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના : PMGKY યોજના વધુ 5 વર્ષ માટે લંબાવામાં આવી

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના : પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKY યોજના) ને આગામી પાંચ વર્ષ સુધી લંબાવવામાં આવશે: PM મોદી

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના

છત્તીસગઢના દુર્ગમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતા તેમણે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKY યોજના) ને લંબાવવાની વાત કહી હતી.

છત્તીસગઢમાં સભાને સંબોધીત કરતા તેમણે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાને આગામી પાંચ વર્ષ સુધી લંબાવવાની જાહેરાત કરી. તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે ગરીબોનું કલ્યાણ સરકારની પ્રાથમિકતા છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે કહ્યું હતું કે, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાને આગામી પાંચ વર્ષ સુધી લંબાવવામાં આવશે. છત્તીસગઢના દુર્ગમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતા તેમણે આ વાત કહી હતી.

આ યોજના હેઠળ દેશભરના લગભગ 80 કરોડ ગરીબોને દર મહિને 5 કિલો મફત અનાજ આપવામાં આવી રહ્યું છે. આ યોજના આ વર્ષે ડિસેમ્બરમાં સમાપ્ત થઈ રહી હતી, જેને આજે વડાપ્રધાને આગામી પાંચ વર્ષ માટે લંબાવવાની જાહેરાત કરી છે.

વધુમાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, કેન્દ્રની ભાજપ સરકારની સૌથી મોટી પ્રાથમિકતા ગરીબ કલ્યાણ છે. તેમણે આરોપ લગાવ્યો કે વિપક્ષી પાર્ટીઓ ગરીબોની વચ્ચે જાતિવાદનું ઝેર ઓકાવીને તેમની એકતા તોડવા માંગે છે.

આ પણ ખાસ વાંચો:

Sardar Unity Trinity Quiz : સમર્થ ભારત, દેશભરમાં સરદાર યુનિટી ટ્રિનિટી ક્વિઝ નું આયોજન

ધનતેરસ 2023 : ભગવાન કુબેરને અર્પણ કરો આ વસ્તુ, ઘરમાં ક્યારેય ધનની અછત સર્જાશે નહિ

10 પાસ ભરતી : ગાંધીનગર હોમગાર્ડ ભરતી 2023 જાહેર, 10 પાસ ઉમેદવાર માટે સોનેરી તક

છત્તીસગઢમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા કરવામાં આવેલી તાજેતરની કાર્યવાહીનો ઉલ્લેખ કરતાં, પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, છત્તીસગઢની કોંગ્રેસ સરકાર અને મુખ્યમંત્રીએ જણાવવું જોઈએ કે દુબઈમાં બેઠેલા મહાદેવ એપ સટ્ટાબાજી કૌભાંડના આરોપીઓ સાથે તેમના સંબંધો શું છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, રાજ્યની કોંગ્રેસ સરકારે છેલ્લા પાંચ વર્ષમાં કરોડો રૂપિયાના કૌભાંડો કર્યા છે અને રાજ્યની જનતા કોંગ્રેસ સરકારના ભ્રષ્ટાચારથી કંટાળી ગઈ છે.

PMGKY યોજના

દરમિયાન કેન્દ્રીય ગૃહ પ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહ શનિવારે શિવપુરી, શ્યોપુર અને ગ્વાલિયર જિલ્લામાં પ્રચાર કરશે. અમિત શાહે પાર્ટીના ઉમેદવારોના સમર્થનમાં 4 જાહેર સભાઓ અને 2 રોડ શો કરશે.

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના

બીજી તરફ કોંગ્રેસે પણ મેગા જનસંપર્ક અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાન અંતર્ગત શનિવારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને કમલનાથ પણ કટંગી અને શાહપુરામાં રેલીઓને સંબોધિત કરશે.

ઝડપી અને વિશ્વસનીય સમાચાર માટે અમને ફોલો કરો

વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો

ફેસબુક પર અમને ફોલો કરવા અહીં ક્લિક કરો

ગુગુલ ન્યુઝ પર અમને ફોલો કરવા અહી ક્લિક કરો

Leave a Comment