ધંધુકા : ચાંપાનેરી પરિવાર દ્વારા શ્રી નવદુર્ગા ભવાની મહોત્સવ સંપન્ન

ધંધુકા : ધંધુકામાં ચાંપાનેરી પરિવાર દ્વારા શ્રી ભવાની મંદિરે યોજાયેલ શ્રી નવદુર્ગા ભવાની મહોત્સવ સંપન્ન, 31 યુગલોએ આહુતિ આપી. જેની સંપૂર્ણ માહિતી ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ દ્વારા ગુજરાતીતકને આપવામાં આવી હતી.

શ્રી નવદુર્ગા ભવાની મહોત્સવ સંપન્ન

અમદાવાદ જિલ્લાના ધંધુકા ખાતેના શ્રી નવદુર્ગા માતાજી મંદિર ખાતે ધંધુકાના સમસ્ત ચાંપાનેરી (સથવારા-દલવાડી) સમાજ દ્વારા ભવ્ય નવચંડી યજ્ઞાનું સફળતા પૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.

ધંધુકા ખાતેના ચાંપાનેરી (સથવારા-દલવાડી) સમાજ દ્વારા શ્રી નવદુર્ગા શ્રી ભવાની મહોત્સવ પ્રસંગે ચાંપાનેરી પરીવારના કુળદેવી મા નવદુર્ગા ભવાનીના સાનિધ્યમાં યોજાયેલ હતો.

આ ભવ્ય નવચંડી યજ્ઞાના આચાર્ય પદે શાસ્ત્રી શ્રી ભાવેશભાઈ આર. મહેતાએ સનાતન સંસ્કૃતીના શ્લોકો સાથે નવચંડી યજ્ઞામાં આહુતિ અપાવી હતી.

આ પણ ખાસ વાંચો:

12th Fail Review : 12મું ફેઈલની સફર તમને રડાવી દેશે, IPS બનવાની પ્રેરણાદાયી કહાની

Cello World IPO : કન્ઝ્યુમર પ્રોડક્ટ કંપની સેલો વર્લ્ડનો આઈપીઓ આજે ખુલ્યો

બેટરી સંચાલિત ત્રિ ચક્રી વાહન યોજના 2023-24 : 48000 સુધીની થ્રી વ્હીલર સહાય યોજના @geda.gujarat.gov.in

આ યજ્ઞમાં ૩૧ યુગલો હવનમાં બેઠા હતા. ધંધુકા ચાંપાનેરી પરિવાર દ્વારા શ્રી ભવાની નવદુર્ગા મહોત્સવને સફળ બનાવવા સમાજના યુવાનો વડીલોએ જહેમત ઉઠાવી સફળ બનાવ્યો હતો. બોટાદ, ભાવનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર સહિત ગુજરાતમાં વસતા ચાંપાનેરી (દલવાડી સથવારા સમાજના લોકોએ વિશાળ સંખ્યામાંહાજરી આપી હતી.

ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ

ઝડપી અને વિશ્વસનીય સમાચાર માટે અમને ફોલો કરો

વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો

ફેસબુક પર અમને ફોલો કરવા અહીં ક્લિક કરો

ગુગુલ ન્યુઝ પર અમને ફોલો કરવા અહી ક્લિક કરો

Leave a Comment