થાઈલેન્ડ વિઝા ફ્રી : ભારતીયો માટે થાઈલેન્ડ જવા માટે વિઝાની જરૂર નહી

ભારતીયો માટે આ દિવાળી પર ખુશીના સમાચાર આવી રહ્યા છે, ભારતીયોને થાઈલેન્ડ (Thailand) જવા માટે વિઝાની જરૂર નહિ પડે. થાઈલેન્ડ વિઝા ફ્રી સરકાર તરફથી મોટી જાહેરાત કરવામાં આવી છે.

ભારતીયો માટે થાઈલેન્ડ વિઝા ફ્રી

Thailand Tour: હવે ભારતથી થાઈલેન્ડ ફરવા જતા ટુરિસ્ટ માટે એક ખુશ ખબર છે. ભારતથી થાઈલેન્ડ જવા માટે વિઝાની જરૂર નહિ પડે. જેમાં થાઈલેન્ડની સરકારે જણાવ્યું છે કે હવે ભારત અને તાઇવાનથી આવનારા ટુરિસ્ટને વિઝા લેવાની જરૂરિયાત નથી. આ છૂટ આવતા મહિનાથી મે 2024 સુધી આપવામાં આવી છે.

Thailand Visa free For Indian

આમ પણ હવે દિવાળી વેકેશન આવી રહ્યું છે જેમાં આ નિર્ણય ટુરિસ્ટ માટે ખુબજ સારો નિર્ણય ગણાશે, પર્યટનની દ્રષ્ટિએ વાત કરીએ તો ભારત થાઈલેન્ડ માટે ચોથું સૌથી મોટું સ્ત્રોત બજાર છે. થાઈલેન્ડના ટોપ-3 બજારોની વાત કરીએ તો તેમાં મલેશિયા, ચીન અને દક્ષિણ કોરિયા પ્રથમ ત્રણ સ્થાન ધરાવે છે. થાઈલેન્ડ પણ ભારતીયો માટે સસ્તું પ્રવાસન સ્થળ છે.

આ પણ ખાસ વાંચો:

બેટરી સંચાલિત ત્રિ ચક્રી વાહન યોજના 2023-24 : 48000 સુધીની થ્રી વ્હીલર સહાય યોજના @geda.gujarat.gov.in

12th Fail Review : 12મું ફેઈલની સફર તમને રડાવી દેશે, IPS બનવાની પ્રેરણાદાયી કહાની

ટુરિસ્ટ માટે ફ્રી વિઝાની વાત કરીએ તો આ પેહલા શ્રીલંકાએ પણ ટુરિસ્ટ માટે ફ્રી વિઝાની જાહેરાત કરી હતી. તેથી આ નિર્યણ બાબતે થાઈ સરકારના અધિકારીએ જણાવ્યું હતું કે વેકેશનમાં વધુ પ્રમાણમાં ટુરિસ્ટને આકર્ષવા માટે થાઈલેન્ડે હાલ માટે વિઝા પ્રક્રિયામાં છૂટ આપી છે.

તમને એ પણ જણાવી દઈએ કે જેમાં ભારત સાથે તાઇવાનના નાગરિકો માટે પણ થાઈલેન્ડની ટ્રીપ વિઝા ફ્રી રહેશે. આ વર્ષે થાઈલેન્ડનું લક્ષ્ય 28 મિલિયન ટુરિસ્ટનું છે. કોવિડ-19 મહામારી પહેલા થાઈલેન્ડમાં 2019 માં રેકોર્ડ 39 મિલિયન પ્રવાસીઓ આવ્યા હતા. જે મહામારી પછી ઘટીને 11 મિલિયન થઈ ગયો.

થાઈલેન્ડ વિઝા ફ્રી
થાઈલેન્ડ વિઝા ફ્રી

ભારતીય ટુરિસ્ટની વાત કરી એ તો દર વર્ષે ભારતમાંથી ઘણા લોકો થાઈલેન્ડની મુલાકાત લે છે. ખાસ કરીને યુવાનો માટે આ એક પ્રિય સ્થળ છે અને હજી પણ સૌથી વધુ લોકપ્રિય બનતું જાય છે. અહી તમને એ પણ જણાવી દઈએ કે આ વર્ષે એટલે કે 2023માં અત્યાર સુધીમાં ભારતમાંથી 1.2 મિલિયન (લગભગ 12 લાખ) લોકો થાઈલેન્ડ ગયા છે.

ઝડપી અને વિશ્વસનીય સમાચાર માટે અમને ફોલો કરો

વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો

ફેસબુક પર અમને ફોલો કરવા અહીં ક્લિક કરો

ગુગુલ ન્યુઝ પર અમને ફોલો કરવા અહી ક્લિક કરો

Leave a Comment