12th Fail Review : 12મું ફેઈલની સફર તમને રડાવી દેશે, IPS બનવાની પ્રેરણાદાયી કહાની

12th Fail Review : વિક્રાંત મેસીની કારકિર્દીની સર્વશ્રેષ્ઠ ફિલ્મ, આઈપીએસ બનવાની 12મી ફેઈલની સફર તમને રડાવી દેશે. જુઓ 12મું ફેઈલ IPS બનવાની પ્રેરણાદાયી કહાની.

12th Fail Review

12મું ફેઈલ: વિક્રાંત, અંશુમન અને મેધાનો અદભૂત અભિનય, દરેક વિદ્યાર્થીઓ તેમજ વાલીઓએ આ ફિલ્મ ચોક્કસ જોવી જોઈએ, જેથી આપ તમામને કાઈક ને ક્યાંક તમને કોઈ અદ્ભુત પ્રેરણા મળી રહેશે. વિક્રાંત મેસી દર વખતે તેના અભિનયથી ચાહકોને આશ્ચર્યચકિત કરે છે. તેની ફિલ્મ 12મી ફેલ 27મી ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે.

12મું ફેઈલ મુવી રીવ્યુ

12મું ફેઈલ સાથે કંગના રનૌતની ફિલ્મ તેજસ પણ રીલીઝ થઇ હતી, જેમાં વિક્રાંત મેસીની 12મું ફેઈલને ખુબજ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. ખરે ખર એ કેહવું ખોટું નથી કે ઘણા લાંબા સમય પછી લાગી રહ્યું છે કે કોઈ અદ્ભુત ફિલ્મ આવી છે અને સમાજને એક સારો એવો સંદેશ આપી રહી છે.

ચોક્કસપણે કહી શકાય કે આ વર્ષની અત્યાર સુધીની આ શ્રેષ્ઠ ફિલ્મ છે. અમારા મતે વિક્રાંત મેસી અને તમે બધા રાષ્ટ્રીય પુરસ્કારોના હકદાર છો.

વિધુ વિનોદ ચોપરાની વિક્રાંત મેસી અભિનીત મોસ્ટ અવેઇટ ફિલ્મ 12મી ફેલ આજે 27 ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થઇ ગઇ છે. ફિલ્મ ’12મી ફેલ’ની કહાની મુંબઈમાં ફરજ નિભાવનારા આસિસ્ટન્ટ પોલીસ કમિશનર મનોજ કુમાર શર્માની છે.

આ પણ ખાસ વાંચો:

Cello World IPO : કન્ઝ્યુમર પ્રોડક્ટ કંપની સેલો વર્લ્ડનો આઈપીઓ આજે ખુલ્યો

બેટરી સંચાલિત ત્રિ ચક્રી વાહન યોજના 2023-24 : 48000 સુધીની થ્રી વ્હીલર સહાય યોજના @geda.gujarat.gov.in

Tejas Review : દર્શકોને પસંદ આવી રહી છે તેજસ ની ઉડાન, જાણો ફિલ્મ જોયા બાદ શું કહી રહ્યા છે દર્શકો

12th Fail Review : ફિલ્મના પ્રથમ સ્ક્રિનિંગમાં મળેલા સકારાત્મક રીવ્યુએ લોકોની આ ફિલ્મ જોવાની ઇચ્છા વધારી છે. એક સત્ય ઘટના પર આધારિત આ ફિલ્મ એવા લાખો વિદ્યાર્થીઓના સંઘર્ષને દર્શાવે છે જેઓ UPSC પ્રવેશ પરીક્ષા આપે છે.

ફિલ્મની વાર્તા:

આ ફિલ્મ ચંબલમાં રેહતા મનોજની છે, જે એક ખુબજ ગરીબ પરિવારમાંથી આવે છે, પિતા ઈમાનદાર હોવાથી તેમની નોકરી જતી રહે છે. ઘરમાં ખાવાના પૈસા પણ પૂરતા હોતા નથી, મનોજ ધોરણ 12માં નાપાસ થાય છે કારણકે એક ઈમાનદાર પોલીસ ઓફિસર પેપેરમાં ચોરી થવા દેતા નથી, હવે મનોજ પણ તેમને જોઇને કહેછે કે મારે પણ તમારી જેવું બનવું છે, અને તે કહે છે કે મારી જેમ બનવા માટે તારે આ છેતરપીંડી છોડવી પડશે, ત્યાર બાદ મનોજ ચીટીંગ છોડી દેછે. આ પછી તેની સફર શરુ થાય છે, પરંતુ તેને એ પણ ખ્યાલ હોતો નથી કે IAS શું હોય છે.

આ સફરમાં સૌ પ્રથમ તે ગ્વાલિયર જાય છે, અને ત્યારબાદ દિલ્લીના મુખર્જી નગર આવે છે, હવે તમારે જોવાનું એ રહ્યું કે મનોજ IPS અધિકારી કઈ રીતે બને છે તે માટે તમારે પૂરી ફિલ્મ જોવી પડશે. જો તમે પણ સપના જોવો છો IPS બનવાના તો તમારે આ ફિલ્મ જોવી ખુબજ જરૂરી છે.

ઝડપી અને વિશ્વસનીય સમાચાર માટે અમને ફોલો કરો

વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો

ફેસબુક પર અમને ફોલો કરવા અહીં ક્લિક કરો

ગુગુલ ન્યુઝ પર અમને ફોલો કરવા અહી ક્લિક કરો

12th Fail
12th Fail Review

Director: vidhu vinod chopra

Date Created: 2023-10-27 17:34

Editor's Rating:
4.05

Pros

  • વિક્રાંત મેસીની કારકિર્દીની સર્વશ્રેષ્ઠ ફિલ્મ

Cons

  • 12મું ફેઈલની સફર તમને રડાવી દેશે

Leave a Comment