બીપોરજોય વાવાઝોડુ : 15મી જુને “બીપોરજોય ” વાવાઝોડુ કચ્છના માંડવી અને પાકિસ્તાનના કરાચી વચ્ચે ટકરાવાની શક્યતા

બીપોરજોય વાવાઝોડુ : ‘બિપરજોય’ વાવાઝોડું હવે બની શકે છે અતિ પ્રચંડ, પોરબંદર થી 340 કિલોમીટર અને દ્વારકાથી 380 km દૂર છે વાવાઝોડું 15મી જૂને વાવાઝોડું કચ્છના માંડવી અને પાકિસ્તાનના કરાચી વચ્ચે ટકરવાની શક્યતા. પોરબંદર ,જામનગર, ઓખા સલાયા મુન્દ્રા, માંડવી અને જખો પોર્ટ ઉપર નવ નંબરનું અતિભય જનક સિગ્નલ.

બીપોરજોય વાવાઝોડુ
બીપોરજોય વાવાઝોડુ

બીપોરજોય વાવાઝોડુ

Biporjoy Cyclone : દેવભૂમિ દ્વારકામાં 10 નંબરનું સિગ્નલ, સિગ્નલ 8 અને 9 પછી આ સિગ્નલ વધુ ખતરનાક છે, જેનો અર્થ છે કે, બંદર પર અથવા તેની નજીક ખૂબ જ તીવ્ર ચક્રવાત આવશે, પવનની ઝડપ 200 કિમી પ્રતિ કલાક કે તેથી વધુ થઈ શકે છે.

આ પણ ખાસ વાંચો :

Cyclone Biparjoy : “બીપરજોય” વાવાઝોડા દરમ્યાન તકેદારીના વિવિધ પગલાંની જાણકારી

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા ગાંધીનગરના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરથી વીડિયો કોન્ફરન્સ દ્વારા ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લા કલેક્ટરો સાથે બિપરજોય વાવાઝોડાની સંભવિત અસરો સામે જિલ્લા તંત્રના આપત્તિ વ્યવસ્થાપન અને સજ્જતાની સમીક્ષા કરી મહત્વપૂર્ણ દિશાનિર્દેશો આપ્યા હતા, જેથી કરીને “બીપોરજોય” વાવાઝોડાની સ્થિતિને પહોચી શકાય.

મુખ્યમંત્રીશ્રીએ ખાદ્ય પ્રદાર્થો, વીજળી, પાણી, દવાઓ જેવી આવશ્યક વસ્તુઓના પુરવઠાને જો અસર પહોંચે તો તત્કાલ પુન:સ્થાપન માટેની ટીમ્સ, પંપિંગ મશીન્સ, જનરેટર્સ સહિતની જરૂરી વ્યવસ્થાઓ તૈયાર રાખવા પણ સૂચનો કર્યા હતા, જેથી લોકોને ઝડપી રાહત પહોચાડી શકવામાં મદદરૂપ થાય.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા વાવાઝોડાની સંભવિત અસરને પહોંચી વળવા એરફોર્સ, નેવી, કોસ્ટગાર્ડ અને આર્મી સાથે સંકલન સાધી આ એજન્સીઓને આપદા પ્રબંધન માટે સ્ટેન્ડબાય પર રાખેલ છે. આ ઉપરાંત, NDRF ની 7 ટીમ્સ ડિપ્લોય કરવામાં આવી છે તેમજ 3 ટીમ્સ સ્ટેન્ડબાય રખાઈ છે. SDRFની 12 ટીમ્સ પણ જરૂરિયાતવાળા વિસ્તારોમાં પહોંચવા સજ્જ રાખવામાં આવેલ છે.

વાવાઝોડા સંદર્ભે સરકાર એલર્ટ : એરફોર્સ, નેવી સ્ટેન્ડ બાય : કચ્છ સહિત છ જિલ્લાઓમાં શાળા પ્રવેશોત્સવ મોકૂફ રાખવામાં આવ્યો

ગુજરાતના દરિયાકિનારે બીપોરજોય વાવાઝોડુ ત્રાટકે તેમ છે જેના પગલે સરકાર સતર્ક બની છે. વાવાઝોડાના સંભવિત આપદાને જોતા રાજ્ય સરકારે કચ્છ સહિતના છ જિલ્લાઓમાં પ્રવેશોત્સવ મોકૂફ રાખ્યો છે. આ ઉપરાંત વાવાઝોડાની સંભવિત વ્યાપક્તાને જોતા એરફોર્સ, નેવી, આર્મીને પાન સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.

નવ મંત્રીઓને જુદા જુદા જીલ્લાની જવાબદારી સોપાઈ છે, જેમાં આ બીપોરજોય વાવાઝોડાને પગલે જીલ્લા વહીવટીતંત્રએ આપત્તિ વ્યવસ્થાપનના આયોજનના અને કામગીરીમાં માર્ગદર્શન આપવા માટે નવેક મંત્રીઓને જુદા જુદા જિલ્લાઓની જવાબદારી સોપવામાં આવી છે. આ બધાય મંત્રીઓ જે તે જીલ્લામાં ત્રણેક દિવસ રોકાઇને સ્થાનિક તંત્રને માર્ગદર્શન આપશે.

મંત્રી ઋષિકેશ પટેલ અને પ્રફુલ પાનસેરિયાણે કચ્છ, કનુ દેસાઈને મોરબી, રાઘવજી પટેલને રાજકોટ, કુવરજી બાવળીયાને પોરબંદર, મુળુ બેરાને જામનગર, હર્ષ સંઘવીને દ્વારકા, જગદીશ વિશ્વકર્માને જુનાગઢ અને પુરષોત્તમ સોલંકીને ગીર સોમનાથ જીલ્લાની જવાબદારી સોપાઈ છે.

બીપોરજોય વાવાઝોડાની સંભવિત અસરને ધ્યાનમાં રાખીને કચ્છ, દ્વારકા, મોરબી અને રાજકોટમાં સ્થાનિક તંત્ર કામે લાગ્યું છે, અધિકારી – કર્મચારીઓની રજા રદ કરી દેવામાં આવી છે, નીચાણવાળા વિસ્તારમાં જરૂર જણાય તો લોકોને સલામત સ્થળે ખસેડવા આયોજન કરવામાં આવી રહ્યું છે. પોલીસતંત્રની મદદ લઈને લોકોને આશ્રયસ્થાનોમાં પહોચડવા નક્કી કરાયું છે, વાવાઝોડાના આગમનને પગલે સમગ્ર તંત્ર એલર્ટ મોડમાં છે.

Biparjoy વાવાઝોડાને ધ્યાને લેતા આગમચેતીના પગલા રૂપે કચ્છ જીલ્લાના દરિયા કિનારાના વિસ્તારમાં વ્યક્તિઓની અવર-જવર તથા પશુઓને લઇ જવા તથા માછીમારોને દરિયામાં જવા પર પ્રતિબંધ કરવા અંગેનું કલમ ૧૪૪ તળેનું જાહેરનામું જાહેર કરવામાં આવ્યું છે.

Leave a Comment