Cyclone Biparjoy : “બીપરજોય” વાવાઝોડા દરમ્યાન તકેદારીના વિવિધ પગલાંની જાણકારી

Cyclone Biparjoy : ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ‘બિપરજોય’ વાવાઝોડાની સંભાવનાને પગલે જાનમાલની સલામતી અને સુરક્ષા માટે વાવાઝોડા પહેલાં, વાવાઝોડા દરમ્યાન અને વાવાઝોડા બાદ જરૂરી તકેદારીના વિવિધ પગલાંની જાણકારી.

Cyclone Biparjoy
Cyclone Biparjoy

Cyclone Biparjoy

બિપરજોય વાવાઝોડાને કારણે મોરબીના નવલખી બંદર પર 10 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું, દરિયામાં ભારે કરંટ, ઉંચા મોજા ઉછળતાહોવાથી લોકોની અવરજવર પર પ્રતિબંધ.

બીપોરજોય વાવાઝોડુ લાઇવ સ્ટેટ્સઅહીંથી લાઇવ સ્ટેટ્સ ચેક કરો

વાવાઝોડા પહેલાની તૈયારી

  • રહેઠાણની મજબૂતીની ખાતરી કરી લો અને બાંધકામને લગતી ક્ષતિઓ દૂર કરો.
  • રેડીયો, ટીવી, સોશિયલ મીડિયા, છાપાંના માધ્યમથી આપવામાં આવતી ચેતવણીઓથી સતત માહિતગાર રહો.
  • હોર-ઢાંખરને સલામત સ્થળે ખસેડી લેવા – ખૂંટાથી છુટા કરીને રાખો.
  • માછીમારોએ દરિયામાં જવું નહીં – બોટ સલામત સ્થળે લાંગરવી.
  • અગરિયાઓએ સલામત સ્થળે ખસી જવું.
  • જરૂર પડે આશ્રય લઇ શકાય તેવા ઉંચા સ્થળો ધ્યાનમાં રાખો.
  • કિંમતી સામાન દસ્તાવેજો પ્લસ્ટિકમાં પેક કરી સલામત જગ્યા પર રાખો.
  • મોબાઇલ ફોન પૂરેપૂરો ચાર્જ કરી રાખવો,
  • સુકો નાસ્તો, પાણી, ધાબળા, કપડાં, ટોર્ચ અને પ્રાથમિક સારવારની કીટ સાથે રાખો.
  • અગત્ય ટેલીફોન નંબર હાથવગા રાખો.

વાવાઝોડા દરમિયાન તકેદારીના પગલાં

  • પાણીના સ્ત્રોતથી દૂર ચાલ્યા જવું તથા ઝાડ કે થાંભલાઓ પાસે ઊભા ન રહેવું.
  • વાવાઝોડા સમયે બહાર નીકળવાનું સાહસ કરવું નહીં.
  • વીજ પ્રવાહ તથા ગેસ કનેક્શન બંધ કરી દેવા.
  • દરિયા નજીક, ઝાડ નીચે કે વીજળીના થાંભલા કે લાઈનો નજીક ઊભા રહેશો નહીં.
  • માછીમારોને દરિયામાં જતા રોકવા અને હોડીઓ સલામત સ્થળે રાખવી.

વાવાઝોડા બાદ કરવાની કાર્યવાહી

  • તંત્રની સુચના મળ્યા પછી જ ઘરની બહાર નીકળવું.
  • અજાણ્યા પાણીમાંથી પસાર થવું નહીં.
  • ઇજા પામેલાઓને પ્રાથમિક સારવાર આપી દવાખાને ખસેડવા.
  • ખુલ્લા છૂટા પડેલા વાયરોને અડકવું નહીં.
  • ક્લોરિન યુક્ત પીવાના પાણીનો ઉપયોગ કરવો.
  • ભયજનક અતિ નુકસાન પામેલ મકાનને તત્કાલીક ઉતારી લેવા.
  • ગંદા ભરાયેલા પાણીમાં દવાનો છંટકાવ કરવો.
Cyclone Biporjoy

Cyclone Biparjoy Update : ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારકામાં ઓખા કોસ્ટ ગાર્ડ જેટીની મુલાકાત લીધી
રેન્જ આઇ.જી.અશોક યાદવ રહ્યા હાજર રેસ્ક્યુ માટે કોસ્ટ ગાર્ડને રખાયું છે સ્ટેન્ડ બાય.

  • જગતના નાથ જગતના રખોપા રાખે એવી અરજ સાથે જગતમંદિર પર બે ધજા ફરકાવાઈ. સંભવિત ચક્રવાત સામે હરહંમેશની જેમ જ દ્વારકાધીશ સૌનું રક્ષણ કરશે.

બિપરજોય વાવાઝોડાની સંભવિત અસરના પગલે કચ્છ માં NDRF અને SDRF ની ટીમો તૈનાત; માંડવી- જખૌ સહિતના કાંઠા વિસ્તારમાં પોલીસ દ્વારા લોકોને જોખમી સ્થાન છોડી દેવા સમજૂતી આપીને સલામત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ.

આ પણ ખાસ વાંચો :

બીપોરજોય વાવાઝોડુ : 15મી જુને “બીપોરજોય ” વાવાઝોડુ કચ્છના માંડવી અને પાકિસ્તાનના કરાચી વચ્ચે ટકરાવાની શક્યતા

Biporjoy Cyclone : બીપોરજોય વાવાઝોડાને લઈને મહત્વના સમાચાર

Leave a Comment