દિવ્યાંગ સાધન સહાય યોજના 2023 : સાધન સહાયમાં શું મળી શકે? જાણો સંપૂર્ણ માહિતી

દિવ્યાંગ સાધન સહાય યોજના 2023 : નિયામક, સમાજ સુરક્ષા, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દિવ્યાંગ સાધન સહાય યોજનામાં 40% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિઓને કુત્રિમ અવયવો બેસાડવા તથા શૈક્ષણિક અને ધંધાકીય રીતે ઉપયોગી થાય તેવા સાધનો પુરા પાડી તેમનો શૈક્ષણિક વિકાસ અને સામાજિક પુન:સ્થાપન થાય તે હેતુથી સાધનો આપવામાં આવે છે.

દિવ્યાંગ સાધન સહાય યોજના 2023
દિવ્યાંગ સાધન સહાય યોજના 2023

દિવ્યાંગ સાધન સહાય યોજના 2023

આ યોજના હેઠળ દિવ્યાંગ લાભાર્થીને તેની દિવ્યાંગતામાં રાહત થાય તેવા સાધનો અને સ્વરોજગારલક્ષી સાધનો રૂપિયા 20,000/- ની મર્યાદામાં આપવામાં આવે છે. ધ રાઈટ ઓફ પર્સન્સ વિથ ડીસેબીલિટીઝ એક્ટ – 2016માં દર્શાવેલ 21 પ્રકારની દિવ્યાંગતા ધરાવતી દિવ્યાંગ વ્યક્તિને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે. 16 વર્ષની નીચેના વ્યક્તિને રોજગારલક્ષી સાધનો મળવાપાત્ર નથી.

ધ રાઈટ ઓફ પર્સન્સ વિથ ડીસેબીલિટીઝ એક્ટ – 2016માં દર્શાવેલ 21 પ્રકારની દિવ્યાંગતા લીસ્ટ :

ક્રમ દિવ્યાંગતા
1 અંધત્વ
2 આનુવંશીક કારણોથી થતો સ્નાયુક્ષય
સાંભળવાની ક્ષતિ
4 ક્રોનિક ન્યુરોલોજીકલ સ્થિતિ
5 સામાન્ય ઈજા જીવલેણ રક્તસ્ત્રાવ
6 ઓછી દ્રષ્ટિ
7 ધ્રુજારી સ્નાયુબદ્ધ કઠોરતા
8 બૌધિક અસમર્થતા
9 હિમોગ્લોબીનની ઘટેલી માત્રા
10 રક્તપિત – સજા થયેલા
11 દીર્ઘકાલીન અનેમીયા
12 એસિડના હુમલાનો ભોગ બનેલા
13 હલન ચલન સાથેની અશક્તતા
14 સેરેબલપાલ્સી
15વામનતા
16માનસિક બીમાર
17 બહુવિધ સ્કલેરોસિસ – શરીરની પેશીઓ કઠણ થવાની વિકૃતિ
18ખાસ અભ્યાસ સબંધિત વિકલાંગતા
19વાણી અને ભાષાની અશક્તતા
20 ચેતાતંત્ર – ન્યુરોની વિકાસલક્ષી સ્થિતિમાં ક્ષતિ
21 મલ્ટીપલ ડીસેબીલીટી

દિવ્યાંગ સાધન યોજનાનો લાભ મેળવવાની પાત્રતા

  • જેમાં પ્રથમ પાત્રતા ૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગ વ્યક્તિઓને આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર છે.
  • બીજી પાત્રતા ૧૬ વર્ષથી નીચેની વ્યક્તિને રોજગારલક્ષી સાધનો આપી શકાશે નહી.

સાધન સહાયમાં શું મળી શકે?

  • આ યોજના હેઠળ દીવ્યાંગોને રૂ.૨૦૦૦૦/- ની મર્યાદામાં રોજગારલક્ષી અને દિવ્યાંગતામાં રાહત થાય તેવા સાધનો ૫ વર્ષની મુદતમાં માત્ર એક જ વાર મળવાપાત્ર થશે તેમજ રોજગારલક્ષી અને દિવ્યાંગતામાં રાહત થાય તેવા બંન્ને પ્રકારના સાધનો મળવાપાત્ર છે.
દિવ્યાંગતામાં રાહત થાય તેવા સાધનોમાં નીચે મુજબના સાધનો મળવાપાત્ર છે.
ક્રમસાધનનું નામ
ટ્રાઈસીકલ
ફોલડીંગ વ્હીચેર
હીયરીંગ એઇડ (અ) પોકેટ રેન્જ(બ) કાન પાછળ લગાવવાનું
ફોલ્‍ડીંગ સ્ટીક
એલ્યુમીનીયમની કાંખધોડી
કેલીપર્સ (અ) ધુંટણ માટેના(બ) પોલીયો કેલીપર્સ
બ્રેઇલ કીટ
એમ.આર. કીટ (મંદબુધ્‍ધિના બાળકો માટે)
સંગીતના સાધનો
રોજગારલક્ષી સાધનોમાં નીચે મુજબના સાધનો મળવાપાત્ર છે.
  • 16 વર્ષની નીચેના વ્યક્તિને રોજગારલક્ષી સાધનો મળવાપાત્ર નથી.
ક્રમસાધનનું નામ
કડીયાકામ
સેન્ટીંગ કામ
વાહન સર્વિસીંગ અને રીપેરીંગ
મોચીકામ
દરજીકામ
ભરતકામ
કુંભારી કામ
વિવિધ પ્રકારની ફેરી
પ્લમ્બર
૧૦બ્યુટી પાર્લર
૧૧ઇલેક્ટ્રીક એપ્લાયંન્સીસ રીપેરીંગ
૧૨ખેતીલક્ષી લુહારી/વેલ્ડીંગ કામ
૧૩સુથારીકામ
૧૪ધોબીકામ
૧૫સાવરણી સુપડા બનાવનાર
૧૬દુધ-દહી વેચનાર
૧૭માછલી વેચનાર
૧૮પાપડ બનાવટ
૧૯અથાણા બનાવટ
૨૦ગરમ, ઠંડા પીણા, અલ્પાહાર વેચાણ
૨૧પંચર કીટ
૨૨ફ્લોર મીલ
૨૩મસાલા મીલ
૨૪રૂ ની દીવેટ બનાવવી
૨૫મોબાઇલ રીપેરીંગ
૨૬હેર કટીંગ (વાળંદ કામ)

યોજનાનો લાભ મેળવવા https://esamajkalyan.gujarat.gov.in/index.aspx પર તારીખ 10.07.2023 સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રેહશે તેમજ યોજનાની વધુ માહિતી પોર્ટલ પરથી મેળવી શકાશે. યોજના અંગે વધુ માર્ગદર્શન મેળવવા સબંધિત જીલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરીનો સંપર્ક કરવાનો રહેશે.

દિવ્યાંગ સહાય યોજના 2023

લેખન સંપાદન : GujaratiTak.Com ગુજરાતનું પ્રાઇવેટ એજ્યુકેશન અને ન્યૂઝ ઇન્ફોર્મેશન પોર્ટલ છે. આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી આપતુ નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમોથી એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.

Leave a Comment