WTC Final 2023 : Ind Vs Aus ટેસ્ટના પ્રથમ દિવસે ઓસ્ટ્રેલીયાના ૩ વિકેટે 327 રન બનાવ્યા

WTC Final 2023 : ભારત અને ઓસ્ટ્રેલીયાની ટીમ વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપની ફાઈનલ મેચ શરુ થઇ ગઈ છે, જેમાં ઓસ્ટ્રેલીયા ટીમ દ્વારા ટેસ્ટના પ્રથમ દિવસે ૩ વિકેટે 327 રન બનવ્યા હતા.

WTC Final 2023
WTC Final 2023

WTC Final 2023

WTC Final 2023 : જો આ અગાઉ વાત કરીએ તો ટેસ્ટ મેચની તો ટોસ જીતીને ભારતના કેપ્ટન રોહિત શર્માએ ફિલ્ડીંગ કરવાનો નિર્ણય કર્યો હતો, અને ઓસ્ટ્રેલીયા ટીમને બેટિંગનું આમંત્રણ આપવામાં આવ્યું હતું, જે શરુઆતમાં નિર્ણય સાચો રહ્યો એવું લાગી રહ્યું હતું, કારણ કે ઓસ્ટ્રેલીયાના ઓપનીંગ બેસ્ટમેન ઉસ્માન ખ્વાજા કોઈ રન બનાવ્યા વગર મોહમદ સિરાજની ઓવરમાં આઉટ થયો હતો.

ત્યાર બાદ ડેવિડ વોર્નર અને માર્નુસ લાબુસેન દ્વારા સારી રમત દાખવી હતી અને ડેવિડ વોર્નર 43 રને શાર્દુલ ઠાકોરની ઓવરમાં વિકેટ કીપર શ્રીકર ભરત દ્વારા મુશેકલ કેચ પકડીને આઉટ કર્યો હતો, અને એક લાંબી પાટનરશીપ થતી રોકી હતી. ત્યારબાદ નવા શેશનની શરૂઆતમાંજ મોહમદ સમી દ્વારા લાબુશેનને ક્લીન બોલ્ડ કરવામાં આવ્યો હતો, આમ ઓસ્ટ્રેલીયા એક સમયે 76 રનમાં ત્રણ વિકેટ ગુમાવી ચુક્યું હતું.

WTC ફાઈનલ

સ્ટીવ સ્મિથ અને ટ્રેવીસ હેડ મેદાનમાં ઉતર્યા હતા અને બંનેએ ચોથી વિકેટ માટે 251 રનની લાંબી ભાગીદારી નોધાવી હતી, અને ઓસ્ટ્રેલીયાને આ ટેસ્ટમાં એક મજબુત સ્થિતિમાં લાવી દીધુ હતું. રમતના પ્રથમ દિવસના અંતે ટ્રેવીસ હેડ 146 અને સ્ટીવ સ્મિથ 95 રને અણનમ હતા.

wtc final

કેપ્ટન રોહિત શર્માએ ફિલ્ડીંગ કરવાનો નિર્ણય કર્યો હતો જેમાં આ મેચમાં રવિચંદ્ર અશ્વિનને તક મળી નથી તેની જગ્યાએ રવીન્દ્ર જાડેજાને સ્પિનર બોલર તરીકે તક મળી હતી. આ ઉપરાંત અંજીકેય રહાણે લાંબા સમય બાદ ભારતીય ટેસ્ટ ટીમમાં વાપસી કરી રહ્યો છે.

ભારત પ્લેઇંગ ઈલેવન

રોહિત શર્મા (C), શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, શ્રીકર ભરત (wk), રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, ઉમેશ યાદવ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ.

ઓસ્ટ્રેલીયા પ્લેઇંગ ઈલેવન

ડેવિડ વોર્નર, ઉસ્માન ખ્વાજા, માર્નસ લેબુશેન, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, કેમેરોન ગ્રીન, એલેક્સ કેરી (wk), પેટ કમિન્સ (C), મિશેલ સ્ટાર્ક, નાથન લિયોન, સ્કોટ બોલેન્ડ.

ટ્રેવીસ હેડે રચ્યો ઈતિહાસ

WTC ફાઈનલ ટેસ્ટના પ્રથમ દિવસે ઓસ્ટ્રેલીયાએ ભારતને રમતમાં બેકફૂટ પર ધકેલી દીધુ હતું, ઓસ્ટ્રેલીયાએ પ્રથમ બેટિંગ કરતા ત્રણ વિકેટ ગુમાવી 327 રન બનાવી લીધા હતા. ટ્રેવીસ હેડ 146 અને સ્ટીવ સ્મિથ 95 રને રમી રહ્યા હતા, તેણે પોતાની ઇનિંગ્સ દરમિયાન એક ખાસ રેકોર્ડ પણ બનાવ્યો હતો. ટ્રેવિસ હેડ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલના ઈતિહાસમાં સદી ફટકારનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બની ગયો છે.

આમ અગાઉ વાત કરીએ તો મેચની શરૂઆતમાં ભારતીય ટીમ દ્વારા ઓડીશા ટ્રેન દુર્ઘટનામાં મૃતકોને શ્રધાંજલિ આપી હતી, અને ભારતીય ટીમ કાળી પટ્ટી પેહરીને મેદાનમાં રમવા ઉતરી હતી.

Leave a Comment