Biporjoy Cyclone : બીપોરજોય વાવાઝોડાને લઈને મહત્વના સમાચાર

Biporjoy Cyclone : બીપોરજોય વાવાઝોડાને લઈને મહત્વના સમાચાર – અરબી સમુદ્રમાં વાવાઝોડુ સર્જાયું, ગુજરાતના બંદરોએ લગાવામાં આવ્યા સિગ્નલ, દક્ષિણ – પૂર્વ અરબી સમુદ્રમાં આજે ડીપ ડીપ્રેશન સાયક્લોનમાં ફેરવાયું છે અને ૧૩ દેશોએ આપેલા નામ મુજબ આ વાવાઝોડાનું નામ બાંગ્લાદેશે આપેલ નામ મુજબ “બીપોરજોય” તરીકે ઓળખાશે.

Biporjoy Cyclone

બંગાળની ખાડીમાં મોખા પછી પ્રિમોન્સુન સિઝનમાં આ બીજું વાવાઝોડુ ત્રાટકી રહ્યું છે, જેના પગલે ગુજરાતના દમણ, ભરૂચથી માંડીને કચ્છના જખો સુધીના તમામ બંદરો ઉપર ચેતવણી સૂચક DW – 2 સિગ્નલ લાગ્યા છે. આ ચક્રવાત આજે સાંજની સ્થિતિએ પોરબંદરથી 1130 કી.મી અને ગોવાથી 900 કી.મી દુર હતું.

Biporjoy Cyclone
Biporjoy Cyclone

બીપોરજોય વાવાઝોડાનો કરંટ દ્વારકાના દરિયાકાંઠે જોવા મળ્યો, જેમાં ભડકેશ્વર મહાદેવ અને હજારો શ્રધ્ધાળુઓ જ્યાં આવતા હોય છે તે ગોમતીઘાટે પણ 8 થી 10 ફૂટ ઊંચા મોજા જોવા મળ્યા હતા.

  • ગુજરાતની પ્રજા માટે માઠા સમાચાર
  • ગુજરાત પર બીપોરજોય વાવાઝોડાનું સંકટ
  • રાજ્યમાં ભારે પવન સાથે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું

દેશમાં સૌથી વધુ દરિયા કિનારો ધરાવતું ગુજરાત રાજ્યમાં અરબી સમુદ્રમાં સર્જાયેલા ડીપ્રેશન કારણે દરિયાકાંઠે ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. બીપોરજોય વાવાઝોડાને પગલે ગુજરાતના દરિયાકાંઠાના તમામ જીલ્લામાં વહીવટીતંત્ર એલર્ટ બન્યું છે, હાલ ગુજરાતના મોટા ભાગના દરિયાકાંઠાના બંદરો પર ભયસૂચક 2 નંબરના સિગ્નલ લગાવીદેવામાં આવ્યા છે.

બીપોરજોય વાવાઝોડુ

મોસમ વિભાગ અનુસાર આ બીપોરજોય વાવાઝોડુ ઉત્તર દિશા તરફ આગળ વધતું જશે અને વધુને વધુ શક્તિશાળી બનશે, આ બીપોરજોય વાવાઝોડામાં પવનની ગતિ 150 કી.મી સુધી હોય શકે છે, જે પ્રંચડ શક્તિશાળી કેહવાય. આ વાવાઝોડાની ગુજરાતના કચ્છથી મહારાષ્ટ થઈને કર્નાટક, દક્ષિણ ભારત સુધીના દરિયામાં વ્યાપક અસર થશે.

આ શક્તિશાળી બીપોરજોય વાવાઝોડાની દિશા બદલતી રહે છે અને જો તે જરાક પૂર્વ દિશા તરફ વળે તો સૌરાષ્ટ્ર સહીત ગુજરતમાં વ્યાપક અસર થવાની સંભાવના છે, ખાસ કરીને તારીખ ૧૩ આસપાસ સૌરાષ્ટ્રના કાંઠાળા વિસ્તાર નજીક આ વાવાઝોડુ આવી પોહ્ચવાની વકી છે.

દરિયો ન ખેડવા સુચના અપાઈ

દરિયાકાંઠાના વેરાવળ, જામનગર, માંગરોળ સહિતના બંદરોએ માછીમારોને દરિયો ન ખેડવા માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી છે. અધિકારીઓ દ્વારા સતત દરિયાકાંઠાના વિસ્તારોનું મોનીટરીંગ કરવામાં આવ્યું છે. કોઈ પણ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા તંત્રે તમામ તીયારી કરી લીધી છે.

Leave a Comment