Rath Yatra 2023 : રથયાત્રા 2023 – ભગવાન જગન્નાથ નિજ મંદિર પરત ફર્યા, નેત્રોત્સવ વિધિ કરી આંખે પાટા બાંધવામાં આવ્યા

Rath Yatra 2023 : રથયાત્રા 202320 જૂન 2023 અષાઢી બીજના રોજ અમદાવાદ ખાતે 146મી જગન્નાથ રથયાત્રા આરંભ થશે, જેની રીતરિવાજ મુજબ આજે ભગવાન જગન્નાથ નિજ મદિર પરત ફર્યા અને નેત્રોત્સવ વિધિ કરી આંખે પાટા બાંધવામાં આવ્યા.

Rath Yatra 2023

નેત્રોત્સવ વિધિ કર્યાબાદ બાદ ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ દેશભરમાંથી આવેલા સાધુ સંતોના ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. એક રીતે આપણે કહી શકીએ કે શ્રી જગન્નાથજીની રથયાત્રા દેશની બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા ગુજરાતના અમદાવાદમાં આયોજન થાય છે.

Rath Yatra 2023
Rath Yatra 2023

રથયાત્રા 2023

રથ યાત્રા 2023 : 20 જૂને અમદાવાદમાં જગન્નાથજી મંદિરની પૌરાણિક-ઐતિહાસિક રથયાત્રા નીકળવાની છે. ત્યારે મંદિર પ્રશાસને સંપૂર્ણ તૈયારીઓ પૂર્ણ કરી છે. જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્રભાઈ ઝા એ જણાવ્યું હતું કે, રથયાત્રા અસલ પરંપરાગત માર્ગો ઉપર જ ફરશે.

આ પણ ખાસ વાંચો :

દિવ્યાંગ સાધન સહાય યોજના 2023 : સાધન સહાયમાં શું મળી શકે? જાણો સંપૂર્ણ માહિતી

માનવ ગરિમા યોજના 2023 : ૨૮ પ્રકારના વ્યવસાય માટે ટૂલ કિટ્સ આપવામાં આવે છે

જેના અગ્રભાગમાં 18 શણગારેલા ગજરાજો, ત્યાર પછી 101 ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી ટ્રકો, અંગ કસરતના પ્રયોગો સાથે 30 અખાડા, 18 ભજન મંડળીઓ સાથે 3 બેન્ડવાજાવાળા હશે. સાધુસંતો, ભક્તો સાથે 2 હજાર જેટલા ખલાસી ભાઈઓ રથ ખેંચશે.

રથયાત્રાનો શુભારંભ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રથ ખેંચી કરાવામાં આવશે તો રથયાત્રાના દિવસે મંગળા આરતીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉપસ્થિત રહેશે.

 • રથયાત્રામાં પેરા મિલીટરી ફોર્સ સહિત કુલ 26091 પોલીસ અધિકારી અને કર્મચારીઓ ફરજરત રહેશે.
 • દેશના અલગ અલગ રાજયોમાં ધૂમધામથી ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાય છે.

મુખ્યમંત્રી દ્વારા ગાંધીનગર ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજીને 20 જૂનના રોજ અમદાવાદમાં યોજાનારી 146મી જગન્નાથ રથયાત્રા શાંતિ અને સલામતી સાથે સફળતાથી પાર પાડવા માટે પોલીસતંત્રની સજ્જતાની સમીક્ષા કરી.

અફવાઓ ફેલાય નહિ તેની તકેદારી, CCTV તથા ડ્રોન સર્વેલન્સ સહિતની બાબતોની વિગતો મેળવીને રથયાત્રા સૌહાર્દભર્યા વાતાવરણમાં પરંપરાગત શ્રદ્ધા-આસ્થાથી ઉજવાય તે સુનિશ્ચિત કરવા જરૂરી સૂચનાઓ આપી.

આ વર્ષે ગુજરાતમાં રથયાત્રામાં પ્રથમવાર સમગ્ર યાત્રા રૂટ, નિજમંદિર, સ્ટ્રેટેજીક પોઇન્ટ સહિતની બાબતો પર 3D મેપિંગથી મોનિટરિંગ થશે, જેનો પ્રયોગ આગામી યાત્રાઓમાં પણ કરવા માટે પોલીસ દળને સૂચન કર્યું.

જગન્નાથ રથયાત્રા 2023

આમ જોવા જઈએ તો અષાઢી બીજના રોજ ભારતના વિવિધ રાજ્યોમાં શ્રી ભગવાન જગન્નાથની રથ યાત્રા નીકળે છે, જેમાં મુખ્ય રથ યાત્રા જગન્નાથ પૂરીની રથ યાત્રા છે. આ ઉપરાંત ભારતના અને રાજ્યોના વિવિધ શહેરોમાં રથ યાત્રાનું આયોજન કરવામાં આવેછે. જેમાં ગુજરાતની અંદર અમદાવાદ ખાતે નીકળતી રથ યાત્રા ગુજરાતની સોથી મોટી રથયાત્રા છે.

અમદાવાદની અંદર જમાલપુરમાં આવેલ વર્ષો જુના જગન્નાથ મંદિરમાંથી વેહલી સવારથી રથયાત્રાનું પ્રસ્થાન થાય છે, ત્યાર બાદ નીચે આપેલ રૂટ પ્રમાણે રથ યાત્રા નીકળશે.

 • સવારે 7 વાગ્યે-રથયાત્રાનો પ્રારંભ
 • 9 વાગ્યે-મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસ
 • 9.45 વાગ્યે- રાયપુર ચકલા
 • 10.30 વાગ્યે-ખાડિયા ચાર રસ્તા
 • 11.15 વાગ્યે-કાલુપુર સર્કલ
 • 12 વાગ્યે-સરસપુર
 • 1.30 વાગ્યે-સરસપુરથી પરત
 • 2 વાગ્યે-કાલુપુર સર્કલ
 • 2.30 વાગ્યે-પ્રેમ દરવાજા
 • 3.15 વાગ્યે-દિલ્હી ચકલા
 • 3.45 વાગ્યે-શાહપુર દરવાજા
 • 4.30 વાગ્યે-આર.સી. હાઇસ્કૂલ
 • 5 વાગ્યે-ઘી કાંટા
 • 5.45 વાગ્યે-પાનકોર નાકા
 • 6.30 વાગ્યે-માણેકચોક
 • 8.30 વાગ્યે-નિજ મંદિર પરત

ભગવાન જગન્નાથ આજે 15 દિવસ તેમના મોસાળમાંથી મંદિર પરત આવ્યા છે. તેમની નેત્રોત્સવ વિધિ પૂર્ણ કરી તેમને ગર્ભ ગૃહમાં બિરાજમાન કરવામાં આવ્યા છે. સાથે જ દેશભરમાંથી આવેલા સાધુ સંતો માટે તેમજ જે પણ શ્રધ્ધાળુ અહિયાં આવે છે તેમને માટે આજે ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રસાદ તરીકે માલપુવા અને ગાંઠિયાનો પ્રસાદ આપવામાં આવ્યો હતો.

Leave a Comment