Vitality T20 Blast : બ્રાડ ક્યુરી દ્વારા ક્રિકેટ ઇતિહાસનો સૌથી અદભુત કેચ કર્યો

Vitality T20 Blast : ક્રિકેટના ઈતિહાસમાં આજ સુધીમાં આપને ઘણા કેચ જોયા છે, પરતું અહી આજે વાત કરીશું 16 જુન 2023ના રોજ ઈંગ્લેન્ડમાં રમાઈ રહેલી Vitality T20 Blast લીગમાં બ્રાડ ક્યુરી દ્વારા એક અદભુત કેચ કરવામાં આવ્યો હતો.

Table of Contents

Vitality T20 Blast

બ્રાડ ક્યુરી : ઈંગ્લેન્ડમાં રમાઈ રહેલા T20 બ્લાસ્ટમાં સસેક્સ અને હેમ્પશાયર વચ્ચે રમાયેલી મેચનો કેચ અત્યાર સુધીની તમામ મેચો પર ભારે પડયો છે. ક્રિકેટના ઈતિહાસમાં અત્યાર સુધી એવા ઘણા કેચ જોવા મળ્યા છે જેણે બધાને ચોંકાવી દીધા છે, પણ ક્યુરી દ્વારા જે કેચ પકડવામાં આવ્યો હતો એ એક અદભુત, અવિશ્વસનીય કેચ હતો. જેની વિશ્વભરમાં પ્રશંશા થઇ રહી છે.

આ કેચ એટલો અવિશ્વસનીય હતો કે તેણે ગ્રાઉન્ડ પર હાજર પ્રેક્ષકોને અચંભામાં નાખી દીધા હતા અને કોમેન્ટેટર્સને આશ્ચર્યમાં મૂકી દીધા. સસેક્સ માટે તેની પ્રથમ T20 બ્લાસ્ટ રમતમાં, નવોદિત ખેલાડી બ્રાડ ક્યુરીએ એક એવી ક્ષણ આપી કે જેને ક્રિકેટ જગત વર્ષો સુધી યાદ રાખશે.

આ પણ ખાસ વાંચો :

Rath Yatra 2023 : રથયાત્રા 2023 – ભગવાન જગન્નાથ નિજ મંદિર પરત ફર્યા, નેત્રોત્સવ વિધિ કરી આંખે પાટા બાંધવામાં આવ્યા

16 જૂન 2023ના રોજ રમાયેલી મેચમાં 24 વર્ષીય સ્કોટિશ ખેલાડી બ્રાડ ક્યુરીએ ફિલ્ડિંગનો અદ્ભુત નજારો રજૂ કર્યો હતો. અને તેણે લાંબા અંતર સુધી હવામાં કૂદકો મારતો અવિશ્વસનીય કેચ પકડ્યો હતો, જેને જોઈને બેટ્સમેને તેનું માથું પકડી લીધું અને સ્ટેડિયમમાં બેઠેલા દરેક વ્યક્તિ ખુલ્લા મોંએ રહી ગયા.

વાસ્તવમાં હેમ્પશાયરની ઇનિંગની 19મી ઓવરમાં ટીમને જીતવા માટે છેલ્લા 11 બોલમાં 23 રનની જરૂર હતી. તે સમયે, બેની હોવેલે ટાઇમલ મિલ્સની બોલ પર સિક્સર ફટકારવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ મિડ-વિકેટની દિશામાં રમેલો શોટ બ્રાડ ક્યુરીએ અદભુત કેચ કરીને તેણે બધાને આશ્ચર્ય ચકિત કરી દીધા હતા.

Vitality T20 Blast
Vitality T20 Blast

હવે આ કેચનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં ક્રિકેટ જગતના અનુભવીઓ આ કેચને અત્યાર સુધીનો સર્વશ્રેષ્ઠ કેચ ગણાવી રહ્યા છે. ક્યુરીના આ કેચને જોઈને ટીમ ઈન્ડિયાના વિકેટ કીપર બેટ્સમેન દિનેશ કાર્તિક અને બેન સ્ટોક્સ પણ પોતાની પ્રતિક્રિયા આપતા રોકી શક્યા નહીં. તેમનું આ ટ્વિટ પણ ઝડપથી વાયરલ થઈ રહ્યું છે.

Leave a Comment