માનવ ગરિમા યોજના 2023 : ૨૮ પ્રકારના વ્યવસાય માટે ટૂલ કિટ્સ આપવામાં આવે છે

માનવ ગરિમા યોજના 2023 : નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી બ્લોક નં૪, બીજો માળ, ડૉ.જીવરાજ મહેતા ભવન ગાંધીનગર. માનવ ગરીમા યોજના (વર્ષ ૨૦૨૩-૨૪) (બીજો પ્રયત્ન).

માનવ ગરિમા યોજના 2023
માનવ ગરિમા યોજના 2023

નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી, ગાંધીનગર દ્વારા માનવ ગરીમા યોજના હેઠળ મુળ ગુજરાત રાજ્યના અનુસૂચિત જાતિના લાભાર્થીઓને સાધનો / ટુલકીટસ પુરા પાડી સ્વરોજગારી આપવાની યોજના અમલમાં છે. જેમાં જુદા-જુદા ધંધાઓ / વ્યવસાયો માટે સાધનો / ટુલકીટસ આપવામાં આવનાર છે.

માનવ ગરિમા યોજના 2023

આ યોજના હેઠળ લાભ મેળવવા ઇચ્છતા અને સરકારશ્રીએ ઠરાવેલ માપદંડોની પાત્રતા ધરાવતા અરજદારો પાસેથી www.esanajkalyan.gujarat.gov.in પર તા.01.04.23 થી તા.30.04.23 સુધી ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવેલ હતી. પરંતુ ઓછી અરજીઓ મળવાને કારણે તા. 06.06.2023 થી તા. 20.06.2023 સુધી પુન: પોર્ટલ શરૂ કરી ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે.

યોજનાનો હેતુ
 • નાનો ધંધો-રોજગાર કરવા ઇચ્છુક હોય તેવી વ્યક્તિઓને સ્વરોજગારીના ધંધા- રોજગાર અનુરૂપ કિટ્‍સ આપવામાં આવે છે.
નિયમો અને શરતો
 • અરજદારશ્રીની વય મર્યાદા ૧૮ થી ૬૦ વર્ષ હોવી જોઇએ.
 • અનુસૂચિત જાતિના લોકો કે જેઓની વાર્ષિક મર્યાદા ₹ 6,00,000 ધરાવતા હોય.
 • અનુસૂચિત જાતિ પૈકી અતિપછાત જાતિ માટે કોઇ આવક મર્યાદા નથી.
 • લાભાર્થી દ્વારા અથવા લાભાર્થીના અન્ય કુટૃંબના સભ્યો દ્વારા આ યોજના હેઠળ અગાવ લાભ લીધેલ હશે તો પુન: આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર નથી.

આ પણ ખાસ વાંચો :

દિવ્યાંગ સાધન સહાય યોજના 2023 : સાધન સહાયમાં શું મળી શકે? જાણો સંપૂર્ણ માહિતી

કુલ – ૨૮ પ્રકારના વ્યવસાય માટે ટૂલ કિટ્સ આપવામાં આવે છે.(યાદી નીચે મુજબ છે.)

 • કડીયાકામ
 • સેન્‍ટીંગ કામ
 • વાહન સર્વિસીંગ અને રીપેરીંગ
 • મોચીકામ
 • દરજીકામ
 • ભરતકામ
 • કુંભારીકામ
 • વિવિધ પ્રકારની ફેરી
 • પ્લમ્બર
 • બ્યુટી પાર્લર
 • ઇલેક્ટ્રીક એપ્લાયન્‍સીસ રીપેરીંગ
 • ખેતીલક્ષી લુહારી/વેલ્ડીંગ કામ
 • સુથારીકામ
 • ધોબીકામ
 • સાવરણી સુપડા બનાવનાર
 • દુધ-દહી વેચનાર
 • માછલી વેચનાર
 • પાપડ બનાવટ
 • અથાણા બનાવટ
 • ગરમ, ઠંડા પીણા, અલ્પાહાર વેચાણ
 • પંચર કીટ
 • ફ્લોર મીલ
 • મસાલા મીલ
 • મોબાઇલ રીપેરીંગ
 • હેર કટીંગ (વાળંદ કામ)

જરૂરી દસ્તાવેજોની યાદી

 • આધાર કાર્ડ
 • રેશન કાર્ડ
 • રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/લાઇસન્સ/ભાડાકરાર/ચુંટણી કાર્ડ/પ્રોપર્ટી કાર્ડ, જમીનના દસ્તાવેજો પૈકી કોઈ એક)
 • અરજદારની જાતિ નો દાખલો
 • વાર્ષિક આવક નો દાખલો
 • અભ્યાસનો પુરાવો
 • વ્યવસાય લક્ષી તાલીમ લીધેલી હોય તો તેનો પુરાવો
 • સ્વ ઘોષણા
 • એકરારનામું

માનવ ગરિમા યોજના 2023 ઓનલાઈન અરજી કઈ રીતે કરવી?

 • માનવ ગરીમા યોજનામાં સહાય મેળવવા માટેની અરજી ‘ઇ-સમાજ કલ્યાણ’ પોર્ટલ પર ઓનલાઇન જ કરવાની રહેશે. અરજી સાથેના જરૂરી ડોક્યુમેન્ટ્સ પણ ઓનલાઇન જ અપલોડ કરવાના રહેશે. અધુરી મળેલ અરજી દફ્તરે કરવામાં આવશે.
 • અરજદારના કુટુંબની વાર્ષિક આવક રૂા.૬,૦૦,૦૦૦ થી વધુ હોવી જોઇએ નહીં.
 • અનુસૂચિત જાતિ પૈકી અતિપછાત જાતિના અરજદારોને આવક મર્યાદાનું ધોરણ લાગું પડશે નહી.
 • અરજદારની ઉંમર જાહેરાતની તારીખે ૧૮ વર્ષથી ઓછી અને ૬૦ વર્ષથી વધુ હોવી જોઇએ નહીં.
 • આ યોજનાનો લાભ કુટુંબમાંથી કોઇ એક જ વ્યક્તિને એક જ વાર મળવાપાત્ર થશે.
 • અગાઉના વર્ષોમાં અરજદાર કે તેઓના કુટુંબના સભ્યોએ આ કચેરી દ્વારા કે ગુજરાત રાજ્યની અન્ય કચેરી, એજન્સી કે સંસ્થામાંથી આવી સમાન પ્રકારની સહાય || લાભ મેળવેલ હોવી જોઇએ નહીં.
 • જિલ્લા કચેરીના અધિકારીશ્રી / કર્મચારીશ્રી દ્વારા જરૂર જણાય તો અસલ ડોક્યુમેન્ટ માંગવામાં આવે ત્યારે બતાવવાના રહેશે.
 • માનવ ગરીમા યોજનામાં સહાય મેળવવા અંગેની વિગતો ઉક્ત પોર્ટલ પર દર્શાવેલ છે. જેનો સંપૂર્ણ અભ્યાસ કર્યા બાદ જ અરજદારોએ ઓનલાઇન અરજી કરવાની રહેશે. વધુ માહિતી માટે સંબંધિત જિલ્લાના નાયબ નિયામકશ્રી, અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરીનો સંપર્ક કરી શકાશે.
 • સદરહું યોજનામાં સહાય મેળવવા બાબતે કોઇ પ્રશ્ન ઉપસ્થિત થશે તો નિયામક,અનુસૂચિત જાતિ કલ્યાણ, ગુજરાત રાજય, ગાંધીનગરનો નિર્ણય આખરી રહેશે.
માનવ ગરિમા યોજના 2023

Leave a Comment