PM Kisan Yojana : આજે PM કિસાન યોજનાનો 15મો હપ્તો કરશે જાહેર, યાદીમાં તમારું નામ છે કે નહિ આરીતે કરો ચેક

PM Kisan Yojana : આજે PM કિસાન યોજનાનો 15મો હપ્તો કરશે જાહેર, યાદીમાં તમારું નામ છે કે નહિ આરીતે કરો ચેક.

PM કિસાન યોજનાનો 15મો હપ્તો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જનજાતીય ગૌરવ દિવસના અવસરે ઝારખંડના ખૂંટીમાં બિરસા કોલેજની મુલાકાત લેશે અને પીએમ કિસાન યોજનાનો 15મો હપ્તો જાહેર કરશે. 8 કરોડથી વધુ ખેડૂતોને 18 હજાર કરોડથી વધુની રકમ પ્રદાન કરવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાંચીમાં ભગવાન બિરસા મુંડા મેમોરિયલ પાર્ક અને સ્વતંત્રતા સેનાની સંગ્રહાલયની મુલાકાત લેશે.

જે બાદ પીએમ મોદી ભગવાન બિરસા મુંડાનાં જન્મસ્થાન ઉલિહાતૂ ગામ પહોંચશે. જ્યાં તેઓ ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરશે. પ્રધાનમંત્રી ખૂટીમાં જન-જાતીય ગૌરવ દિવસના ઉપલક્ષ્યમાં આયોજીત કાર્યક્રમમાં ભાગ લેશે.

PM કિસાન યોજનાનો 15મો હપ્તો
PM કિસાન યોજનાનો 15મો હપ્તો

આ દરમિયાન પ્રધાનમંત્રી “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” અને સંવેદનશીલ જનજાતીય સમૂહ મિશનનો શુભારંભ કરશે. આ સાથે જ પ્રધાનમંત્રી મોદી ઝારખંડમાં કેટલીયે વિકાસ પરિયોજનાઓનું ઉદ્ગાટન, શિલાન્યાસ કરી રાષ્ટ્રને સમર્પિત કરશે.

આ પણ ખાસ વાંચો:

ગુજરાત આંગણવાડી ભરતી 2023 : ધોરણ 10 પાસ પર 10,000 જગ્યાઓ પર ભરતી

Sardar Unity Trinity Quiz : સમર્થ ભારત, દેશભરમાં સરદાર યુનિટી ટ્રિનિટી ક્વિઝ નું આયોજન

દર વર્ષે જનજાતીય ગૌરવ દિવસ સાંસ્કૃતિક વારસાના સંરક્ષણ અને રાષ્ટ્રીય ગૌરવ, વીરતા તથા આતિથ્યના ભારતીય મૂલ્યોને પ્રોત્સાહન આપવા માટે આદિવાસીઓની કોશિશને માન્યતા આપવા માટે ઊજવવામાં આવે છે. સમગ્ર દેશમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ICAR ઈન્સ્ટિટ્યુટ, રાજ્ય કૃષિ યુનિવર્સિટી, પીએમ કિસાન સમૃદ્ધિ કેન્દ્ર, પ્રાથમિક કૃષિ સહકારી સમિતિઓ અને સામાન્ય સેવા કેન્દ્રમાં ઊજવવામાં આવશે.

PM કિસાન 15મા હપ્તાની તારીખ: PM કિસાન યોજનાના 15મા હપ્તાને ટ્રાન્સફર કરવાની તારીખો જાહેર કરવામાં આવી છે. PM મોદી આજ રોજ એક કાર્યક્રમમાં PM કિસાનનો 15મો હપ્તો દેશભરના 8 કરોડ ખેડૂતોના ખાતામાં સીધો ટ્રાન્સફર કરશે. આ યોજના હેઠળ, સરકાર એક વર્ષ દરમિયાન રૂ. 6000 ત્રણ હપ્તા દ્વારા સીધા બેંક ખાતામાં આપવામાં આવે છે.

  • PM કિસાન યોજના યોજનાનો 15મો હપ્તો આજે રિલીઝ થશે
  • 15મો હપ્તો મેળવવા માટે તમારે ઈ-કેવાયસી કરાવવું ફરજિયાત
  • 8 કરોડથી વધુ ખેડૂતોના બેંક ખાતામાં સીધા ટ્રાન્સફર કરાશે

ઈ-કેવાયસી શું છે?

ઈ-કેવાયસી એટલે ખેડૂતના આધારકાર્ડ અને મોબાઈલ નંબર સાથે લીંક કરવાની એક પ્રક્રિયા છે. જો ખેડૂતના બેંક એકાઉન્ટના સાથે આધારકાર્ડ લીંક ન હોય તો તેમણે બેંકમાં રૂબરૂ જઈને પોતાના બેંક એકાઉન્ટ સાથે આધારકાર્ડ અને મોબાઈલ નંબર લીંક કરવો ફરજીયાત છે. ઈ-કેવાયસી કરાવવા માટે આધારકાર્ડ મોબાઈલ નંબર સાથે લીંક હોવું જરૂરી છે. જો તેમ ન હોય તો ખેડૂતે પહેલા તાત્કાલિક આધારકાર્ડ સાથે મોબાઈલ નંબર લીંક કરાવવો પડશે. એ પછી બેંક ખાતા સાથે લીંક કરાવી શકાશે.

ખેડૂતોએ આધારકાર્ડ અને મોબાઈલ નંબર લીંક કરવા ક્યાં જવું?

ખેડૂતોએ આધારકાર્ડ અને મોબાઈલ નંબરને લીંક કરાવવા પોતાના ઘર નજીકના કોમન સર્વિસ સેન્ટર, સેવા સદન ખાતેની મામલતદાર કચેરી, ઈ-ગ્રામ સેન્ટર અથવા સરકાર તરફથી નિમાયેલ બેંકમાં લીંક પ્રક્રિયા કરાવી શકશે. હાલ જીલ્લામાં ઇન્ડીયામાં પોસ્ટ પેમેન્ટ બેન્કના કર્મચારી પણ કામગીરી કરે છે.

લાભાર્થીની યાદી આ રીતે ચેક કરી શકશો

  • સૌ પ્રથમ PM કિસાન વેબસાઈટ https://pmkisan.gov.in/ પર જાઓ.
  • તે પછી લાભાર્થી યાદી પર ક્લિક કરો.
  • રાજ્ય, જિલ્લો, બ્લોક અને ગામ જેવી વિગતો દાખલ કરો
  • તમામ માહિતી ભર્યા પછી રિપોર્ટ પર ક્લિક કરો.
  • આ પછી લાભાર્થીની યાદી તમારી સામે દેખાશે.

PM કિસાન યોજનાનો 15મો હપ્તો કઈ રીતે ચેક કરવો

  • PM કિસન યોજનાની સરકારી અધિકૃત વેબસાઈટ https://pmkisan.gov.in/ ઓપન કરો. જ્યાં હોમ પેજની જમણી બાજુમાં farmer corner પર જવાનું રહેશે.
  • હવે farmer corner મા જઈને Beneficiary Status મેનુમાં જવાનું રહેશે એ મેનુમાં ઘડિયાળ દોરેલ હશે.
  • જ્યાં હવે નવો પેજ ખુલશે પછી લાભાર્થી મોબાઈલ નંબર અને રજીસ્ટ્રેશન નંબર લખી કેપ્ચા કોડ નાખીને પોતાનો હપ્તો જમા થયો કે નહિ તે ચેક કરી શકશે.

ઝડપી અને વિશ્વસનીય સમાચાર માટે અમને ફોલો કરો

વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો

ફેસબુક પર અમને ફોલો કરવા અહીં ક્લિક કરો

ગુગુલ ન્યુઝ પર અમને ફોલો કરવા અહી ક્લિક કરો

1 thought on “PM Kisan Yojana : આજે PM કિસાન યોજનાનો 15મો હપ્તો કરશે જાહેર, યાદીમાં તમારું નામ છે કે નહિ આરીતે કરો ચેક”

Leave a Comment