Dhanteras 2023: ધનતેરસ લક્ષ્મીપૂજન મુહુર્ત અને પૂજનવિધિ, જાણો કઈ રીતે કરશો દેવી લક્ષ્મીને પ્રસન્ન

ધનતેરસ પર ધન વૃદ્ધિ યોગ, જાણો લક્ષ્મી-કુબેર, ભગવાન ધનવંતરીની પૂજાના મૂર્હુત. ધનતેરસ લક્ષ્મીપૂજન મુહુર્ત અને પૂજન વિધિ, જાણો કઈ રીતે કરશો દેવી લક્ષ્મીને પ્રસન્ન

Dhanteras 2023

ધનતેરસનો તહેવાર કારતક મહિનામાં કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિએ ઉજવવામાં આવે છે. ધનતેરસ એટલે ધન અને વૈભવનો દિવસ. ધનતેરસ એટલે લક્ષ્મીજીનો દિવસ. આજના દિવસે ઘરે ઘરે લક્ષ્મીજીનું પૂજન કરવામાં આવતું હોય છે. આજે ધનતેરસ છે ત્યારે ખરીદી માટેનો શ્રેષ્ઠ દિવસ ગણાય છે. માન્યતા છે કે આ દિવસે સોના, ચાંદી, પીતળ, સાવરણી સહિતની ખરીદીથી ઘરમાં સુખ-સમૃદ્ધિનો વાસ થાય છે.

સંસારનુ પહેલું સુખ એટલે ધન નહીં પરંતુ સ્વાસ્થ્યને માનતા હોય તેઓએ ધનતેરસની સાચી પૂજા ભગવાન ધન્વંતરિની કરવી જોઈએ. હિન્દુધર્મમાં ભગવાન વિષ્ણુના ચોવીસ અવતારોમાં બારમાં અવતાર તરીકે કૃષ્ણ પક્ષની ત્રયોદશી એટલે કે ધનતેરસના દિવસે ધન્વંતરિ ભગવાન પ્રાગટ્ય થયા હતા. તેથી જ આને ત્રયોદશી જયંતિ કહેવાય છે.

Dhanteras 2023
Dhanteras 2023

લોકો પોતાના ઘરે લક્ષ્મીજીનું પૂજન કરીને હંમેશા તેમના પર લક્ષ્મીજીની કૃપા રહે તેવી પ્રાર્થના કરતા હોય છે. દેશભરમાં ખૂબ જ ઉત્સાહ અને આનંદ સાથે દિવાળીના પર્વની ઉજવણી કરવામાં આવે છે. જેમાં ધનતેરસ પણ દિવાળીના પર્વનો જ એક ભાગ છે. આ શુભ દિવસે લોકો વિવિધ ધાર્મિક પ્રવૃત્તિઓમાં જોડાય છે અને ભગવાન કુબેર, ભગવાન ધન્વંતરી અને દેવી લક્ષ્મીની પૂજા કરે છે.

આ પણ ખાસ વાંચો:

Dhanteras 2023 : સાવરણી કરશે માલામાલ, કંગાળને પણ બનાવે ધનપતિ, જાણો કઈ રીતે કરશો ધનતેરસ ના દિવસે ઉપયોગ

ધનતેરસ 2023 : ભગવાન કુબેરને અર્પણ કરો આ વસ્તુ, ઘરમાં ક્યારેય ધનની અછત સર્જાશે નહિ

ધનતેરસ પૂજનવિધિ

ધનતેરસના દિવસે સાંજે ઉત્તર દિશા તરફ કુબેર અને ધન્વંતરીની સ્થાપના કરવી જોઈએ. બંનેની સામે એક-એક મુખવાળો ઘીનો દીવો પ્રગટાવવો. ભગવાન કુબેરને સફેદ મીઠાઈ અને ધન્વંતરીને પીળી મીઠાઈ અર્પણ કરવામાં આવે છે. પૂજા દરમિયાન “ધન્વંતરી સ્તોત્ર” નો પાઠ કરો. પૂજા પછી કુબેરને ધન સ્થાન પર અને ધન્વંતરીને દિવાળી પર પૂજા સ્થાન પર સ્થાપિત કરો.

ધનતેરસ 2023 શુભ મુહૂર્ત

ઉદયતિથિ અનુસાર 10 નવેમ્બર એટલે કે આજે ધનતેરસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ વખતે ધનતેરસની ત્રયોદશી તિથિ 10 નવેમ્બર એટલે કે આજે બપોરે 12.35 કલાકે શરૂ થઈ રહી છે અને આ તિથિ 11મી નવેમ્બરે એટલે કે આવતીકાલે બપોરે 1.57 કલાકે પૂરી થશે.

ધનતેરસ 2023 પૂજાનો સમય

  • આજે ધનતેરસની પૂજાનો સમય સાંજે 5:47 થી 7:43 સુધીનો રહેશે. જેનો સમયગાળો 1 કલાક 56 મિનિટનો રહેશે.

પ્રદોષ કાલ

  • સાંજે 05:30 થી શરૂ થઈને 08:08 સુધી ચાલુ રહેશે.

ખરીદી માટે શુભ મુહૂર્ત

  • અભિજીત મુહૂર્ત- 10મી નવેમ્બર એટલે કે આજે ધનતેરસના દિવસે સવારે 11.43 થી 12.26 સુધી. આ સૌથી શુભ મુહૂર્ત છે.

શુભ ચોઘડિયા

  • ખરીદી માટેનો બીજો સમય સવારે 11.59 થી બપોરે 1.22 સુધીનો છે. ખરીદી માટેનો ત્રીજો શુભ સમય આજે સાંજે 4.07 થી 5:30 સુધીનો રહેશે.

Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. GujaratiTak.com આની પુષ્ટિ કરતુ નથી.

ઝડપી અને વિશ્વસનીય સમાચાર માટે અમને ફોલો કરો

વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો

ફેસબુક પર અમને ફોલો કરવા અહીં ક્લિક કરો

ગુગુલ ન્યુઝ પર અમને ફોલો કરવા અહી ક્લિક કરો

Leave a Comment