National Film Award 2023 : નેશનલ ફિલ્મ એવોર્ડ 2023માં ગુજરાતી ફિલ્મો ઝળકી, જાણો તમામ માહિતી

National Film Award 2023 : 69માં નેશનલ ફિલ્મ એવોર્ડ જાહેર. ‘છેલ્લો શો‘ને બેસ્ટ ગુજરાતી ફિલ્મનો ખિતાબ મળ્યો, ‘દાળભાત‘ને બેસ્ટ શોર્ટ ફિલ્મ ફિક્શનનો એવોર્ડ મળ્યો.

National Film Award 2023

ગુરૂવારે એટલે કે વિશ્વ ગુજરાતી ભાષા દિવસે 69મા ‘નેશનલ ફિલ્મ એવોર્ડ 2023‘ની જાહેરાત થઈ હતી. જેમાં ગુજરાતી ફિલ્મોએ પણ બાજી મારી હતી. છેલ્લો શો‘ને બેસ્ટ ગુજરાતી ફિલ્મમાં સ્થાન મળ્યું હતું જ્યારે ‘દાળભાત‘ને બેસ્ટ શોર્ટ ફિલ્મ ફિક્શનનો એવોર્ડ મળ્યો હતો.

બીજી બાજુ આ વર્ષે આ વખતે બોલિવૂડ કરતાં સાઉથની ફિલ્મોએ વધુ એવોર્ડ પ્રાપ્ત કર્યા હતા. કેન્દ્રિય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે એવોર્ડના વિજેતાઓની જાહેરાત કરી હતી. સરદાર ઉધમ સિંહે શ્રેષ્ઠ હિન્દી ફિલ્મનો એવોર્ડ જીત્યો હતો, જ્યારે ‘ચાર્લી 777’ને શ્રેષ્ઠ કન્નડ ફિલ્મનો એવોર્ડ મળ્યો છે.

આલિયા ભટ્ટ, કૃતિ સેનને બેસ્ટ અભિનેત્રી (ગંગુબાઈ કાઠીયાવાડી અને મિમી માટે), અલ્લુ અર્જુન (પુષ્પા)ને બેસ્ટ અભિનેતા નામની જાહેરાત કરવામાં આવી છે.

National Film Award 2023
National Film Award 2023

નેશનલ ફિલ્મ એવોર્ડ 2023 કેટેગરી વાઈઝ

બેસ્ટ અભિનેતા: અલ્લુ અર્જુન (પુષ્પા ધ રાઇઝિંગ)

બેસ્ટ અભિનેત્રી: આલિયા ભટ્ટ (ગંગુબાઈ કાઠિયાવાડી) અને ક્રીતિ સેનન (મિમી)

બેસ્ટ સપોર્ટિંગ એક્ટર: પંકજ ત્રિપાઠી (મિમી)

બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ: પલ્લવી જોશી (ધ કાશ્મીર ફાઇલ્સ)

બેસ્ટ ફીચર ફિલ્મઃ ‘રોકેટ્રી – ધ નામ્બી ઈફેક્ટ’

બેસ્ટ ફર્સ્ટ ડિરેક્ટર ડેબ્યૂ નોન – ફીચર ફિલ્મ – પાંચિકા (ગુજરાતી)

બેસ્ટ ડિરેક્ટર : નિખિલ મહાજન (ગોદાવરી ધ હોલી વોટર)

બેસ્ટ સિનેમેટોગ્રાફીઃ ‘સરદાર ઉધમ’

બેસ્ટ હિન્દી ફિલ્મ – ‘સરદાર ઉધમ સિંહ’

બેસ્ટ ચિલ્ડ્રન મૂવી: ‘ગાંધી એન્ડ કંપની’

બેસ્ટ શોર્ટ નોન ફિક્શન ફિલ્મ – ‘દાળભાત’ (ગુજરાતી)

બેસ્ટ બાળકલાકાર – ભાવિન રબારી (છેલ્લો શો)

બેસ્ટ ગુજરાતી ફિલ્મ – ‘છેલ્લો શો’

બેસ્ટ મરાઠી ફિલ્મ – ‘એકદા કાયજાલા’

બેસ્ટ મલયાલમ ફિલ્મ – ‘હોમ’

બેસ્ટ તેલુગુ ફિલ્મ – ‘ઓપન્ના’

બેસ્ટ સંગીત નિર્દેશક – એમ.એમ કિરવાણી (RRR) દેવીશ્રી પ્રસાદ (પુષ્પા)

બેસ્ટ લિરિક્સ : ચંદ્ર બોઝ (કોંડા પોલમ)

બેસ્ટ એડિટિંગ – સંજય લીલા ભણસાલી ( ગંગુબાઈ કાઠિયાવાડી)

બેસ્ટ ફીમેલ પ્લેબેક સિંગર – શ્રેયા ઘોષાલ

બેસ્ટ મેલ પ્લેબેક સિંગરઃ કાલા ભૈરવ (RRR)

બેસ્ટ કોરિયોગ્રાફીઃ પ્રેમ રક્ષિષ્ઠ (RRR)

સ્પેશિયલ જ્યુરી એવોર્ડ: વિષ્ણુ વર્ધન (શેરશાહ)

બેસ્ટ સ્પેશિયલ ઇફેક્ટ : વી. શ્રીનિવાસ મોહન (RRR)

બેસ્ટ મેકઅપ આર્ટિસ્ટ:- ગંગુબાઈ કાઠિયાવાડી (પ્રીતિશીલ સિંહ ડિસોઝા)

બેસ્ટ સ્ક્રીનપ્લે: નાયતુ (મલયાલમ) ગંગુબાઈ કાઠિયાવાડી (હિન્દી)

બેસ્ટ ડેબ્યૂ નોન ફીચર ફિલ્મ ઑફ અ ડાયરેક્ટરનો એવોર્ડ ફિલ્મ પંચિકાને અપાયો છે. મહત્વનું છે કે, ‘પાંચીકા’ સાત વર્ષની મિરીની વાર્તા છે જે ભાણું પહોંચાડવા રણ પાર કરી મીઠાના અગર છે ત્યાં જઈ રહી છે. તેની પાછળ સુબા પણ જઈ રહી છે. સુબા અછૂત ગણાતી જાતીની છે અને તેમને એકબીજા સાથે રમવાની છૂટ નથી. આગળ જતાં તેમની દોસ્તી જ વાર્તામાં સમાજનાં એક પછી એક પાંચીકા ઉછાળતી જાય છે.

રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારની સ્થાપના વર્ષ 1954માં કરવામાં આવી હતી. ભારતના રાષ્ટ્રપતિ વિજેતાઓને આ પુરસ્કાર આપે છે. ભારતમાં સિનેમા જગતનો આ સર્વોચ્ચ એવોર્ડ છે. રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારનો મુખ્ય હેતુ ફિલ્મોના નિર્માણને પ્રોત્સાહન કરવાનો છે.

આ પણ ખાસ વાંચો:

Chandrayaan 3 Rover Video : ઈસરોએ રોવર પ્રજ્ઞાનનો વીડિયો કર્યો જાહેર, લેન્ડરમાંથી રોવર આવ્યું બહાર

Suryayaan : ચંદ્રયાન 3 ની સફળતા બાદ ISRO નું Aditya L1 મિશન, 2જી સપ્ટેમ્બરે સૂર્યયાન લોંચ કરશે

Leave a Comment