Gyan Sahayak Bharti 2023 : જ્ઞાન સહાયક ભરતી 2023, 4 સપ્ટેમ્બર સુધી કરી શકશો અરજી

જ્ઞાન સહાયક ભરતી 2023 : માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક યોજના (માધ્યમિક) માટે શાળા કક્ષાએ 11 માસ માટે કરાર આધારિત “જ્ઞાન સહાયક” (માધ્યમિક)ની જગ્યાના કરાર બાબત.

Gyan Sahayak Bharti 2023

શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્યની સરકારી અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં “જ્ઞાન સહાયક યોજના (માધ્યમિક)” માટે શાળા કક્ષાએ 11 માસ માટે કરાર આધારિત “જ્ઞાન સહાયક (માધ્યમિક)” ની જગ્યાઓની ભરતી માટે પસંદગી યાદી તૈયાર કરવા માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે.

ઉપરોક્ત જગ્યાઓ માટે ઉમેદવારની વય મર્યાદા ઓનલાઈન અરજી કરવાની તારીખ સુધીની રહેશે. ઉમેદવારે ઓનલાઈન અરજી http:gyansahayak.ssagujarat.org વેબસાઈટ પર જઈ કરવાની રહેશે. ઉમેદવારે અરજી કરતા પેહલા વેબસાઈટ પર મુકેલ ઉક્ત જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત, વયમર્યાદા, નિમણુંકનો પ્રકાર અને મહેનતાણા અંગેની સૂચનાઓ / માર્ગદર્શિકા પેહલા વાંચી લેવી. આ અરજીઓ રાજ્ય કક્ષાએ, જીલ્લા કક્ષાએ રૂબરુ, ટપાલ કે કુરિયર દ્વારા કોઈપણ અરજી સ્વીકારવામાં આવશે નહિ. તદઉપરાંત આવી મોકલેલ અરજીઓ માન્ય ગણાશે નહિ.

જગ્યાનું નામમાસિક ફિક્સ મહેનતાણુંવય મર્યાદા
જ્ઞાન સહાયક (માધ્યમિક)રૂ. 24,000/-40 વર્ષ

જ્ઞાન સહાયક ભરતી 2023

ઉમેદવારે પ્રમાણપત્રોની ખરાઈ માટે જયારે પણ રૂબરુ બોલાવવામાં આવે ત્યારે ઓનલાઈન કરેલ અરજીની પ્રિન્ટ સાથે જરૂરી પ્રમાણપત્રોની એક – એક ઝેરોક્ષ નકલ, પાસપોર્ટ સાઈઝનો ફોટોગ્રાફ્સ તેમજ ચકાસણી માટે અસલ પ્રમાણપત્રો સાથે હાજર રેહવાનું રહેશે.

ઓનલાઈન અરજી અહીંથી કરો

જ્ઞાન સહાયક ભરતી 2023 FAQs

જ્ઞાન સહાયક ભરતી 2023 ઓનલાઈન અરજી ક્યારથી શરુ થાય છે?

ઓનલાઈન અરજી કરવાની તારીખ : 26-08-2023 (14:00 કલાકથી શરૂ)

જ્ઞાન સહાયક ભરતી 2023 ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ : 04-09-2023 (23:59 કલાક સુધી)

જ્ઞાન સહાયક ભરતી 2023 ઓનલાઈન અરજી કરવા માટેની ઓફિશ્યલ વેબસાઈટ કઈ છે?

જ્ઞાન સહાયક ભરતી 2023 ઓનલાઈન અરજી કરવા માટેની ઓફિશ્યલ વેબસાઈટ http:gyansahayak.ssagujarat.org છે.

આ પણ ખાસ વાંચો:

National Film Award 2023 : નેશનલ ફિલ્મ એવોર્ડ 2023માં ગુજરાતી ફિલ્મો ઝળકી, જાણો તમામ માહિતી

Chandrayaan 3 Rover Video : ઈસરોએ રોવર પ્રજ્ઞાનનો વીડિયો કર્યો જાહેર, લેન્ડરમાંથી રોવર આવ્યું બહાર

GPSC ભરતી 2023 : ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા કુલ 388 જગ્યા પર ભરતી જાહેર, આ તારીખ સુધી કરી શકશો અરજી

Leave a Comment