ગુજરાતમાં માવઠું: બીજો રાઉન્ડ શરુ, જાણો ક્યાં જિલ્લાઓમાં પડશે વરસાદ

ગુજરાતમાં માવઠું નો બીજો રાઉન્ડ આજથી શરુ થશે, ગુજરાતના ક્યાં ક્યાં જિલ્લાઓમાં વરસાદની આગાહી?, આ માવઠા વચ્ચે ઠંડીનું શું?

ગુજરાતમાં માવઠું

Gujarat Weather Report: આજથી ગુજરાત રાજ્યમાં 3 દિવસ સુધી કમોસમી વરસાદનો બીજો રાઉન્ડ શરૂ, કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરાઇ છે. માવઠાના આ બીજા રાઉન્ડથી જગતનો તાત ચિંતિત છે, એટલે એમ કહી શકાય કે ખેડૂતો માટે માઠા સમાચાર છે. બે દિવસ માવઠું રહેશે.

હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી છે. રાજ્યમાં બે દિવસ કમોસમી વરસાદ થઈ શકે છે. મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં માવઠું થઈ શકે છે. અમદાવાદ હવામાન વિભાગની આગાહી અનુસાર, હજી બે દિવસ રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠું થવાની શક્યતા છે. હવામાન વિભાગના ડાયરેક્ટના જણાવ્યા પ્રમાણે, ડિસેમ્બર મહિનામાં ઠંડી વધવાની આગાહી કરવામાં આવી છે. જાણો, આજે અને કાલે ક્યાં પડી શકે છે વરસાદ?

આજે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી , કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરાઇ. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદની આગાહી. વડોદરા, ભરૂચમાં કમોસમી વરસાદની આગાહી . નર્મદા, તાપી, ડાંગમાં પણ કમોસમી વરસાદની આગાહી.

આ પણ ખાસ વાંચો:

માઈચૌંગ વાવાઝોડું: આગામી 48 કલાકમાં બંગાળની ખાડી સાથે ટકરાશે, IMDએ આપી ચેતવણી

GSSSB પરીક્ષા પદ્ધતિ: હવે પેપરલેસ થશે ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા, TCS ની મદદથી પરીક્ષા

બંગાળની ખાડીમાં આગામી દિવસોમાં ભીષણ ચક્રવાત સર્જાયું છે. જેના લીધે ઓરિસ્સા સહિત દક્ષિણના દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. તેમજ 150 પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવાની આંશકા છે. આની અસર ઉત્તર ભારતના ભાગમાં પણ પડશે. ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષા થશે. જેની અસર ગુજરાતમાં પણ થવાની શક્યતા છે. ગુજરાતમાં ઠંડીનો ચમકારો ધીમે ધીમે વધશે. બંગાળના ચક્રવાતની અસર 2 ડિસેમ્બરથી 8 ડિસેમ્બર સુધી રહેશે.

ગુજરાતમાં માવઠું
ગુજરાતમાં માવઠું

મનોરમા મોહન્તીએ વધુમાં જણાવતા કહ્યું હતું કે, આગામી બે ત્રણ દિવસમાં વડોદરા અને ભરૂચમાં વરસાદ થઇ શકે છે. નોંધનીય છે કે, આજે વડોદરા, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગ માટે આગાહી છે. જ્યારે આવતીકાલે ત્રણ જિલ્લામાં વરસાદની આગાહી છે. આવતીકાલે પંચમહાલ, વડોદરા, ભરૂચમાં માવઠું થઈ શકે છે.

ઝડપી અને વિશ્વસનીય સમાચાર માટે અમને ફોલો કરો

વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો

ફેસબુક પર અમને ફોલો કરવા અહીં ક્લિક કરો

ગુગુલ ન્યુઝ પર અમને ફોલો કરવા અહી ક્લિક કરો

Leave a Comment