Exit Polls 2023 Live: રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાના અને મિઝોરમમાં કોની બનશે સરકાર

રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાના અને મિઝોરમ ચૂંટણી Exit Polls 2023 Live. પાંચેય રાજ્યોના ચૂંટણી પરિણામો 3 ડિસેમ્બરે આવશે. જેમાં મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, તેલંગાણા અને મિઝોરમનો સમાવેશ થાય છે.

Table of Contents

Exit Polls 2023 Live

Rajasthan, Madhya Pradesh, Telangana, Chhattisgarh and Mizoram Assembly Elections Results 2023 Live: 5 રાજ્યોમાં ચૂંટણી સંપન્ન થઈ ગઈ છે, ત્યારે હવે 3 ડિસેમ્બરે જાહેર થનારા પરિણામ પર લોકોની નજર રહેશે. આ પહેલા આજે વિવિધ એજન્સીઓ દ્વારા એક્ઝિટ પોલ બહાર પાડવામાં આવશે.

રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીનું ત્રીજી ડિસેમ્બરે પરિણામ જાહેર થાય તે પહેલા આજે એક્ઝિટ પોલ આવવાના શરૂ થઈ ગયા છે. એક્ઝિટ પોલના પરિણામ આવ્યા બાદ રાજ્યનો તાજ કયા પક્ષના શિરે જશે, તેનો અંદાજ પણ સામે આવી જશે. 200 વિધાનસભા બેઠકો ધરાવતા રાજસ્થાનમાં મુખ્ય મુકાબલો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે છે.

રાજસ્થાનમાં અગાઉ 2018માં કોંગ્રેસે વિજય મેળવ્યો હતો, જ્યારે 2013ની ચૂંટણીમાં ભાજપની બહુમતી સાથે જીતી હતી. રાજ્યમાં 25 નવેમ્બરે યોજાયેલ મતદાનમાં 74.13 ટકા મતદાન નોંધાયું હતું, જ્યારે ચૂંટણી પરિણામ ત્રીજી ડિસેમ્બરે જાહેર થશે. રાજ્યમાં બહુમતી મેળવવાનો આંકડો 100 છે.

એક્ઝિટ પોલ એ મતદારોનો સર્વે છે જે એજન્સીઓ દ્વારા ચૂંટણીના પરિણામની આગાહી કરવા માટે હાથ ધરવામાં આવે છે. તેનો ઉદ્દેશ વિજેતાની આગાહી કરવાનો અને મતદારના પેટર્નને સમજવાનો છે. જોકે તેઓ હંમેશા સચોટ હોતા નથી, તેમ છતાં તેઓ ચૂંટણી વિશે વાજબી સંકેત આપે છે.

આ પણ ખાસ વાંચો:

TATA Technologies IPO Listing: TATAના IPOની ધમાકેદાર એન્ટ્રી, રોકાણકારોના પૈસા ડબલ

GSSSB પરીક્ષા પદ્ધતિ: હવે પેપરલેસ થશે ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા, TCS ની મદદથી પરીક્ષા

માઈચૌંગ વાવાઝોડું: આગામી 48 કલાકમાં બંગાળની ખાડી સાથે ટકરાશે, IMDએ આપી ચેતવણી

ભારતના ચૂંટણી પંચના નિયમ મુજબ અંતિમ તબક્કાનું મતદાન સત્તાવાર રીતે જાહેર થયા બાદ જ એક્ઝિટ પોલની જાણકારી આપી શકાશે. આવી સ્થિતિમાં ટીવી ચેનલો અને ન્યૂઝ સાઇટ્સ તેલંગાણામાં સાંજે 5 વાગ્યે મતદાન સમાપ્ત થયાના દોઢ કલાક પછી એક્ઝિટ પોલના પરિણામો આપશે. જો કે બાદમાં તેને ઘટાડીને અડધો કલાક કરી દેવામાં આવ્યો હતો.

ઝડપી અને વિશ્વસનીય સમાચાર માટે અમને ફોલો કરો

વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો

ફેસબુક પર અમને ફોલો કરવા અહીં ક્લિક કરો

ગુગુલ ન્યુઝ પર અમને ફોલો કરવા અહી ક્લિક કરો

1 thought on “Exit Polls 2023 Live: રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાના અને મિઝોરમમાં કોની બનશે સરકાર”

Leave a Comment