GSSSB પરીક્ષા પદ્ધતિ: હવે પેપરલેસ થશે ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા, TCS ની મદદથી પરીક્ષા

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા GSSSB પરીક્ષા પદ્ધતિ માં ફેરફાર કરવામાં આવ્યો છે, પરીક્ષા માટે ટાટા કન્સલટન્સી સર્વિસ( TCS) અજેન્સીને સિલેક્ટ કરવામાં આવી છે.

GSSSB પરીક્ષા પદ્ધતિ

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષાની પદ્ધતિમાં ફેરફારનો મહત્વનો નિર્ણય, પહેલીવાર કંઈક નવું થશે. હવે પેપરલેસ થશે ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા: TCSની મદદથી કોમ્પ્યુટર પર જ જવાબો આપવાના રહેશે, જાણો બીજા કયા ફેરફારો કરાયા.

GSSSB Exam Pattern : ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા પદ્ધતિને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષા પદ્ધતિમાં મોટો ફેરફાર કર્યો છે. વિગતો મુજબ હવે પરીક્ષા પદ્ધતિને પેપરલેસ કરાઇ છે. જેથી હવે ઉમેદવારોની સંખ્યાના આધારે એક દિવસથી વધુ પરીક્ષા લેવાશે. પ્રાથમિક વિગતો મુજબ એક દિવસ દરમિયાન 3 પેપર કઢાશે. ઉમેદવારોએ કોમ્પ્યુટર પર જ પરીક્ષા આપવાની રહેશે.

આ પણ ખાસ વાંચો:

PM Kisan Yojana : આજે PM કિસાન યોજનાનો 15મો હપ્તો કરશે જાહેર, યાદીમાં તમારું નામ છે કે નહિ આરીતે કરો ચેક

TATA Technologies IPO Allotment: ટાટા ટેકનોલોજીસ શેર એલોટમેન્ટ જાહેર, જાણો અહીંથી

માઈચૌંગ વાવાઝોડું: આગામી 48 કલાકમાં બંગાળની ખાડી સાથે ટકરાશે, IMDએ આપી ચેતવણી

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આગામી સમયમાં ઉમેદવારોની પરીક્ષા પેપરલેસ કરવામાં આવશે અને પરીક્ષા કમ્પ્યુટર પર લેવામાં આવશે. આ સાથે જો એક પરીક્ષામાં ઉમેદવારોની સંખ્યા વધુ હશે તો તેમની પરીક્ષા એક જ દિવસમાં પૂર્ણ નહીં થાય. એટલે કે લાખો ઉમેદવારોએ ફોર્મ ભર્યા હશે તો પરીક્ષા એક કરતા વધુ દિવસ પણ યોજાઈ શકે છે. આ સિવાય પ્રાથમિક માહિતીમાં દિવસના ત્રણ પેપર કાઢવામાં આવશે તેવી વિગતો પણ મળી રહી છે.

પરીક્ષાપત્રો લીક થઇ જવાની ઘટનાઓને ઘટાડવા માટે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. મંડળે પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કર્યો છે. હવે મંડળ દ્વારા લેવામાં આવનારી પરીક્ષો સંપૂર્ણપણે પેપરલેસ હશે એટલે કે કોમ્પ્યુટર પર પરીક્ષા આપવાની રહેશે. એક સાથે 15 હજાર ઉમેદવાર પરીક્ષા આપી શકશે. કોમ્પ્યુટર પરીક્ષા માટે એજન્સી નક્કી કરવામાં આવી છે. ટીસીએસ કંપનીને પરીક્ષા માટેની જવાબદારી સોંપવામાં આવશે.

કોમ્પ્યુટર આધારિત પરીક્ષા પદ્ધતિ એક એજન્સી દ્વારા લેવામાં આવશે. આ માટે ગૌણ સેવા પસંદગી મંડળે એજન્સી પણ નક્કી કરી લીધી છે. ટાટા કન્સલટન્સી સર્વિસ( TCS) દ્વારા આ પરીક્ષા લેવામાં આવશે. માહિતી અનુસાર કાગળોનો ઉપયોગ ઘટાડવા અને આધુનિક સમયમાં ટેક્નોલોજી સાથે તાલમેલ જાળવવા માટે આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. એવું પણ માનવામાં આવી રહ્યું છેકે, નવી પદ્ધતિથી પરીક્ષાની પ્રક્રિયા વધુ સરળ બની જશે.

ઝડપી અને વિશ્વસનીય સમાચાર માટે અમને ફોલો કરો

વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો

ફેસબુક પર અમને ફોલો કરવા અહીં ક્લિક કરો

ગુગુલ ન્યુઝ પર અમને ફોલો કરવા અહી ક્લિક કરો

Leave a Comment