Election Result 2023 Live Updates: ચાર રાજ્ય વિધાનસભા ચૂંટણી પરિણામ 2023

Election Result 2023 Live Updates રિવાજ કે ઇતિહાસ, કમલનાથ કે શિવરાજ, મતગણતરી શરું. મધ્યપ્રદેશ-રાજસ્થાનમાં ભાજપ તો છત્તીસગઢ-તેલંગાણામાં કોંગ્રેસ શરુઆતના ટ્રેન્ડમાં આગળ.

આજે લોકસભાની ચૂંટણી પહેલા ભાજપ અને કોંગ્રેસનો મોટા ટેસ્ટનું પરિણામ આવવાનું છે. આજે રવિવારે રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને તેલંગાણામાં વિધાનસભા ચૂંટણીની મતગણતરી શરૂ થઇ ગઇ છે. હાલ મધ્યપ્રદેશમાં ભાજપ છે. જ્યારે રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસની સરકાર છે. તેલંગાણામાં કે. ચંદ્રશેખર રાવના નેતૃત્વમાં ભારત રાષ્ટ્ર સમિતિ છે. ત્યારે આજે બપોર સુધીમાં આ ચાર રાજ્યોમાં ક્યાં કોની સરકાર બનશે અને કોને માત મળશે તે અંગે મોટાભાગનું ચિત્ર સ્પષ્ટ થઇ શકે છે.

4 રાજ્યની ચૂંટણીનાં આજે પરિણામ, રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધી ટક્કર

ચાર રાજ્યો મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને તેલંગાણામાં આજે મતગણતરી છે. આ ચાર રાજ્યોની વિધાનસભા ચૂંટણીના રૂઝાન આવવાનું શરૂ થઈ ગયુ છે. બપોરના 1 વાગ્યા સુધીમાં ચિત્ર મહદ અંશે સ્પષ્ટ થાય તેવી શક્યતા છે.

છત્તીસગઢમાં 20 સીટો માટે પ્રથમ તબક્કો 7મી નવેમ્બરે, બીજો તબક્કો 70 સીટો માટે 17મી નવેમ્બરે, 17મી નવેમ્બરે મધ્યપ્રદેશની તમામ 230 સીટો માટે, 25મી નવેમ્બરે રાજસ્થાનની 200 સીટો માટે અને 30મી નવેમ્બરે તેલંગાણાની 119 સીટો માટે મતદાન યોજાયું હતું. આ ચાર રાજ્યોમાંથી ભારતીય જનતા પાર્ટી (BJP) મધ્યપ્રદેશમાં 2003થી સત્તામાં છે.

Election Result 2023 Live
Election Result 2023 Live

રાજસ્થાનમાં 1998થી કોંગ્રેસ અને ભાજપ વારાફરતી સત્તા પર આવી રહ્યા છે. આ વખતે કોંગ્રેસ જૂની પેન્શન અને તેની ગેરંટીનાં આધારે સત્તા પરિવર્તનની પરંપરા બદલવાનો દાવો કરી રહી છે. પરંતુ ભાજપને શાસન બદલવાની આશા છે.

આ પણ ખાસ વાંચો:

ગુજરાતમાં માવઠું: બીજો રાઉન્ડ શરુ, જાણો ક્યાં જિલ્લાઓમાં પડશે વરસાદ

TATA Technologies IPO Listing: TATAના IPOની ધમાકેદાર એન્ટ્રી, રોકાણકારોના પૈસા ડબલ

ચૂંટણીના પરિણામો જાહેર થવાના છે. સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ છે. 25 નવેમ્બરના રોજ 200 સીટો ધરાવતા રાજસ્થાનની 199 સીટો પર વોટિંગ થઈ હતી. ત્યારે આજે કુલ 1863 ઉમેદવારો સહિત દેશભરના લોકો પરિણામ જાણવા માટે ઉત્સુક છે

હાલ રાજ્યમાં કોંગ્રેસની સરકાર છે. મુખ્યમંત્રી અશોક ગેહલોત ફરી એકવાર સત્તામાં વાપસીની આશા છે. જ્યારે ભાજપને આશા છે આ વખતે તેઓ સરકાર બનાવશે.

ઝડપી અને વિશ્વસનીય સમાચાર માટે અમને ફોલો કરો

વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો

ફેસબુક પર અમને ફોલો કરવા અહીં ક્લિક કરો

ગુગુલ ન્યુઝ પર અમને ફોલો કરવા અહી ક્લિક કરો

Leave a Comment