બીપરજોય વાવાઝોડુ : હેલ્પલાઇન નંબર લીસ્ટ

બીપરજોય વાવાઝોડુ : બીપોરજોય વાવાઝોડા સંદર્ભે રાજ્યના તમામ જિલ્લાઓમાં કંટ્રોલરૂમ કાર્યરત, ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર 1077 લગાવી પાન જે તે જીલ્લામાંથી સહાય મેળવી શકાશે.

બીપરજોય વાવાઝોડુ
બીપરજોય વાવાઝોડુ

બીપરજોય વાવાઝોડુ

અરબી સમુદ્રમાં સર્જાયેલા બિપરજોય વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે રાજ્યના ઉદ્યોગો માટે “સ્ટેટ કંટ્રોલ રૂમ” ની શરૂઆત કરાવી.

સંભવિત અસર પામવાના જિલ્લાઓ (કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, જુનાગઢ, ગીર સોમનાથ, મોરબી) માં ઉદ્યોગોને વધુ નુકસાન ન થાય અને સાવચેતી રૂપી પગલાં ભરી શકાય તે માટે જીઆઇડીસી, ઈન્ડસ્ટ્રીઝ કમિશનરશ્રીની કચેરી, એમ.એસ.એમ.ઈ. કમિશ્નરશ્રીની કચેરીના સંયુક્ત રીતે આ કંટ્રોલ રૂમ શરૂ કરેલ છે. જેમાં સંલગ્ન ઔદ્યોગિક વસાહત મંડળ પણ સહયોગ કરનાર છે.

૨૪ X ૭ શરૂ રહેનારા કંટ્રોલ રૂમમાં ૦૮-૦૮ કલાક અધિકારીઓ ફરજ બજાવશે, જે કલેકટર કચેરીઓના સંપર્ક અને પરામર્શમાં રહી જરૂરી કામગીરી કરશે.

આ કંટ્રોલ રૂમનો નંબર : ૦૭૯-૨૩૨-૫૮૩૮૫ છે.

બીપરજોય ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર

વાવાઝોડાની મહત્તમ અસરની શક્યતા ધરાવતા વિસ્તારોમાં રહેતા લોકોને સુરક્ષિત આશ્રયસ્થાનો પર લઈ જવાની કામગીરી તંત્ર કરી રહ્યું છે. માન. મંત્રીશ્રીઓ પણ આ સ્થળોની મુલાકાત લઈ ત્યાંની સુવિધાઓની સમીક્ષા કરી રહ્યા છે. માનવીય સંવેદના સાથે નાગરિકોને ઓછામાં ઓછી તકલીફ પડે તેવો રાજ્ય સરકારનો અભિગમ છે.

બીપરજોય વાવાઝોડુ ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર

બિપરજોય વાવાઝોડા સંદર્ભે રાજ્યના તમામ જિલ્લાઓમાં કંટ્રોલરૂમ કાર્યરત : સહાય માટે કંટ્રોલરૂમના નંબર પર સંપર્ક કરવા રાહત નિયામકશ્રી કચેરી દ્વારા અનુરોધ..

ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર 1077 લગાવી પણ જે તે જિલ્લામાંથી સહાય મેળવી શકાશે.

સાઇકલોન સેન્ટરો પર સ્થળાંતરિત કરેલા લોકોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ના પડે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 25000 જેટલા ફૂડ પેકેટ તથા પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે.

આ પણ ખાસ વાંચો :

બીપરજોય વાવાઝોડુ : આગામી પાંચ દિવસ જિલ્લાવાર આગાહી અને ચેતવણી જાણો અહીંથી

Cyclone Biparjoy : “બીપરજોય” વાવાઝોડા દરમ્યાન તકેદારીના વિવિધ પગલાંની જાણકારી

બીપોરજોય વાવાઝોડુ : 15મી જુને “બીપોરજોય ” વાવાઝોડુ કચ્છના માંડવી અને પાકિસ્તાનના કરાચી વચ્ચે ટકરાવાની શક્યતા

Biporjoy Cyclone : બીપોરજોય વાવાઝોડાને લઈને મહત્વના સમાચાર

ગુજરાતના દરિયાકિનારા તરફ આગળ વધી રહેલા બિપરજોય વાવાઝોડાની ગંભીરતા ધ્યાને રાખીને દરિયાકાંઠાના જિલ્લાઓમાં તંત્ર દ્વારા સલામતી માટે પરિસ્થિતિ મુજબ તમામ જરૂરી આનુષંગિક વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે.

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ટેલીફોનિક વાતચીત કરીને ગુજરાતમાં બિપરજોય વાવાઝોડાની સ્થિતિ તેમજ તંત્રની સજ્જતા અંગેની વિગતો મેળવી. આપત્તિની આ સ્થિતિમાં ગુજરાતને શક્ય તમામ મદદ પુરી પાડવાની ખાતરી તેઓશ્રીએ આપી.

Leave a Comment