Shubman Gill : ટીમ ઇન્ડિયા માટે ખરાબ સમાચાર, શુભમન ગીલનો ડેન્ગ્યું રીપોર્ટ પોઝેટીવ

Shubman Gill : World Cup 2023 ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ મેચ અગાઉ ટીમ ઇન્ડિયા માટે ખરાબ સમાચાર, શુભમન ગિલને થયો ડેંગ્યુ.

Table of Contents

Shubman Gill

ટીમ ઇન્ડિયા માટે ખરાબ સમાચાર આવી રહ્યા છે, ઓસ્ટ્રેલીયા સામેની પ્રથમ મેચ પેહલા ટીમ ઇન્ડિયા માટે ખરાબ સમાચાર આવી રહ્યા છે, ભારતીય સ્ટાર બેટ્સમેન ઓપનર શુભમન ગીલનો ડેન્ગ્યું રીપોર્ટ પોઝેટીવ આવ્યો છે. ટીમ ઇન્ડિયાની પ્રથમ મેચ રવિવારે ઓસ્ટ્રેલીયા સામે ચેન્નાઈમાં રમાવાની છે.

Shubman Gill Dengue Positive: ભારતીય ચાહકો માટે ખરાબ સમાચાર છે. ઓપનર શુભમન ગિલ ડેન્ગ્યુનો શિકાર બન્યો છે. ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ શુભમન ઓસ્ટ્રેલિયા સામેની મેચમાંથી પણ બહાર રહી શકે છે. પરંતુ હાલમાં આ અંગે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ તરફથી કોઈ સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ નથી.

સ્ટાર ઓપનર શુભમન ગિલ જેણે ગુરુવારે ઓસ્ટ્રેલિયા સામેની મેચ પહેલાં નેટ સેશનમાં ભાગ નહોતો લીધો, તેનો ડેન્ગ્યુનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલમાં તેની સારવાર ચાલી રહી છે. ટીમ મેનેજમેન્ટ નજીકના સૂત્રોએ જણાવ્યું છે કે, આજે ફરી એકવાર તેના રિપોર્ટ્સ કરાવવામાં આવશે અને તે બાદ નિર્ણય લેવાશે કે, તે રવિવારે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમ ચેન્નઈ ખાતે રમશે કે નહીં.

આ પણ ખાસ વાંચો:

6 ઓક્ટોબર આજનું રાશિફળ : આ રાશિના જાતકોની આર્થિક સ્થિતિ સારી બનશે

Rs 2000 Notes Exchange Last Date Extended : 2000 રૂપિયાની નોટ બદલવાની છેલ્લી તારીખ લંબાવવામાં આવી

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ મેચ ચેન્નઈમાં રમાવાની છે. આ પહેલા ટીમ ઈન્ડિયા ચિદમ્બરમ સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરી રહી છે. પરંતુ શુભમને પ્રેક્ટિસમાં ભાગ લીધો ન હતો. તેનો ડેન્ગ્યુનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જે પોઝિટિવ આવ્યો હતો. હાલમાં શુભમન મેનેજમેન્ટ અને ડોક્ટરોની દેખરેખમાં છે. શુક્રવારે ફરીથી તેની તપાસ કરવામાં આવશે. જો શુભમનની રિકવરી સારી રહેશે તો તે ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં રમી શકે છે. પરંતુ જો તે સ્વસ્થ નહીં થાય તો તે ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ મેચમાંથી બહાર થઈ જશે.

Shubman Gill
Shubman Gill

જો શુભમન ગિલ સમયસર રિકવર ન થાય તો તેની જગ્યાએ ઈશાન કિશન રોહિત શર્મા સાથે ઓપનિંગ કરી શકે છે. ઈશાન કિશનને વર્લ્ડ કપમાં ઓપનર બેકઅપ તેમજ મિડલ ઓર્ડર ફ્લોટર બેટ્સમેન તરીકે લેવામાં આવ્યો છે. કિશન ઉપરાંત લોકેશ રાહુલ પણ અન્ય એક વિકલ્પ છે, જેણે ભૂતકાળમાં ઘણી બધી વખત રોહિત સાથે સફળતાપૂર્વક ઓપનિંગ કરી છે. જો કે, ગિલની ગેરહાજરી ભારત માટે બહુ મોટો ઝટકો છે. ગિલ આ વર્ષે વનડેમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય બેટ્સમેન છે. ઉલ્લેખનીય છે કે, માત્ર ભારત જ નહીં, સમગ્ર વિશ્વમાં આ વર્ષે વનડેમાં તેનાથી વધુ રન કોઈએ બનાવ્યા નથી.

ઝડપી અને વિશ્વસનીય સમાચાર માટે અમને ફોલો કરો

વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો

ફેસબુક પર અમને ફોલો કરવા અહીં ક્લિક કરો

ગુગુલ ન્યુઝ પર અમને ફોલો કરવા અહી ક્લિક કરો

Leave a Comment