આધારકાર્ડ : હવે ઘેર બેઠા આધાર કાર્ડ સુધારો ફ્રી માં

આધારકાર્ડ : UIDAI દ્વારા આધારકાર્ડમાં ઓનલાઇન કોઈ પણ ચાર્જ વગર સુધારા કરવાની મર્યાદા ત્રણ મહિના વધારી 14 સપ્ટેમ્બર સુધીની કરવામાં આવી છે. જેના દ્વારા લોકો ઘેર બેઠા જ આધારકાર્ડમાં સુધારા કરી શકશે.

આધારકાર્ડ

યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે UIDAI દ્વારા લોકહિતમાં જાહેરાત કરવામાં આવીછે, કે હવે આધાર કાર્ડમાં સરનામું, નામ, નંબર બદલવા કરવા માટે કોઈ ફી ભરવાની રહેશે નહિ. એટલે કે લોકો હવે કોઈ પણ ચાર્જ વગર આધાર કાર્ડ મા અપડેટેશનની આ તમામ પ્રકિયા જાતે ઓનલાઈન કરી શકશે. આનાથી આધાર કાર્ડ ધરાવતા કરોડો લોકોને ફાયદો થશે. દેશમાં 134 કરોડ લોકો આધારકાર્ડ ધરાવે છે.

આધારકાર્ડ
આધારકાર્ડ

આ પેહલા UIDAI દ્વારા ત્રણ મહિના એટલે 14 જૂન સુધી આધારકાર્ડ અપડેટ ફ્રી મા કરી શકશે એવી જાહેરાત કરવામાં આવી હતી. હવે તેમાં UIDAI દ્વારા મર્યાદા ત્રણ મહિના વધારી 14 સપ્ટેમ્બર સુધી કરવામાં આવી છે. જો કે ઓફલાઈન આધાર સેન્ટરમાં જઈને અપડેટ કરાવો તો 50 રૂપિયા ચાર્જ આપવો પડશે.

આ પણ ખાસ વાંચો :

Vitality T20 Blast : બ્રાડ ક્યુરી દ્વારા ક્રિકેટ ઇતિહાસનો સૌથી અદભુત કેચ કર્યો

હવે ઘેર બેઠા આધાર કાર્ડ સુધારો ફ્રી માં

  • ખાસ જણાવવાનું કે આ ઝુંબેશ એવા નાગરિકોને લાગુ પડે છે કે જેમણે 10 વર્ષ પહેલાં પોતાનું આધારકાર્ડ મેળવ્યું હોય હોય અને તેને અપડેટ કર્યું નથી.

આ સુવિધા મેળવવા માટે, વ્યક્તિએ સત્તાવાર વેબસાઇટ પર ઓળખ અને સરનામાના પુરાવા સબમિટ કરવાના જરૂરી રહેશે. આમ જોવા જઈએ તો સામાન્ય રીતે દરેક વખતે આધારકાર્ડની વિગતો અપડેટ કરવા માટે ₹50નો ખર્ચ થાય છે.

કોઈ પણ વ્યક્તિ જો આધારકાર્ડમાં ઓનલાઈન સુધારો કરવા માંગતા હોય તો તેમને જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના રેહશે.

આધારકાર્ડમાં સરનામું સુધારવા માટે / આધારકાર્ડ નામ સુધારવા માટે જરૂરી ડોક્યુમેન્ટ લીસ્ટ

  • પાસપોર્ટ
  • રેશનકાર્ડ
  • ચૂંટણીકાર્ડ
  • ડ્રાઈવિંગ લાયસન્સ
  • PSU દ્વારા જારી કરાયેલ સરકારી ફોટો આઈડી / સેવા ઓળખ કાર્ડ
  • પેન્શનર કાર્ડ / સ્વતંત્રતા સેનાની કાર્ડ
  • કિસાન પાસબુક
  • રાજ્ય / કેન્દ્ર / PSUs દ્વારા ફોટા સાથે જારી કરાયેલ CGHS / ECHS / ESIC / મેડીકલ ક્લેમ કાર્ડ.
  • વિકલાંગતા ID કાર્ડ
  • વીજ બિલ
  • પાણી બિલ
  • ટેલીફોન લેન્ડલાઈનબિલ
  • પ્રોપર્ટી ટેક્સ રસીદ
  • વીમા પોલીસી
  • અન્ય પ્રૂફ

આધારકાર્ડમાં જન્મ તારીખ સુધારવા માટે જરૂરી ડોક્યુમેન્ટ ની યાદી

  • જન્મ પ્રમાણપત્ર
  • પાસપોર્ટ
  • પાનકાર્ડ
  • કોઈપણ સરકારી બોર્ડ અથવા યુનિવર્સીટી દ્વારા જારી કરાયેલ માર્કશીટ
  • DOB ધરાવતા PSU દ્વારા જારી કરાયેલ સરકારી ફોટો આઈડી / ફોટો ઓળખ કાર્ડ
  • શાળા છોડ્યાનું પ્રમાણપત્ર

આધારકાર્ડ ઓનાલીન અપડેટ કઈ રીતે કરવું?

સ્ટેપ 1. સૌપ્રથમ UIDAI ની ઓફિશ્યલ વેબસાઈટ https://myaadhaar.uidai.gov.in પર જવાનું રેહશે.
સ્ટેપ 2. લોગીન મેનુ બટન પર ક્લિક કરો.
સ્ટેપ 3. ત્યારબાદ આધારકાર્ડ નંબર અને કેપ્ચા કોડ નાખો.
સ્ટેપ 4. Send OTP બટન પર ક્લિક કરો.
સ્ટેપ 5. તમારા રજીસ્ટ્રેડ કરેલ મોબાઈલ નંબર પર આવેલ OTP આવછે.
સ્ટેપ 6. આવેલ OTP લખો અને LOGIN બટન પર ક્લિક કરો.
સ્ટેપ 7. દસ્તાવેજ અપડેટ વિભાગ પર જાઓ અને હાલની વિગતોની સમીક્ષા કરો.
સ્ટેપ 8. ડ્રોપ-ડાઉન સૂચિમાંથી યોગ્ય દસ્તાવેજ પ્રકાર પસંદ કરો, અને મૂળ દસ્તાવેજોની સ્કેન કરેલી નકલો અપલોડ કરો.
સ્ટેપ 9. સબમિટ બટન પર ક્લિક કરો. એપ્લિકેશનની સ્થિતિને ટ્રૅક કરવા માટે સેવા વિનંતી નંબર નોંધો (SRN).

આધાર કાર્ડ એ ખૂબ જ અગત્યનુ ડોકયુમેન્ટ હોવાથી તેમા કોઇ પણ સુધારા હોય તો તે વહેલીતકે કરાવી લેવા જોઇએ. જેથી કરીને ભવિષ્યમા આધાર કાર્ડ સાથે જોડાયેલા કોઇ કામ અટકે નહો. આધાર કાર્ડ મા મોબાઇલ નંબર અપડેટ કરેલો હોય તો આધાર સાથે જોડાયેલા કામ ઘરેબઠા ઓનલાઇન કરી શકાય છે.

Leave a Comment