આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2023 : રાજ્યકક્ષાની ઉજવણી સુરત ખાતે કરવામાં આવશે

International Yoga Day 2023 : આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2023 ની ઉજવણી ગુજરાતમાં રાજ્યકક્ષાની સુરત ખાતે માનનીય શ્રી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવશે, તેમજ ગુજરાત રાજ્યના મંત્રીઓ પણ હાજર રેહશે.

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2023

રાજયમાં આવતીકાલે એટલે કે 21 જૂન 2023 આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજયકક્ષાની ઉજવણી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને સુરત ખાતે થશે. સાંસદ સી.આર. પાટીલ સહિતના મહાનુભાવો ઉપરાંત સવા લાખ નાગરિકો એક સાથે એક જ સ્થળે યોગાભ્યાસમાં જોડાશે.

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2023
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2023

આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વેહલી સવારે સુરતથી રાજયનાના તમામ નાગરિકોને વર્ચ્યુઅલી સંબોધન કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ સવારે 6 વાગીને 40 મિનિટે વર્ચ્યુઅલી દેશવાસીઓને સંબોધન કરશે.

આપ સૌને જણાવી દઈએ કે વિશ્વભરમાં દર વર્ષે 21મી જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે યોગ દિવસ માટેની થીમ એક પૃથ્વી એક સ્વાસ્થ્ય જ પર ઉજવણી કરાશે. રાજય સરકાર દ્વારા રાજયભરમાં યોગ દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

વધુમાં જાણવા મળ્યું છે કે યુવક સેવા અને સાંસ્કૃતિક મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, સુરત ખાતે યોજાનાર રાજયકક્ષાના કાર્યક્રમમાં Y જંકશનથી SUNIT સર્કલ સુધીના 4 કિલોમીટર સુધી 5 જંકશનથી રત્નભૂમિ પાર્ટી પ્લોટ સુધી 4 કિલોમીટર સુધી તેવી જ રૂતે Y જંકશનથી સુરત વિમાનીમથક સુધી સાડા ચાર કિલોમીટર સુધી મળી પ્રતિ કલાક એક કિલોમીટરમાં આશરે 10 હજાર નાગરિકો એટલે 1 લાખ 25 હજાર નાગરિકો સાડા ચાર કિલોમીટર પથ પર યોગાભ્યાસમાં સહભાગી થશે.

સુરતના કાર્યક્રમમાં જોડાવવા માટે 18મીએ જાહેર કરાયેલી ઓન લાઇન લિંક ઉપર માત્ર એક જ દિવસમાં એક લાખથી વધુ નાગરિકોએ રજીસ્ટ્રેશન કરાયું છે.

આ ઉપરાંત રાજયના ધાર્મિક, પ્રવાસન, ઐતિહાસિક તથા કુદરતી સૌંદર્ય ધરાવતા 75 આઈકોનિક સ્થળોએ આંતરરાષ્ટ્રિય યોગ દિવસની ઉજવણી કરાશે.

યોગ દિવસની શરૂઆત ક્યારથી થઇ?

યોગ દિવસની શરૂઆત 11 ડિસેમ્બર 2014ના રોજ સંયુક્ત રાષ્ટ્ર સંઘે 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવાની કરવાની જાહેરાત કરી હતી.

આ પણ ખાસ વાંચો :

માનવ ગરિમા યોજના 2023 : ૨૮ પ્રકારના વ્યવસાય માટે ટૂલ કિટ્સ આપવામાં આવે છે

આધારકાર્ડ : હવે ઘેર બેઠા આધાર કાર્ડ સુધારો ફ્રી માં

ભારતીય સંસ્કૃતિની દેન ‘યોગ’ને આખા વિશ્વમાં પહોચાડવા માટે ૨૧ જુનને ‘ વિશ્વ યોગ દિવસ’ તરીકે ઘોષીત કરાવવામાં ભારતના વડાપ્રધાનશ્રી માન.નરેન્દ્રભાઇ મોદીજીએ સુચન કરેલ જેના અનુસંધાને સંયુક્ત રાષ્ટ્ર દ્રારા ૨૦૧૫ થી ૨૧મી જુનને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવાનું નક્કી થયુ.જે સંકલ્પને પરીપુર્ણ કરવા ગુજરાત સરકાર દ્વારા રમતગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ,ગાંધીનગરના ઠરાવ ક્રમાંકઃ એસએજી/201819/1726/બ તા.21/06/2019થી “Gujarat State Yog Board” ની રચના કરવામાં આવી છે.

Leave a Comment