બીપરજોય વાવાઝોડુ : આગામી પાંચ દિવસ જિલ્લાવાર આગાહી અને ચેતવણી જાણો અહીંથી

બીપરજોય વાવાઝોડુ : વાવાઝોડાની સૌથી વધુ અસર સૌરાષ્ટ્રના કાંઠે, આગામી પાંચ દિવસ ભારે, અરબી સમુદ્રમાં વાવાઝોડુ “બીપરજોય” તેના બાંગ્લાભાષામાં અર્થ મુજબ ગુજરાતના સૌરાષ્ટ્ર માટે મોટી વિપત્તિ સાબિત થાય એમ છે, “બીપરજોય” વાવાઝોડુ દરિયામાં 900 કી.મી.નું અંતર કાપીને ટુંક સમયમાં ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં લેન્ડફોલ થવાની સંભાવના સેવાઈ રહી છે.

બીપરજોય વાવાઝોડુ
બીપરજોય વાવાઝોડુ

બીપરજોય વાવાઝોડુ

બીપરજોય વાવાઝોડાની અસર સોમવારથી શરુ થઇ ગઈ હતી, જેના કારણે સૌરાષ્ટ્રમાં તોફાની પવનને લીધે 353 વીજ થાંભલા જમીનદોસ્ત થયા હતા. બીપરજોય વાવાઝોડાની અસર રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં તોફાની પવન ફુંકાતા વીજ થાંભલાઓ જમીનદોસ્ત થયેલા જોવા મળ્યા હતા, તેમજ ઘણા વિસ્તારોમાં પુરવઠો ખોરવાયો હતો.

આગામી પાંચ દિવસ વરસાદની આગાહી

13 જૂનપોરબંદર, જુનાગઢ, અમરેલી, દ્વારકા, ગીર સોમનાથ, દીવ.
14 જૂનરાજકોટ, જામનગર, પોબંદર, જુનાગઢ, અમરેલી, દ્વારકા, ગીર સોમનાથ, દીવ, કચ્છ.
15 જૂનરાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, મોરબી, દ્વારકા, કચ્છમાં ભારે જયારે રાજ્યના અન્ય જીલ્લામાં મધ્યથી હળવો વરસાદ.
16 જૂનજામનગર, દ્વારકા રાજકોટ, જુનાગઢ, મોરબી, પોરબંદર, કચ્છમાં અતિભારે, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદમાં ભારે વરસાદ.
17 જૂનબનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠામાં અતિભારે, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, કચ્છમાં ભારે વરસાદ.

આ પણ ખાસ વાંચો :

Cyclone Biparjoy : “બીપરજોય” વાવાઝોડા દરમ્યાન તકેદારીના વિવિધ પગલાંની જાણકારી

બીપોરજોય વાવાઝોડુ : 15મી જુને “બીપોરજોય ” વાવાઝોડુ કચ્છના માંડવી અને પાકિસ્તાનના કરાચી વચ્ચે ટકરાવાની શક્યતા

Biporjoy Cyclone : બીપોરજોય વાવાઝોડાને લઈને મહત્વના સમાચાર

બીપરજોય વાવાઝોડુએ એક પ્રચંડ શક્તિશાળી ચક્રવાત રેહશે એવું માનવામાં આવી રહ્યું છે, જેના પગલે સમગ્ર કચ્છ, દ્વારકા, જામનગર જીલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને સૌરાષ્ટ્રના બાકીના તમામ જીલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

બીપરજોય વાવાઝોડુ

સૌરાષ્ટ્ર – કચ્છના બંદરો પર સૌથી વધારે ખતરો સેવાઈ રહ્યો છે જેના કારણે સૌથી ભયાનક સિગ્નલ એટલે કે ૧૦ નંબરના સિગ્નલ લગાડવામાં આવ્યા છે. વાવાઝોડુ કચ્છના લખપત અને માંડવી વચ્ચે જખો પાસે ટકરાઈને નલિયા તથા કચ્છના અન્ય વિસ્તાર માંથી પસાર થઈને રાજસ્થાનના જોધપુર ભણી આગળ વધશે, જેના પગલે તારીખ 16ના રોજ જામનગર, દ્વારકા રાજકોટ, જુનાગઢ, મોરબી, પોરબંદર, કચ્છમાં અતિભારે, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદમાં ભારે વરસાદ કેહવામાં આવ્યું છે.

vavazodu salamati

ગુજરાત વાવાઝોડુ : ચક્રવાતી તોફાન બિપરજોયને કારણે દ્વારકાના ગોમતી ઘાટ પર ઊંચી ભરતી જોવા મળી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અત્યંત તીવ્ર ચક્રવાતી તોફાન બિપરજોય 15 જૂનની સાંજ સુધીમાં જખૌ બંદર નજીક સૌરાષ્ટ્ર અને કચ્છમાં ત્રાટકશે.

વાવાઝોડાને પગલે તંત્ર એલર્ટ થઈ ગયુ છે અને રાજકોટ, જામનગર કચ્છ જિલ્લામાં શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે તેમજ દરિયાકાંઠાના વિસ્તારોના લોકો સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. રાજ્યના બંદરો પર અતિ ભયજનક સિગ્નલ આપવામાં આવ્યા છે.

Leave a Comment