અંબાલાલ પટેલની આગાહી : રાજ્યમાં ફરી થશે માવઠું, રાજ્યના આ જિલ્લાઓમાં થઇ શકે વરસાદ

અંબાલાલ પટેલની આગાહી ફરીથી એકવાર ચર્ચામાં છે, અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે ગુજરાત રાજ્યમાં ફરીથી માવઠું થઇ શકે, તો ચાલો જાણીએ રાજ્યના ક્યાં ક્યાં જિલ્લાઓમાં માવઠું થઇ શકે છે.

અંબાલાલ પટેલની આગાહી

ગુજરાતના ખેડૂતોને આ વર્ષ ખરેખર ફળ્યું નથી એમ કહી શકાય, પેહલા ચોમાસામાં વરસાદની તારાજી, અને હવે શિયાળામાં પણ વરસાદ એટલે કે માવઠા ખેડૂતોને રાહતનો શ્વાસ લેવા દેતું નથી. હાલ શિયાળો ચાલુ થઇ ગયો છે પણ હજી જોવી એટલી ઠંડી પડી રહી નથી.

રાજ્યમાં ચોમાસા બાદ આ વખતે અનેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે. જેના કારણે ગુજરાતમાં ક્યારેક માવઠું તો ક્યારેત ઠંડી પડી રહી છે. પરંતુ આ વર્ષે હજી જોઇએ તેવી ઠંડી પડી નથી. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ડિસેમ્બરના બાકીના દિવસો અને નવા વર્ષની શરૂઆતના દિવસો કેવા રહેશે તે અંગેની આગાહી કરી છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વધુ એક મોટી આગાહી કરી છે. 17મી ડિસેમ્બરથી ઉત્તર ગુજરાતમાં ઠંડીનો ચમકારો વર્તાય તેવી શક્યતા છે, 19મી તારીખ સુધી ઠંડી વધશે. આ સપ્તાહમાં વાદળો ઘેરાયેલા રહેશે.

આ પણ ખાસ વાંચો:

PM કિસાન યોજનાનો 15મો હપ્તો કરશે જાહેર, યાદીમાં તમારું નામ છે કે નહિ આરીતે કરો ચેક

ત્યારબાદ 22મી તારીખથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ આવશે. 22 અને 23 ડિસેમ્બરે રાજ્યમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર-કચ્છ, દ.ગુજરાત અને બનાસકાંઠામાં વરસાદની આગાહી છે. નાતાલ પૂર્વ બનાસકાંઠા, કચ્છ, દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં માવઠું થવાની શક્યતા છે. આ શિયાળામાં અલનીનોની અસર ના કારણે શિયાળો ઠંડો અને ગરમ રહેશે. સમુદ્રના પાણી આ વર્ષે ગરમ રહેશે.

અરબ સાગરનો ભેજ અને વેસ્ટન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં ફેરફાર થવાની શક્યતા છે. 23 ડિસેમ્બર સુધીમાં વાતાવરણમાં મોટા ફેરફાર થશે. મજબુત સિસ્ટમ આવશે. જે ઉત્તર ભારત સહિત રાજ્યના વાતાવરણમ પલટો લાવશે. 23 ડિસેમ્બર આસપાસ ઉત્તર ભારતમાં અમુક વિસ્તારમાં ગાજવીજ સાથે કરા પડવાની શક્યતા છે અને ગુજરાતમાં પણ કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે. નાતાલ સુધીમાં હવામાનમાં મોટા ફેરફાર થવાની શક્યતા રહેશે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે નવા વર્ષની શરૂઆત સાથે જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ રહેશે. હવામાનના નિષ્ણાત એવા અંબાલાલ પટેલે આગાહી કરી છે કે જાન્યુઆરી માસમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે અને ખાસ કરીને ઉત્તરાયણ આસપાસ હવામાનમાં પલટો આવશે. પરંતુ 5 ફેબ્રુઆરીએ વેસ્ટન ડીસ્ટર્બન્સ રહેવાની સાથે દેશના ઉત્તરીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થશે.

અંબાલાલ પટેલની આગાહી
અંબાલાલ પટેલની આગાહી

ભારે વરસાદના કારણે લઘુતમ તાપમાનમાં ઘટાડો થશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં 10 ડિગ્રી આસપાસ તાપમાન નીચું જવાની શક્યતા રહેશે, તેમજ કચ્છના નલિયામાં પણ તાપમાન નીચું જવાની શક્યતા રહેશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાતને પ્રભાવિત કરશે અને ફેબ્રુઆરીનો આખો મહિનો હવામાનના પલટાનું રહેશે. પરંતુ ફાગણ માસમાં ઠંડી પાડવાની શક્યતા રહેશે.

ઝડપી અને વિશ્વસનીય સમાચાર માટે અમને ફોલો કરો

વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો

ફેસબુક પર અમને ફોલો કરવા અહીં ક્લિક કરો

ગુગુલ ન્યુઝ પર અમને ફોલો કરવા અહી ક્લિક કરો

Leave a Comment