Viral Video: જોની જોની યસ પાપા..નું ક્લાસિકલ વર્ઝન સોસીયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યું છે

Viral Video: હાલમાં જોની જોની યસ પાપા..નું ક્લાસિકલ વર્ઝન સોસીયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યું છે, તમે બાળપણમાં જોની જોની યસ પાપા કવિતા વાંચી કે સાંભળી હશે. અને હવે આ કવિતાનું ક્લાસિકલ વર્ઝન પણ સોશિયલ મીડિયા પર આવી ગયું છે.

Viral Video: જોની જોની યસ પાપા

લગભગ 6 મિનિટના આ વીડિયોની અલગ-અલગ ક્લિપિંગ્સ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. શાસ્ત્રીય ગાયક આ પોએમની રાગ-રાગિણીઓની સાથે ઉતાર-ચઢાવની સાથે રજૂ કરે છે. બાળકો, જુવાન અને વૃદ્ધ બધા તેને આનંદથી સાંભળે છે અને ખૂબ શેર કરે છે. તમને પણ સાંભળવાની મજા આવશે.

આ પણ ખાસ વાંચો:

ઇમ્યુનિટી બુસ્ટ: આ પાંચ રીતે તમે તમારી ઇમ્યુનિટીને કરી શકશો બુસ્ટ

Health Tips Vitamin D : ઉંમર પ્રમાણે વિટામીન ડી આટલું જરૂરી, જુઓ આ ચાર્ટ

જૉની જૉની યસ પપ્પા… આ પોએમ ઘણી વખત સાંભળી હશે. પરંતુ હવે સોશિયલ મીડિયા પર તેનું એક ક્લાસિકલ વર્ઝન આવ્યું છે જે ઘણું જ લોકપ્રિય થઈ રહ્યું છે. લોકો પણ આ સાંભળીને વાહવાહી કરી રહ્યાં છે અને ગાયક તેમજ તેમની ટીમની પ્રશંસા કરી રહ્યાં છે. આ વર્ઝન ફેસબુકને લઈને ટ્વિટર, ઈન્સ્ટાગ્રામ અને યૂટયૂબ જેવા પ્લેટફોર્મ્સ પર ખૂબ પોપ્યુલર થઈ રહ્યો છે. જેણે લઈને લોકો રસપ્રદ ટિપ્પણીઓ પણ કરી રહ્યાં છે.

જૉની જૉની કવિતાને શાસ્ત્રીય ગીત તરીકે રજૂ કરાયું છે. મુખ્ય ગાયક આખી ટીમ સાથે બેઠા છે. એક તરફ તબલા તો બીજી બાજુ હાર્મોનિયમ પર એક વ્યક્તિ બેઠલા છે. જે બાદ મુખ્ય ગાયક આલાપની સાથે ગાવાનું શરુ કરે છે. એક ક્ષણે તો લાગે છે કે તેઓ કોઈ શાસ્ત્રીય ગીત રજૂ કરવા જઈ રહ્યાં છે. પરંતુ જેવું જ જૉની-જૉની યસ પપ્પા શબ્દો કાનમાં પડે છે, એક તરફ હસવું આવે છે તો બીજી બાજુ આશ્ચર્ય પણ થાય છે.

ઝડપી અને વિશ્વસનીય સમાચાર માટે અમને ફોલો કરો

વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો

ફેસબુક પર અમને ફોલો કરવા અહીં ક્લિક કરો

ગુગુલ ન્યુઝ પર અમને ફોલો કરવા અહી ક્લિક કરો

Leave a Comment