Ram Mandir Live Streaming: શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા લાઇવ અપડેટસ, પ્રાણ પ્રતિષ્ઠાના પળેપળના સમાચાર મેળવો

Ram Mandir Live Streaming: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યા શ્રી રામ મંદિર પહોંચ્યા છે. ટૂંક સમયમાં શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા વિધિનો પ્રારંભ થશે. સોનુ નિગમ અને અનુરાધા પોંડવાલે રામ ભજન ગાયું હતું.

શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા લાઇવ અપડેટસ: રામનગરી અયોધ્યામાં આગામી 22 જાન્યુઆરીએ એટલે કે આજે માત્ર ગણતરીના કલાકોમાં રામમંદીરની પ્રાણ પ્રતિષ્ઠા યોજાનાર છે ત્યારે તમે ઘરે બેઠા તમામ લાઇવ અપડેટ આ વેબસાઇટ gujaratitak.com માં જોઈ શકશો. હાલ રામ મંદિરમાં ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે આખા ભારતમાં દિવાળી ઉત્સવ જેવો માહોલ સર્જાયો.

શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા લાઇવ અપડેટ

  • હાલ રામ મંદિરમાં રામલલ્લાની મૂર્તિ બિરાજમાન કરવામાં આવી છે. રામલલ્લાની મૂર્તિ જોઇને ભક્તો આનંદિત થઇ ગયા છે.
  • 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા રામ મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થશે. આ દિવસ બપોરના સમયે મૃગશિરા નક્ષત્રમાં રામલલ્લાની મહાપૂજા થશે.
  • 22 જાન્યુઆરીના રોજ બપોરે 12:29 વાગે 08 સેકન્ડથી 12.30 વાગે 32 સેકન્ડ સુધી રહેશે. એટલે કે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટે માત્ર 84 સેકન્ડનો શુભ મુહૂર્ત છે.

Ram Mandir Live Streaming

અયોધ્યા પહોંચ્યા વિરાટ કોહલી, સચિન તેંડુલકર અને અનિલ કુંબલે, હરભજન સિંહે શેર કર્યો મંદિરનો વીડિયો. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને અયોધ્યા નગરીને દુલ્હનની જેમ શણગારવામાં આવી છે. આ ઐતિહાસિક પળને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. વિરાટ કોહલી અયોધ્યા પહોંચતા જ તેને જોવા માટે મોટી સંખ્યામાં લોકો અયોધ્યાની સડકો પર ઉમટી પડ્યા હતા.

અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને હવે થોડી જ ક્ષણો બાકી છે, ત્યારે દેશ-વિદેશથી આમંત્રિત મહેમાનો અયોધ્યા પહોંચી રહ્યા છે. આ કાર્યક્રમમાં ઘણા મોટા ચહેરા સામેલ થઈ રહ્યા છે. આ સાથે જ ભારતીય ટીમનો પૂર્વ કેપ્ટન અને સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી પણ પોતાના કોન્વે સાથે અયોધ્યા પહોંચી ગયો છે. જેનો વીડિયો સોશિયલ મીડીયા પર વાયરલ થઈ રહ્યો છે.

પ્રાણપ્રતિષ્ઠા પહેલાં 6 દિવસ અનુષ્ઠાન થયા

16 જાન્યુઆરીથી રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ દિવસે પ્રાયશ્ચિત અને કર્મકૂટી પૂજન કરવામાં આવ્યું.
17 જાન્યુઆરીએ રામલલ્લાની નવી મૂર્તિને મંદિર પરિસરમાં પ્રવેશ કરાવવામાં આવ્યો
18 જાન્યુઆરીએ તીર્થ પૂજન, જળ યાત્રા, જલાધિવાસ અને ગંધાધિવાસ સાથે જ શ્રીરામલલ્લા વિગ્રહને તેમના સ્થાને બિરાજમાન કરવામાં આવ્યાં.
19 જાન્યુઆરીએ ઔષધિવાસ, કેસરાધિવાસ, ધૃતાધિવાસ, ધાન્યધિવાસ કરાવવામાં આવ્યો.
20 જાન્યુઆરીએ શર્કરાધિવાસ, ફલાધિવાસ, પુષ્પાધિવાસ કરાવવામાં આવ્યો.
21 જાન્યુઆરીએએ મધ્યાધિવાસ અને શૈય્યાધિવાસ કરાવવામાં આવ્યો.

ઝડપી અને વિશ્વસનીય સમાચાર માટે અમને ફોલો કરો

વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો

ફેસબુક પર અમને ફોલો કરવા અહીં ક્લિક કરો

ગુગુલ ન્યુઝ પર અમને ફોલો કરવા અહી ક્લિક કરો

Leave a Comment