વાયરલ વિડીયો : પાકિસ્તાનનું ચંદ્રયાન જોઇને તમે હસવાનું નહિ રોકી શકો

પાકિસ્તાનનું ચંદ્રયાન : હાલ સોસીયલ મીડિયામાં પાકિસ્તાનનું ચંદ્રયાન કરીને વિડીયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે, આ વિડીયો જોઇને તમે તમારી હસી નહિ રોકી શકો.

પાકિસ્તાનનું ચંદ્રયાન

ભારતની સ્પેસ એજન્સી ISRO દ્વારા 14 જુલાઈ 2023 શુક્રવારના રોજ ઈતિહાસ રચ્યો હતો, અને ચંદ્રયાન નું સફળતા પૂર્વક લોન્ચ કર્યું હતું. જેને આંધ્રપ્રદેશના શ્રી હરિકોટા સ્થિત સ્પેસ સેન્ટર પરથી લોન્ચ કરવામાં આવ્યું હતું. જેના લીધે આજે દરેક ભારતીય ગર્વ મેહસૂસ કરી રહ્યો છે. હાલમાં ચંદ્રયાન સાથે જોડાયેલો એક ખુબ જ ફની વિડીયો વાયરલ થઇ રહ્યો છે, જેને જોઇને લોકો હસી હસીને લોટ પોટ થઇ રહ્યા છે.

વાયરલ વિડીયો

આ ફની વિડીયો સોસીયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર પર @Atheist_Krishna નામની આઈડીથી શેર કરવામાં આવ્યો છે, અને મજાકમાં કેપ્શન લખવામાં આવ્યું છે કે ઈસરો ચંદ્રયાન 3 પર ચંદ્ર પર પોહ્ચવા માટે 615 કરોડ રૂપિયાથી વધુ ખર્ચ કરી રહ્યું છે, જયારે પાકિસ્તાન 15 રૂપિયાથી પણ ઓછો ખર્ચ કરી રહ્યું છે.

વાસ્તવમાં આ વાયરલ વિડીયોમાં જોઈ શકાય છે કે પાકિસ્તાની લોકો રોકેટ જેવા બલૂનને બાળીને તેને આકાશમાં છોડતા જોવા મળે છે. મજાની વાત એ છે કે લોકો તેને પાકિસ્તાનનું ચંદ્રયાન કહી રહ્યા છે, તમે આ વિડીયોમાં જોઈ શકશો કે બે લોકો છત પર ઉભા છે અને અમુક લોકો રોકેટ જેવા મોટા બલુનની અંદર આગ લગાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

ત્યારબાદ આગ લાગતાની સાથેજ તે બલુન હવામાં ઉડવા લાગે છે, અને ઉડીને ખુબ દુર જતું જોવા મળી રહ્યું છે, એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વિડીયો પાકિસ્તાનનો છે, પાકિસ્તાનનું આ ફની રોકેટ જોઇને લોકો પોતાનું હસવાનું બંધ કરી શકતા નથી.

આપને આ વિડીયો વિષે વધુ જણાવી એતો માત્ર 35 સેકન્ડ આ વિડીયોને અત્યાર સુધીમાં 4 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે, જયારે 5 હજારથી વધુ લોકોએ વિડીયોને લાઈક્સ આપી છે, અને આ વિડીયો જોઇને વિવિધ ફની પ્રતિક્રિયા આપી રહ્યા છે, જેમાં લોકો કહી રહ્યા છે કે “આ બધું જોઇને એલિયન્સ પર આવશે, જયારે બીજા યુઝર દ્વારા લખવામાં આવ્યું છે કે આ પાકિસ્તાનનું સૂર્યયાન મિશન છે ચંદ્રયાન નહિ.

આ પણ ખાસ વાંચો:

Chandrayaan 3 Launch Live : ઇસરોનું ચંદ્રયાન 3 આજે ભરશે ઉડાન

કપિરાજને લાગ્યો પાણીપુરીનો ચસ્કો : લારી પર બેસીને ખાધી પાણીપુરી

વીજળીનો વરસાદ : વીજળીના ચમકારા તો બહુ જોયા હશે તો હવે જુવો આ વીજળીનો વરસાદ

Leave a Comment