TMKOC : બબીતાજીનો વરસાદમાં મજા લેતો વિડીયો વાયરલ

TMKOC : તારક મેહતાના ઉલટા ચશ્માના સેટ પર રીમજીમ વરસાદમાં મજા લેતો એક વિડીયો હાલ સોસીયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

Table of Contents

TMKOC

મુનમુન દત્તાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વિડીયો અપલોડ કરવામાં આવ્યો છે, જેમાં મુનમુન દત્તા એટલે કે બબીતાજી તારક મેહતાના ઉલ્ટા ચશ્માના સેટ પર જોવા મળી રહી છે જ્યાં રીમજીમ વરસાદની મજા લઇ રહ્યા છે, તેમજ આ વિડીયો માં ડોક્ટર હાથી પણ વરસાદની મજા લેતા ખુરશીમાં બેઠા નજરે પડી રહ્યા છે.

Taarak Mehta Ka Ooltah Chashmah (TMKOC) : તારક મેહતા કા ઉલટા ચશ્મા શીરીયલ ઘેર ઘેર જાણીતો શો છે, જેના પાત્રોની ઓળખાણ કોઈને દેવી પડતી નથી, એમાં પણ જેઠાલાલ અને બબીતાજીની કેમેસ્ટ્રી સૌ કોઈને જોવાની ગમે છે, અને હાસ્ય પણ એટલું ઉભું કરે છે.

જોકે આપ સૌને જવજણાવી દઈએ કે હમણાં થોડા સમયથી આ શો વિવાદોથી ઘેરાયેલો રહ્યો છે, જેમાં તારક મેહતા કા ઉલ્ટા ચશ્માના નિર્માતા અસિત મોદી પર ચોકાવનારા આરોપ લાગી રહ્યા છે, તેમ છતાં પણ આ સિરિયલનું અવિરત પણે શુટિંગ ચાલી રહ્યું છે અને દર્શકોને મોરંજન પૂરું પાડી રહ્યું છે.

આમ તો આ સિરિયલમાં ઘણા જુના સ્ટાર્સ આ સરીયલ તારક મેહતાકા ઉલ્ટા ચાસ્માને બાય બાય કહીને જતા રહ્યા છે, એજ રીતે ઘણા સમયથી દયાબેન ગયા પછી હજી તેમની એન્ટ્રી થઇ નથી, એ પછી તારક મેહ્તાનું કિરદાર નિભાવનાર શૈલેશ લોઢા પણ આ સિરીયલને અલવિદા કહી ચુક્યા છે.

છતાં પણ તારક મેહતાના ઉલ્ટા ચશ્માં સિરિયલ પોતાના દર્શકોને સાચવી રાખવામાં સફળ થયું છે, જેમાં સૌથી વધુ લોક પ્રિય પાત્ર નિભાવનાર દિલીપ જોશી એટલે કે જેઠાલાલ તેમજ બાપુજીનું પાત્ર ભજવનાર અમિત ભટ્ટ, ભિંડે, માધવી ભાભી, ડોક્ટર હાથી તેમજ દરેક કલાકારોની મેહનત દરેક એપિસોડમાં દર્શકોને બાંધી રાખવામાં સફળ રહ્યા છે.

આ પણ ખાસ વાંચો:

ધ બેટલ સ્ટોરી ઓફ સોમનાથ ફિલ્મનું ટીઝર લોન્ચ 12 ભાષામાં થશે રીલીઝ

OMG 2 Trailer : સેન્સર બોર્ડે મુક્યો પ્રતિબંધ, જાણો ચોકાવનારું કારણ

Leave a Comment