રાકેશ શર્મા : ભારતના પ્રથમ અવકાશ યાત્રીની રસપ્રદ કહાની

રાકેશ શર્મા : શું આપ જાણો છો ક્યાં છે ભારતના પ્રથમ અવકાશ યાત્રી રાકેશ શર્મા, ગ્લેમરની દુનિયાથી દુર ક્યાં જીવે છે પોતાની સામાન્ય જિંદગી.

રાકેશ શર્મા : ભારતના પ્રથમ અવકાશ યાત્રી

વર્ષ 1984માં રાકેશ શર્માએ (Rakesh શર્મા)એ અંતરીક્ષમાં પહોંચનાર પ્રથમ ભારતીય બનીને દેશને ગૌરવ અપાયું હતું. ઇન્ડિયન એર ફોર્સના પાયલટ તરીકે પસંદગી પામેલા રાકેશ શર્માને અંદાજો પણ નઈ હોય કે તેમને અંતરીક્ષમાં પહોંચનાર પ્રથમ ભારતીય તરીકે ગૌરવ પ્રાપ્ત થશે.

તમને જણાવીએ કે અંતરીક્ષમાં જનારા પેહલા ભારતીય રાકેશ શર્માનો એક સમયે હિન્દી ફિલ્મના હીરો જેવો ક્રેઝ હતો. અંતરીક્ષમાં પગ મુકનારા પેહલા ભારતીય રાકેશ શર્માનો જન્મ દિવસ 13 જાન્યુઆરી 1949 પંજાબના પટિયાલામાં થયો હતો, રાકેશ શર્માએ 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં પાયલટ તરીકે ભાગ લીધો હતો.

રાકેશ શર્મા
રાકેશ શર્મા

ભારતના પ્રથમ અવકાશયાત્રી તરીકે પ્રસિદ્ધિ મેળવનાર રાકેશ શર્મા ભારતીય વાયુસેનામાં સ્ક્વોડ્રન લીડર તરીકે ફરજ બજાવતા હતા. રાકેશ શર્મા અવકાશમાં પગ મુકનારા પ્રથમ ભારતીય અને વિશ્વના 138માં અવકાશયાત્રી બન્યા, તેઓ ભારતીય વાયુ સેનામાંથી વિંગ કમાન્ડરના પદેથી નિવૃત થયા હતા.

રાકેશ શર્મા 3 એપ્રિલ 1984ના રોજ અંતરીક્ષમાં પહોચ્યા બાદ સાત દિવસ 21 કલાક અને 40 મિનીટ અવકાશમાં રહ્યા હતા, આ દરમિયાન તેમીની સાથે બે સોવિતયત અવકાશયાત્રી યુરી માંલીશેવ અને ગેન્નાદી સ્ટ્રોકાલોવ હતા, રાકેશ શર્મા પોતાની સાથે અવકાશમાં મહાત્મા ગાંધીની સમાધિ રાજઘાટની માટી પાન સાથે લઇ ગયા હતા.

અવકાશમાંથી પરત ફર્યા બાદ રાકેશ શર્માને “સોવિયત સંઘના હીરોનું” બિરુદ અપાયું હતું. ભારત સરકારે તેમને સર્વોચ્ચ વીરતા પુસ્કાર “અશોક ચક્ર”થી સન્માનિત કર્યા, નવેમ્બર 2009માં ઈસરોએ યોજેલા ભારતના ટોચના વિજ્ઞાનીઓના સંમેલનમાં રાકેશ શર્માએ ભાગ લીધો હતો.

રાકેશ શર્મા અંતરીક્ષમાં પહોચ્યા બાદ ભારતના વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ પૂછ્યું કે ત્યાં તમને કેવું લાગે છે, ત્યારે રાકેશ શર્માએ જણાવ્યું હતું કે “સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા” આ રીતે તેમને આકાશમાંથી દેખાતા ભારતના નજારા વિષે તેમણે દેશના વડાપ્રધાન ઇન્દિરા ગાંધી સાથે વાત કરી હતી.

અહિયાં રસપ્રદ વાત એ હતી કે અવકાશ સફરમાં તેઓ સુજીનો હલવો, આલુ છોલે અને વેજ પુલાવ જેવું ફૂડ સાથે લઇ ગયા હતા. આ ભોજન મૈસુરના ડીફેન્સ ફૂડ રીસર્ચ લેબ દ્વારા તૈયાર થયું હતું, જે તેમના પ્રયોગનો એક ભાગ હતો. રાકેશ શર્મા દુરી ગાગરીન સ્પેશ સેન્ટર ખાતે અવકાશ યાત્રીની તાલીમ મેળવી હતી, સોવિયેત દેશના અવકાશ નિષ્ણાતો પણ રાકેશ શર્માથી ઘણા પ્રભાવિત હતા.

આ પણ ખાસ વાંચો:

વાયરલ વિડીયો : પાકિસ્તાનનું ચંદ્રયાન જોઇને તમે હસવાનું નહિ રોકી શકો

Chandrayaan 3 Launch Live : ઇસરોનું ચંદ્રયાન 3 આજે ભરશે ઉડાન

Leave a Comment