વીજળીનો વરસાદ : વીજળીના ચમકારા તો બહુ જોયા હશે તો હવે જુવો આ વીજળીનો વરસાદ

વીજળીનો વરસાદ : ચોમાસામાં વીજળી પડવીએ સામાન્ય વાત કેહવાય છે, વરસાદની ઋતુમાં વીજળી પડવાના આપણે અવાર નવાર વિવિધ જગ્યાઓએ સમાચારમાં સાંભળતા હોઈએ છીએ. જેમાં ઘણી વાર માણસો કે પ્રાણીઓ પણ તેની ઝપેટમાં આવીને જીવ ગુમાવતા હોય છે.

આથી જ સ્થાનિક પ્રસાસન દ્વારા જાહેરાત કરવામાં આવતી હોયછે કે વધારે વરસાદમાં ઘરની બહાર નીકળવાની મનાઈ કરવામાં આવતી હોય છે, અને લોકોને સાવચેતીના પગલે અમુક બાબતોનું ધ્યાન પણ રાખવાનું કેહતા હોય છે કે વરસાદ દરમ્યાન કોઈ ઝાડ નીચે કે ઊંચા થાંબલા ની બાજુમાં ઉભું ના રહેવું અનેક બાબતોનું કેહવામાં આવતું હોય છે.

તો અમે તમારા માટે અહી એવો જ એક વિડીયો વિષે વાત કરવા જઈ રહ્યા છીએ, આપણે ઘણી વાર સાંભળ્યું હશે કે એક વાર આ જગ્યાએ વીજળી પડી એટલે હવે અહિયાં નહિ પડે, આ વિડીયો જોતા તમને હવે એ વાત પર વિશ્વાસ નહિ થાય.

વીજળીનો વરસાદ

વીજળીનો વરસાદ : આજકાલના દિવસોમાં સોસીયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં વીજળીનો વરસાદ જોવા મળી રહ્યો છે.

આ પણ ખાસ વાંચો :

WhatsAppનું નવું ફ્યુચર : યુવતીઓ માટે ખુબજ લાભદાયી

વરસાદી ઋતુમાં આપણે વીજળીના ચમકારા તો જોતા જ હોઈએ છીએ, પણ વીજળીનો વરસાદ તો ભાગ્યેજ જોયો હશે, આ વિડીયોમાં તમને જોવા મળશે કે કેવી રીતે એક દરિયા કિનારાના પુરા શહેર પર વિવિધ જગ્યાએ વીજળી પડતી જોવા મળે છે. એ જોતા તમે કેહ્સો કે આતો “વીજળીનો વરસાદ” કેહવાય.

Video Source From: ugur ikizler YouTube Chanel

એવું કેહવામાં આવી રહ્યું છે કે આ વિડીયો તુર્કીના એક દરીયાઈકાંઠાના એક શહેરનો છે, જ્યાં માત્ર 50 મીનીટની અંદર લગભગ 100 વખત વીજળી પડી હતી, એટલે કે દર 30 સેકેન્ડમાં એક વીજળી પડી રહી હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ યુટ્યુબ પર ugur ikizler નામના આઈડીથી શેર કરવામાં આવ્યો છે. હવે વિચારો આ શહેરના લોકોમાં કેવો ભય ઉભો થયો હશે.

મીડિયા અહેવાલો અનુસાર એસ્ટ્રોફોટોગ્રાફર ઉગર એકિજલરે દ્વારા આ અદ્ભુત અથવા એમ પણ કહી શકીએ કે આ ભયાનક દ્રશ્યને કેમેરામાં કેદ કરવામાં આવ્યું છે. તેમના દ્વારા આ 50 મિનિટની ઘટનાને ટાઈમ-લેપ્સ કરી અને પછી તેની એક નાની ક્લિપ શેર કરી હતી. ઉગરે તેના ઘરની છત પર લગાવેલા કેમેરા વડે આ દ્રશ્ય કેદ કર્યું હતું. ઉગરે કહ્યું કે તેણે આવી ઘટના પહેલા ક્યારેય જોઈ નથી.

વીજળીનો વરસાદ
વીજળીનો વરસાદ

લેખન સંપાદન : GujaratiTak.com ટીમ ગુજરાતનું પ્રાઇવેટ એજ્યુકેશન અને ન્યૂઝ ઇન્ફોર્મેશન પોર્ટલ છે. આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી આપતુ નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમોથી એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.

Leave a Comment