TATA Technologies IPO Allotment: ટાટા ટેકનોલોજીસ શેર એલોટમેન્ટ જાહેર, જાણો અહીંથી

Tata Technologies IPO માં રોકાણનો સમય વીતી ગયો છે. હવે રોકાણકારો TATA Technologies IPO Allotment ની રાહ જોઇને બેઠા છે, ટાટા ટેકનોલોજી એલોટમેન્ટના મેસેજ રોકાણકારોને મળવા લાગ્યા છે, તો જાણો તમે કઈ રીતે TATA Technologies IPO Allotment ચેક કરી શકશો.

TATA Technologies IPO Allotment

એન્જિનિયરિંગ અને પ્રોડક્ટ ડેવલપમેન્ટ ડિજિટલ સેવાઓ પૂરી પાડતી ટાટા ટેક્નૉલૉજીના રૂ. 3,042.5 કરોડનો IPO શુક્રવારે સબસ્ક્રિપ્શનના અંતિમ દિવસે 69.43 વખત સબસ્ક્રાઇબ થયો હતો. હાલ રોકાણકારો એલોટમેન્ટ સ્ટેટસની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ટાટા ગ્રુપના આ આઇપીઓ પર નસીબ અજમાવનાર રોકાણકારો માટે ગ્રે માર્કેટમાંથી સારા સમાચાર છે.

ટોચના શેર બ્રોકરના અહેવાલ પ્રમાણે ગ્રે માર્કેટમાં આ જાહેર ભરણુંઆજે રૂપિયા 414ના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યો હતો. GMPના હિસાબથી જોઈએ તો કંપનીનું શેરબજારમાં રૂપિયા 914 પર લિસ્ટીંગ થઈ શકે છે. અને પ્રથમ દિવસે જ રોકાણકારોને આશરે 80 ટકા સુધીનું જબરદસ્ત વળતર મળી શકે છે. તમે કેવી રીતે ટાટા ટેકનોલોજીના IPOમાં તમારા એલોટમેન્ટને ચેક કરશો તે જાણો.

આ પણ ખાસ વાંચો:

TATA Technologies IPO GMP: ઇતિહાસના સોનેરી પાને લખાશે TATA Tech IPO નું લીસ્ટીંગ

PM Kisan Yojana : આજે PM કિસાન યોજનાનો 15મો હપ્તો કરશે જાહેર, યાદીમાં તમારું નામ છે કે નહિ આરીતે કરો ચેક

Tata Technologies IPO શેર્સની ફાળવણી મંગળવારે (28 નવેમ્બર) ના રોજ જાહેર કરવામાં આવી હતી જેના આધારે રોકાણકારો નક્કી કરી શકે છે કે તેમને કેટલા શેર ફાળવવામાં આવ્યા છે.

ફાળવણી તપાસવાની પ્રક્રિયા શું છે?

  • સૌ પ્રથમ BSEની વેબસાઈટ પર જાઓ.
  • અહીં ‘ઇક્વિટી’ પસંદ કરો.
  • ઈશ્યુ પર જાઓ.
  • તમારી અરજી અને PAN નંબર લખો.
  • સર્ચ બટન પર ક્લિક કરો.

કંપનીના રજિસ્ટ્રારની વેબસાઈટ  પર સ્થિતિ આ રીતે તપાસો

  • આ સિવાય રોકાણકારોએ Link Intimeની વેબસાઈટની મુલાકાત લેવી જોઈએ.
  • ‘કંપની’ પસંદ કરો
  • IPO ના નામ પર જાઓ.
  • PAN નંબર, એપ્લિકેશન નંબર, ક્લાયન્ટ ID અથવા એકાઉન્ટ નંબર દાખલ કરો.
  • સર્ચ પર ક્લિક કરો
TATA Technologies IPO Allotment
TATA Technologies IPO Allotment

(ડિસ્ક્લેમરઃ અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ગુજ્રરાતીતક કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

ઝડપી અને વિશ્વસનીય સમાચાર માટે અમને ફોલો કરો

વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો

ફેસબુક પર અમને ફોલો કરવા અહીં ક્લિક કરો

ગુગુલ ન્યુઝ પર અમને ફોલો કરવા અહી ક્લિક કરો

Leave a Comment