સાળંગપુર શતામૃત મહોત્સવ 2023 : શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરથી આમંત્રણ રથનું પ્રસ્થાન

સાળંગપુર શતામૃત મહોત્સવ 2023 : શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરથી આમંત્રણ રથનું પ્રસ્થાન, દાદાનો દિવ્ય રથ વાજતે-ગાજતે 2 રૂટમાં 33 જિલ્લામાં ફરશે.

સાળંગપુર શતામૃત મહોત્સવ 2023

વિશ્વ વિખ્યાત એવા સાળંગપુર ધામમાં હનુમાનજી મંદિરના 175 વર્ષ પૂર્ણ થતા આગામી 16 થી 22 નવેમ્બર 2023 સુધી ભવ્ય શતામૃત મહોત્સવ ઉજવાશે. શ્રી શતામૃત મહોત્સવ સાળંગપુરધામ આમંત્રણ રથ આપણા દાદા આપણા શહેરમાં રથ પ્રારંભ 12 ઓગસ્ટ 2023 શનિવાર થી કરવામાં આવી, જે બે રુટ દ્વારા ગુજરાતના 33 જિલ્લાઓમાં ફરશે.

સાળંગપુર શતામૃત મહોત્સવ 2023 પ્રથમ રુટ ની વાત કરીએ તો સાળંગપુર, કુંડળ, ધંધુકા, અમદાવાદ, ગાંધીનગર, કડી, નડિયાદ, વડતાલધામ, આણંદ, વાસદ, વડોદરા, ભરૂચ, સુરત, વલસાડ, વાપી અને ડાંગ જીલ્લા સુધી અને આસપાસના વિસ્તારમાં પધરામણી કરશે.

સાળંગપુર શતામૃત મહોત્સવ 2023 જે અંતર્ગત તારીખ 08.12.2023 ના રોજ બપોરના 03:00 વાગ્યા આસપાસ આમંત્રણ રથ ધંધુકા ખાતે પહોંચી ગયો હતો, ત્યારબાદ પુરા ધંધુકા શહેરમાં વિવિધ વિસ્તારમાં પહોચ્યો હતો, જેમાં સાંજના 07:30 વાગ્યે સથવારા સોસાયટી ખાતે પહોચ્યો હતો.

આ ઉત્સવ પેહલા દાદાના આશીર્વાદ લોકોને ઘેર બેઠા મળી રહે તે માટે સાળંગપુર હનુમાનજી મંદિરથી શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીના રથનું આજે વાજતે ગાજતે પ્રસ્થાન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે પુજારી ડિ.કે સ્વામી અને કોઠારી વિવેકસાગર સ્વામીએ પૂજાવિધિ કરીને કષ્ટભંજન દેવ કી જયના નારા સાથે રથનું પ્રસ્થાન કરાવ્યું હતું.

”600 વિધાના જમીનમાં ઉજવાશે શતામૃત મહોત્સવ.”

ઐતિહાસિક શતામૃત મહોત્સવ અંગે વાત કરતાં કોઠારી વિવેકસાગર સ્વામીએ ગુજરાતી જાગરણને જણાવ્યું કે, ”મંદિર પરિસરની નજીક કુલ 600 વિધાના વિશાળ પટ પર ઉજવાશે. આ મહોત્સવ દરમિયાન સંતો દ્વારા સવાર સાંજ કથા અને વ્યાખ્યાનનો કરાશે. આ ઉપરાંત બ્રાહ્મણો દ્વારા વૈદિકકાળની સ્મૃતિ કરાવતો દિવ્ય 75 કુંડી મારુતિ યજ્ઞ કરવામાં પણ કરવામાં આવશે.

”કિંગ ઓફ સાળંગપુર પર દરરોજ રાત્રે લાઈટ એન્ડ સાઉન્ડ શો કરશે”

કોઠારી વિવેકસાગર સ્વામીએ વધુમાં કહ્યું કે, ”હિન્દુ ધર્મના સનાતન સંતોનું તથા સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોનું વિશાળ સંમેલન કરવામાં આવશે. તો સાહિત્ય, રાજકીય, સામાજિક વ્યક્તિઓ પણ દાદાના દર્શને પધારશે. અને કિંગ ઓફ સાળંગપુર ખાતે દરરોજ રાત્રે અદ્ભુત લાઈટ એન્ડ સાઉન્ડ શો કરવામાં આવશે. આ ઉપરાંત હનુમાનજી મહારાજના જીવન ચરિત્ર પર આધારિત ભવ્ય અને સુંદર પ્રદર્શન પણ કરવામાં આવશે.”

”સાળંગપુરધામમાં વિરાજીત હનુમાનજીની એનિમેટેડ ફિલ્મ બતાવાશે”

શતામૃત મહોત્સવ અંગે વધુ જણાવતાં વિવેકસાગર સ્વામીએ કહ્યું કે, ”શતામૃત મહોત્સવમાં બાળકોને પ્રેરણા મળે તેવી સાંસ્કૃતિક અને મનોરંજનપૂર્ણ બાલનગરી બનાવવામાં આવશે. સાળંગપુરધામમાં હનુમાનજી મહારાજનો મહિમા અને પ્રતિષ્ઠાને દર્શાવતું 30 મિનિટનું એનિમેશન મુવી બતાવવામાં આવશે. તો સ્ત્રી શક્તિને સન્માનિત કરતું મહિલા સંમેલન પણ કરવામાં આવશે.

”હનુમાન ચાલીસા અને હનુમાન મંત્રનો અખંડ પાઠ કરાશે”

વધુમાં કોઠારી વિવેકસાગર સ્વામીએ કહ્યું કે, ”શતામૃત મહોત્સવમાં ભવ્ય લોક મેળો, આયુર્વેદિક એલોપેથિક મેડિકલ કેમ્પ, ફ્રી રોગ નિદાન કેમ્પ, વિધવા સહાય, બીજ મંત્ર હનુમાન ચાલીસા અને હનુમાન મંત્રનો અખંડ પાઠ, મહા અન્નકૂટ, ફૂડ પાર્ક, 175 સંતો ભૂદેવો દ્વારા સંહિતા પાઠ સહિત સભર હશે.”

”175 દીકરીઓ માટે ઇ- સ્કૂટર અપાશે અને વિશાળ કેકનો વર્લ્ડ રેકોર્ડ કરાશે”

અંતમાં કોઠારી વિવેકસાગર સ્વામીએ વધુમાં જણાવ્યું કે, આ શતામૃત મહોત્વ 175 દીકરીઓ માટે ઇ- સ્કૂટર, અખંડ ધૂન અને સુંદરકાંડ પાઠ, રાત્રે સંગીત, ડાયરો, કવિ સંમેલન, રાસ ગરબા જેવા વિવિધ કાર્યક્રમ અને બાળકોના પેઇન્ટિંગ, રંગોળી જેવા કોમ્પિટિશન અને વિશાળ કેકનો વર્લ્ડ રેકોર્ડ જેવા કાર્યક્રમો પણ યોજાશે.

આ પણ ખાસ વાંચો:

Barbie : ગુગલ પર છવાયો બાર્બીનો જાદુ, આ એક શબ્દ લખતાજ થઇ જશે બધુ ગુલાબી

કેનેડામાં ભણવા માટે જવું સરળ બન્યું : IELTSમાં 6 બેન્ડની જરૂર નથી, ક્યારથી નિયમ લાગુ થશે? જાણો વિગતવાર માહિતી

હર ઘર તિરંગા 2023 : રજીસ્ટ્રેશન અને સર્ટીફીકેટ આ રીતે કરો ડાઉનલોડ

Leave a Comment