ગુજરાતમાં વરસાદી માહોલ : સમગ્ર ગુજરાતમાં જોવા મળશે વરસાદી માહોલ

ગુજરાતમાં વરસાદી માહોલ : ગુજરાતમાં આજે અનેક તાલુકાઓમાં હળવોથી મધયમ વરસાદ વરસ્યો હતો, ગુજરાતના અનેક જિલ્લાઓમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યુ હતુ.

ગુજરાતમાં વરસાદી માહોલ

હવામાન વિભાગ દ્વારા આગામી દિવસો માટે આગાહી કરવામાં આવી છે, જેમાં તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે આવતી કાલે એટલે કે 11 ઓગસ્ટના રોજ ગુજરાતમાં હળવો થી માધ્યમ વરસાદ રેહવાની સંભાવના છે, જયારે 12 થી 15 ઓગષ્ટ વચ્ચે રાજકોટ, પોરબંદર અને જુનાગઢ સહિતના જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે.

આગામી પાંચ દિવસ દરમિયાન ગુજરાતમાં મોટાભાગે હળવો વરસાદ રહેવાની શક્યતાઓ છે. જ્યારે કેટલાક ભાગોમાં સામાન્ય વરસાદ વરસી શકે છે. ભારે વરસાદની હાલ કોઈ સંભાવાનાઓ નથી તેમ પણ ડૉ. મનોરમા મોહંતી દ્વારા જણાવવામાં આવ્યું છે.

હાલ ગુજરાતમાં વરસાદની એક્ટિવ સિસ્ટમ નથી પરંતુ પશ્ચિમ રાજસ્થાન પર સર્ક્યુલેશન છે જેના કારણે વરસાદ થઈ રહ્યો છે. પરંતુ ભારે વરસાદની શક્યતાઓ નથી. 16થી 18 ઓગસ્ટના રોજ વરસાદી વહન સક્રિય થશે. 20થી 22 ઓગસ્ટમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતમાં વરસાદ થશે. 17 ઓગસ્ટ બાદ મઘા નક્ષત્ર શરૂ થશે, એટલે મઘા નક્ષત્રમાં વરસાદ થાય તો કૃષિ પાક માટે પાણી સારું ગણાય છે.

આગામી પાંચ દિવસ સુધી ગુજરાતમાં કેવો રેહશે વરસાદી માહોલ

  • 11 ઓગસ્ટના રોજ ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓમાં અમુક ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.
  • 12 ઓગસ્ટના રોજ ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓમાં અમુક ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.
  • 13 ઓગસ્ટના રોજ ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ ઉપરાંત રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર અને કચ્છ સહિતના જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
  • 14 ઓગસ્ટના રોજ ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ ઉપરાંત રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર અને કચ્છ સહિતના જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
  • 15 ઓગસ્ટના રોજ ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ ઉપરાંત રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર અને કચ્છ સહિતના જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

આ પણ ખાસ વાંચો:

Chandrayaan 3 : ચંદ્રયાન 3ને ત્રીજી ભ્રમણકક્ષામાં લાવવામાં આવ્યું, જાણો હવે આગળની સફર વિશે

Russia Moon Mission : રશિયા પણ ચંદ્ર પર Luna25 મોકલશે, જાણો કેમ છે ખાસ Luna25

ઉંમર પ્રમાણે વજન : જાણો ઉંમર પ્રમાણે છોકરા અને છોકરીનું વજન કેટલું હોવું જોઈએ?

બેટરી સંચાલિત પંપ સહાય યોજના 2023 : IKhedut પોર્ટલ પર ઓનલાઈન અરજી શરુ

તાડપત્રી સહાય યોજના 2023 : IKhedut પોર્ટલ પર 6 સપ્ટેમ્બર સુધી ઓનલાઈન અરજી કરી શકાશે

Leave a Comment