ICC World Cup 2023 : ક્રિકેટ વર્લ્ડ કપ 2023 કુલ 9 મેચના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો

ICC World Cup 2023 : ક્રિકેટ વર્લ્ડ કપ 2023 ના કાર્યક્રમમાં કરાયો ફેરફાર, કુલ 9 મેચના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો. જાણો કઈ તારીખો અને ક્યાં દેશની મેચમાં થયો ફેરફાર.

ICC World Cup 2023

ICC દ્વારા અગાઉ ક્રિકેટ વર્લ્ડ કપ 2023 નો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો હતો, પરંતુ ઘણા દિવસથી ચર્ચા ચાલી રહી હતી કે આ કાર્યક્રમમાં થોડો ફેરફાર થશે, જે આજે ICC દ્વારા નવા સુધારા સાથે ફરીથી જાહેર કરવામાં આવ્યો છે, જેમાં કુલ 9 મેચના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે, જેમાંની ક્રિકેટ ચાહકો જેની આતુરતાથી રાહ જોતા હોય છે તે છે ભારત પાકિસ્તાન મેચ, આ મેચની તારીખ પણ બદલવામાં આવી છે.

ભારત-પાકિસ્તાનની મેચ 14 ઓક્ટોબરે થશે, અગાઉ આ મેચ 15 ઓક્ટોબરના રોજ રમાવાની હતી, એ સિવાય બીજી 8 મેચના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

પરિણામે, દિલ્હીમાં અફઘાનિસ્તાન સામે ઇંગ્લેન્ડનો મુકાબલો શનિવાર, 14 ઓક્ટોબરથી ખસેડવામાં આવ્યો છે અને હવે 24 કલાક પછી રવિવાર, 15 ઓક્ટોબરે રમાશે. એજ રીતે હૈદરાબાદમાં શ્રીલંકા સામેની પાકિસ્તાનની હરીફાઈ ગુરુવાર, 12 ઑક્ટોબરથી આગળ વધીને હવે મંગળવાર, 10 ઑક્ટોબરે રમાઈ રહી છે અને લખનઉમાં દક્ષિણ આફ્રિકા સામે ઑસ્ટ્રેલિયાની મોટી મૅચ 24 કલાક પાછળ ખસી ગઈ છે અને હવે શુક્રવારના 13 ઓક્ટોબર બદલે ગુરુવાર, 12 ઑક્ટોબરે રમાશે.

તેવી જ રીતે, ન્યુઝીલેન્ડની બાંગ્લાદેશ સામેની મેચ 14 ઓક્ટોબરે ચેન્નાઈમાં એક દિવસીય મેચ તરીકે સુનિશ્ચિત કરવામાં આવી હતી અને હવે તે શુક્રવાર, 13 ઓક્ટોબરે યોજાશે અને તે ડે નાઈટ મેચ યોજાશે.

વર્લ્ડકપ ટ્રોફીનું અનાવરણ

આ પેહલા ICC દ્વારા વર્લ્ડકપ ટ્રોફીનું અનાવરણ અંતરીક્ષમાં કરવામાં આવ્યું હતું, જેનો વિડીયો પણ ICC દ્વારા ટ્વીટર પર શેર કરવામાં આવ્યો હતો. જેમાં જોઈ શકાય છે કે પૃથ્વીથી 12000 ફૂટની ઉંચાઈ પર આ ટ્રોફીનું અનાવરણ કરવામાં આવ્યું હતું.

Leave a Comment