વરસાદ ગયો નથી : અંબાલાલ પટેલે 15 ઓગષ્ટથી ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની કરી આગાહી

વરસાદ ગયો નથી : મઘા નક્ષત્રની શરૂઆતમાં વરસાદની શક્યતા રહેશે, આ વરસાદ કેટલાક વિસ્તારો માટે સારો પણ ગણી શકાય, કારણકે મઘા નક્ષત્રનું પાણી ખુબ જ સારું હોય છે, તેવું અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે.

વરસાદ ગયો નથી

હવામાન ખાતા મુજબ રાજ્યમાં હાલ કોઈ વરસાદની સીસ્ટમ સક્રિય નથી, જેના કારણે રાજ્યમાં કોઈ શક્યતા નથી. હાલ આ દિવસોમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફુંકાશે. માછીમારોને દરીયોન ખેડવાની સુચના આપવામાં આવી છે, રાજ્યમાં આગામી ચાર દિવસ હળવાથી માધ્યમ વરસાદની આગાહી છે.

ગુજરાતમાં જુલાઈ મહિનાના અંત સુધીમાં સર્વત્ર મેઘ મહેર જોવા મળી હતી, જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષીણ ગુજરાતમાં પડેલા ધોધમાર વરસાદના કારણે પુર જેવી સ્થિતિ સર્જાઈ હતી, પણ આમ જોવા જઈએ તો કેટલાક દિવસોથી ગુજરાતમાં મેઘરાજાએ વિરામ લીધો છે, જેના કારણે ગુજરાતના લોકો ઉકળાટનો સામનો કરી રહ્યા છે અને ફરીથી ક્યારે વરસાદ પડશે તેની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે, એવામાં અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે.

અંબાલાલ પટેલે આગળ જણાવ્યું હતું કે બંગાળના ઉપસાગરમાં વેલમાર્ક લો પ્રેશર બન્યું હતું, જેણે વરસાદની સિસ્ટમને ખોરવી નાખી હતી, જો કે હવે તેમના મત મુજબ 12 ઓગષ્ટથી વધુ એક સીસ્ટમ સક્રિય થવા જઈ રહી છે, જેના કારણે મધ્યપ્રદેશમાં ભારે વરસાદ રહેશે. આ વરસાદ 15 થી 20 ઓગષ્ટ સુધી રહેશે. આ દરમિયાન ગુજરાત, દક્ષીણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને કચ્છના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતાઓ રહેશે.

વરસાદ ગયો નથી
વરસાદ ગયો નથી

આમ તો રાજ્યમાં હાલ વરસાદે વિરામ લીધો છે, પરંતુ ફરી એકવાર વરસાદનો રાઉન્ડ શરુ થશે. આગાહીકાર અંબાલાલ પટેલની નવી આગાહી મુજબ જુલાઈ કરતા ઓછો વરસાદ રહેશે, પરંતુ ઓગષ્ટનો ચોથો રાઉન્ડ ભારે વરસાદ લાવશે. આ સાથે જ તેમણે ઓગષ્ટમાં કેમ વરસાદ ઓછો રહેશે તેનું પણ કારણ જણાવ્યું હતું.

આ પણ ખાસ વાંચો:

Russia Moon Mission : રશિયા પણ ચંદ્ર પર Luna25 મોકલશે, જાણો કેમ છે ખાસ Luna25

Chandrayaan 3 Video : ચંદ્રયાન 3 દ્વારા સ્પેસક્રાફ્ટ માંથી ચંદ્રનો સૌ પ્રથમ વિડીયો મોકલ્યો, જુઓ ચંદ્રમાનો અદ્ભુત નજારો

બેટરી સંચાલિત પંપ સહાય યોજના 2023 : IKhedut પોર્ટલ પર ઓનલાઈન અરજી શરુ

Leave a Comment